Digital Gold બાબતે સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, SEBI અને RBI બનાવી રહ્યા છે માસ્ટરપ્લાન

ડિજિટલ ગોલ્ડ (પ્રતિકાત્મક તસવીર)

Digital Gold: સરકાર ડિજિટલ ગોલ્ડને સુરક્ષા તરીકે વર્ગીકૃત કરવા માટે સેબી એક્ટ એન્ડ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરી શકે છે.

  • Share this:
મુંબઈ: છેલ્લા થોડા સમયથી ડિજિટલ ગોલ્ડ (Digital Gold) અને ક્રીપ્ટો (Crypto)માં થતા રોકાણ (Investment)માં જોરદાર ઉછાળો આવ્યો છે. પરિણામે ડિજિટલ ગોલ્ડ અને ક્રીપ્ટો અસેટને તંત્રની સીધી દેખરેખ હેઠળ લાવવા નાણાં મંત્રાલય (Finance ministry), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડિજિટલ ગોલ્ડના કારોબારને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક્સચેન્જોમાં બ્રોકરો મારફતે ડિજિટલ ગોલ્ડના વેચાણ પર લગામ લગાવી છે. સેબીએ ડિજિટલ ગોલ્ડના વેચાણને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન)ના નિયમો અનુસાર ડિજિટલ ગોલ્ડને સિક્યોરિટી માનવામાં આવતી નથી. જેથી સરકાર ડિજિટલ ગોલ્ડને સુરક્ષા તરીકે વર્ગીકૃત કરવા માટે સેબી એક્ટ એન્ડ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરી શકે છે.

ડિજિટલ ગોલ્ડ કોઈ રેગ્યુલેશન હેઠળ નથી આવતું

રોકાણકારોના નાણા સલામત રહે તે માટે સરકાર ડિજિટલ ગોલ્ડના ટ્રેડિંગ પર કડક પગલાં લેવા જઈ રહી છે. ડિજિટલ ગોલ્ડ કોઈ રેગ્યુલેશન હેઠળ આવતું નથી, તેથી તેમાં કોઈ પણ રીતે ટ્રેડિંગ કરવું સલામત નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ક્રિપ્ટો અસેટ્સ માટે લાંબા ગાળાની વ્યૂહરચના નક્કી કરવા અંગે રેગ્યુલેટર્સ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ અંગેની સ્થાયી સમિતિએ સ્ટેકહોલ્ડર્સ સાથે બેઠક યોજીને ક્રિપ્ટો ફાઇનાન્સ સાથે સંકળાયેલી તકો અને પડકારો પર પોતાના મંતવ્યો આપ્યા હતા.

ડિજિટલ ગોલ્ડના ફાયદા

રોકાણકારો અને એમાં પણ ખાસ કરીને યુવા રોકાણકારો ડિજિટલ ગોલ્ડમાં વધુને વધુ ટ્રેડ કરી રહ્યા છે. કારણ કે, ઓનલાઇન પ્લેટફોર્મ અથવા વોલેટ દ્વારા આપવામાં આવતા કેશબેક રિવોર્ડ દ્વારા ડિજિટલ ગોલ્ડનું રોકાણ કરી શકાય છે. તેમજ તમે ડિજિટલ ગોલ્ડમાં ગમે તેટલા પૈસાનું રોકાણ કરી શકો છો. 100-200 રૂપિયામાં પણ તમે સોનું ખરીદી શકો છો.

સેબી એક્ટનું ઉલ્લંઘન

આવી સ્થિતિમાં એસેટ્સને નિયંત્રિત કરવાની દરખાસ્ત સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આવી હતી. તે સમયે સેબીએ બ્રોકરો અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરને ડિજિટલ ગોલ્ડ અને અન્ય અનિયંત્રિત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, આવી પ્રોડક્ટની ઓફર કરવી એ સેબી એક્ટનું ઉલ્લંઘન છે અને પરિણામે નાણાંકીય દંડ અને કેટલાક કિસ્સાઓમાં લાઈસન્સ રદ્દ થઈ શકે છે. જેથી ડિજિટલ ગોલ્ડ વેચતી કેટલીક ફિનટેક કંપનીઓએ આવા ટ્રેડને રોકવું પડ્યું હતું.

આ પણ વાંચો: Explained: ગોલ્ડ ETFમાં રોકાણ કરનારને આવી રીતે મળે છે એકદમ શુદ્ધ સોનું; ગોલ્ડ ETFમાં રોકાણ કરવું સારું કે દાગીનામાં?

ઉલ્લેખનીય છે કે, કેટલીક કંપનીઓએ ઇક્વિટી સંબંધિત પ્રોડક્ટમાં રોકાણ કરવામાં અણગમો ધરાવતા ગ્રાહકોને આકર્ષવા માટે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે ડિજિટલ ગોલ્ડની ઓફર કરી હતી. સરકાર આ ટ્રેડિંગમાં પારદર્શકતા લાવવાની યોજના ધરાવે છે, તેમને દાયરામાં લાવીને અને રોકાણકારોને લલચાવવા માટે આ એસેટ્સમાં કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ઊંચા વળતરના ખોટા વચનોને રોકવાનું પ્લાનિંગ છે. સરકાર ડિજિટલ ગોલ્ડને સલામતીના ધોરણોમાં લાવવા માટે સેબી એક્ટ અને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કરવાની તૈયારીમાં છે.

સેબી એક્ટમાં સુધારો જરૂરી

ડિજિટલ ગોલ્ડ મામલે પ્રતિબંધથી લવાદની તક ખુલી હતી. જેમાં RBI નિયંત્રિત કંપનીઓ અને અનિયંત્રિત કંપનીઓ કોઈ પણ દંડ વિના ડિજિટલ ગોલ્ડ ઓફર કરી શકે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. સેબી આગામી બજેટમાં ડિજિટલ ગોલ્ડને સિક્યોરિટીઝ તરીકે વર્ગીકૃત કરવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે. જો સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (Regulation) એક્ટ (SCRA) અને સેબી એક્ટમાં સુધારા દ્વારા ડિજિટલ ગોલ્ડને સિક્યોરિટીઝ તરીકે ગણવામાં આવે, તો પછી ડિજિટલ સોનું રેગ્યુલેટ થઈ જશે અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, બ્રોકર અને તેમની જોડાયેલી કંપનીઓ ડિજિટલ ગોલ્ડ ઓફર કરી શકશે તેવું પણ માનવામાં આવે છે.

સરકારી સૂત્રોનું માનવું છે કે, એક્સચેન્જો પરનો તમામ સોનાનો વેપાર આમ પણ સેબી હેઠળ છે. તેથી ડિજિટલ સોનાને રેગ્યુલેટ કરવું મુશ્કેલ રહેશે નહીં. સેબીને ડિજિટલ ગોલ્ડને નિયંત્રિત કરવામાં કોઈ ચિંતા નથી, પરંતુ સેબી એક્ટમાં સુધારો કરવા અને તેને ગોલ્ડ એક્સચેન્જ સાથે જોડવાની જરૂર છે.

આ પણ વાંચો: ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું તે જપ્ત થઈ શકે?

ક્રિપ્ટો અસેટ્સના નિયંત્રણ બાબતે મતભેદ

અહીં નોંધનીય છે કે, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદો મારફતે સોનામાં ટ્રેડને અનુકૂળ બનાવવા સરકાર રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરવાની તૈયારીમાં છે. રેગ્યુલેટરે ગોલ્ડ એક્સચેન્જોને કાર્યરત કરવા માટેના માળખાને મંજૂરી આપી દીધી છે. ડિજિટલ ગોલ્ડની આસપાસના મુદ્દાઓ આગામી નાણાકીય વર્ષ સુધીમાં ઉકેલી શકે છે, પરંતુ ક્રિપ્ટો અસેટ્સના નિયંત્રણ બાબતે RBI અને SEBI વચ્ચે મતભેદો ચાલુ છે.
Published by:Vinod Zankhaliya
First published: