Home /News /business /

RBI Monetary Policy: ક્રેડિટ કાર્ડને UPI સાથે કરી શકાશે લિંક, જાણો તમને શું ફાયદો થશે

RBI Monetary Policy: ક્રેડિટ કાર્ડને UPI સાથે કરી શકાશે લિંક, જાણો તમને શું ફાયદો થશે

ક્રેડિટ કાર્ડ (પ્રતીકાત્મક તસવીર)

RBI Monetary Policy: UPI ટ્રાન્ઝેક્શનમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ PhonePe, Google Pay અને Paytm Payments Bankનું પ્રભુત્વ છે. તેઓ બજારનો બહુમતી હિસ્સો ધરાવે છે.

નવી દિલ્હી: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payments Interface, UPI)ની કાર્ય પદ્ધતિ બાબતે મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. રિઝર્વ બેંક (Reserve Bank of India, RBI) એ આજે ક્રેડિટ કાર્ડને પણ UPI એકાઉન્ટ્સ સાથે લિંક કરવાનો રસ્તો મોકળો કરી દીધો છે. ક્રેડિટ કાર્ડને UPI સાથે લિન્ક કરવાના અમલીકરણની શરૂઆત સ્વદેશી RuPay ક્રેડિટ કાર્ડથી થશે. ત્યારપછી વિઝા અને માસ્ટરકાર્ડ જેવા અન્ય કાર્ડ નેટવર્ક્સ દ્વારા તેને અનુસરવામાં આવશે. અહી ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડને જ UPI સાથે લિંક કરી શકતા હતા.

શક્તિકાંત દાસે કરી જાહેરાત


આ જાહેરાત આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) તેમની મોનેટરી પોલિસી સ્પીચમાં કરી હતી. તેમણે જણાવ્યું કે, "UPI વપરાશકર્તાઓના ડેબિટ કાર્ડ દ્વારા બચત અથવા ચાલુ ખાતાને લિંક કરીને વ્યવહારોની સુવિધા આપે છે. હવે UPI પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડને લિંક કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે, જેથી RuPay ક્રેડિટ કાર્ડ્સ UPI સાથે લિંક કરવામાં આવશે". ગવર્નરે જણાવ્યું હતું કે, આ વપરાશકર્તાઓને વધારાની સુવિધા પૂરી પાડશે અને ડિજિટલ ચૂકવણીનો વ્યાપ વધારશે.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને UPI વ્યવહારો માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) કેવી રીતે લાગુ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી. દરેક નાણાકીય વ્યવહાર માટે, મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનની રકમની ચોક્કસ ટકાવારી ચૂકવે છે જે પછી બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર વચ્ચે વહેંચવામાં આવે છે.

1 જાન્યુઆરી, 2020ના રોજ અમલમાં આવેલા ધોરણ મુજબ UPI અને RuPayમાં શૂન્ય-MDR રહે છે, એટલે કે આ વ્યવહારો પર કોઈ શુલ્ક લાગુ પડતો નથી. સમગ્ર દેશમાં વેપારીઓ દ્વારા UPI ને વ્યાપક રીતે અપનાવવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. બીજી તરફ ક્રેડિટ કાર્ડમાં બેથી ત્રણ ટકા વચ્ચે ચાર્જ હોય છે. UPI સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વ્યવહારો માટે MDRને જતો કરવો પડશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતાની જરૂર પડશે.ક્રેડિટ કાર્ડમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન સહિત હાઈ સિક્યોરિટી માપદંડ પણ જરૂરી છે, જે UPI વ્યવહારો માટે અમલમાં મૂકવું મુશ્કેલ બની શકે છે.

RBI દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ RuPay નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા કાર્ડ નેટવર્ક, 2020 માં ભારતના કાર્ડ માર્કેટનો 60 ટકા હિસ્સો કબજે કરવામાં સફળ રહ્યું છે. જોકે, તેમાં ડેબિટ કાર્ડનું પ્રમાણ વધારે છે, જ્યારે ક્રેડિટ કાર્ડમાં વિઝા અને માસ્ટરકાર્ડ આગળ છે.

UPI લીડર PhonePe અને BGCના તાજેતરના અહેવાલ મુજબ, ડિજિટલ મર્ચન્ટ પેમેન્ટ આગામી પાંચ વર્ષમાં 7 ગણી વૃદ્ધિ જો,શે જે હાલમાં 0.3-0.4 ટ્રિલિયન ડોલરથી 2026 સુધીમાં 2.5-2.7 ટ્રિલિયન ડોલર થઈ જશે. UPI એ FY22 માં ભારતમાં એકંદર રિટેલ ડિજિટલ ચૂકવણીનો 60 ટકા હિસ્સો બનાવ્યો હતો, જે એક વર્ષમાં પેમેન્ટ સિસ્ટમ વ્યવહાર મૂલ્યોમાં 1-ટ્રિલિયન ડોલરના આંકથી આગળ વધી ગયું હતું.

UPIના વપરાશમાં વધારો


છેલ્લા બે વર્ષમાં UPI ના વપરાશમાં ભારે વધારો થયો છે ત્યારે ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડને UPI એકાઉન્ટ્સ સાથે લિંક કરવાની સુવિધા આપવાનું પગલું લેવાયુ છે. પોતાના નિવેદનમાં દાસે કહ્યું કે, UPI પાસે હાલમાં તેના પ્લેટફોર્મ પર 26 કરોડ યુનિક યૂઝર્સ અને 5 કરોડ વેપારીઓ છે.

આ પણ વાંચો: શું હવે ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર નહીં દેખાય?

મે 2022 માં 10.40 લાખ કરોડ રૂપિયાના 594.63 કરોડ વ્યવહારો UPI દ્વારા પ્રોસેસ કરવામાં આવ્યા હતા, જે એપ્રિલમાં 558 કરોડ હતા. ટ્રાન્ઝેક્શન વેલ્યુએ મહિનામાં પ્રથમ વખત રૂ. 10 લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો. NPCI, UPI, RuPay, Bharat Bill Pay વગેરેને હેન્ડલ કરતી અમ્બ્રેલા એન્ટિટી, આગામી બે કે ત્રણ વર્ષમાં દરરોજ 1 બિલિયન ડોલરના UPI વ્યવહારોનું લક્ષ્ય ધરાવે છે

NPCI ફીચર ફોન પર UPIને સક્ષમ કરવા અને સ્માર્ટફોન માટે ઑફલાઇન મોડમાં UPI ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો કરે છે. ફીચર ફોન માટે UPI 123Payનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે NPCI એ UPI Lite ઑફલાઇન મોડમાં કેવી રીતે કાર્ય કરશે તે અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. NPCI એવી પ્રોડક્ટ પર પણ કામ કરી રહ્યું છે જે ગ્રાહકોને UPI દ્વારા ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરવાની સુવિધા આપશે. જોકે પ્રોડક્ટ ક્યારેય લૉન્ચ કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો: મધ્યમ વર્ગને વધુ એક ઝટકો: રેપો રેટમાં 0.5 ટકાનો વધારો

UPIના ત્રણ મોટા ખેલાડી


UPI ટ્રાન્ઝેક્શનમાં ત્રણ મુખ્ય ખેલાડીઓ PhonePe, Google Pay અને Paytm Payments Bankનું પ્રભુત્વ છે. તેઓ બજારનો બહુમતી હિસ્સો ધરાવે છે. માસિક વ્યવહારોમાં PhonePeનો બજારહિસ્સો 47 ટકા છે, જ્યારે Google Pay અને Paytm Payments Bankનો હિસ્સો અનુક્રમે લગભગ 35 અને 15 ટકા છે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર