સરકાર પાસેથી લોન લઈ બિઝનેસ શરૂ કરનારા નથી ભરી રહ્યા પૈસા, RBIએ લખી ચિટ્ઠી

News18 Gujarati
Updated: January 9, 2019, 7:31 AM IST
સરકાર પાસેથી લોન લઈ બિઝનેસ શરૂ કરનારા નથી ભરી રહ્યા પૈસા, RBIએ લખી ચિટ્ઠી
સરકારનું કહેવું છે કે, આ વધારે ચિંતાનો વિષય નથી, કેમ કે રકમ ભલે વધારે દેખાતી હોય, પરંતુ ટકાવારીના હિસાબે જોઈએ તો, આ મુશ્કેલીથી 2.5 થી 3 ટકા જ છે

સરકારનું કહેવું છે કે, આ વધારે ચિંતાનો વિષય નથી, કેમ કે રકમ ભલે વધારે દેખાતી હોય, પરંતુ ટકાવારીના હિસાબે જોઈએ તો, આ મુશ્કેલીથી 2.5 થી 3 ટકા જ છે

  • Share this:
નાના નાના બિઝનેસ માટે આપવામાં આવી રહેલી મુદ્દા લોનમાં વધતી એનપીએથી રિઝર્વ બેન્કની મુશ્કેલી વધી રહી છે. સીએનબીસી આવાજને મળેલી એક્સ્ક્લૂસિવ જાણકારી અનુસાર, રિઝર્વ બેન્કે નાણા મંત્રાલય અને તમામ બેન્કોને આ મુદ્દે ચિટ્ઠી લખી જરૂરી પગલા ભરવાનો આદેશ કર્યો છે. આરબીઆઈ અને નાણા મંત્રાલય અને બેન્કોને સમીક્ષા રિપોર્ટ પણ આપ્યો છે. આરબીઆઈએ મુદ્દા લોન પર સમીક્ષા રિપોર્ટ ખુદ તૈયાર કર્યો છે.

પોઈન્ટ
- મુદ્દા લોનમાં વધતી એનપીએ પર રિઝર્વ બેન્કે લખી ચિટ્ઠી

- નાણા મંત્રાલય અને સરકારી બેન્કોની લખવામાં આવી ચિઠ્ઠી
- ચિટ્ઠીમાં મુદ્દા લોનની વધતી એનપીએ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી.
- રિઝર્વ બેન્કોએ મુદ્દા લોનમાં એનપીએ રોકવા માટે જરૂરી પગલા ભરવાનું કહ્યું.- રિઝર્વ બેન્કોએ ચિઠ્ઠી સાથે મુદ્દા લોન પર એક સમિક્ષા રિપોર્ટ પણ સોંપ્યો છે.
- રિઝર્વ બેન્કે ખુદ તૈયાર કર્યો મુદ્દા લોનનો સમિક્ષા રિપોર્ટ
- રિપોર્ટમાં મુદ્દા લોનની વધતી એનપીએનો મામલો આવ્યો સામે
- એનપીએનો મતલબ લોન લીધા બાદ કેટલાએ લોકોએ લોન ભરવાનું બંધ કરી દીધુ

મુદ્દા લોનમાં વધતી એનપીએ
વર્ષ 2015-16માં 596.72 કરોડ રૂપિયા મુદ્દા લોન એનપીએમાં આવી ગઈ છે. 2016-17માં આ એનપીએ રકમ વધીને 3790.35 કરોડ થઈ ગઈ છે. આ બાદ 2017-18માં આ રકમ વધીને 7277 કરોડ સુધી પહોંચી ગઈ છે. એટલે કે દર વર્ષે આ રકમ બે ઘણી થઈ રહી છે. જોકે, સરકારનું કહેવું છે કે, આ વધારે ચિંતાનો વિષય નથી, કેમ કે રકમ ભલે વધારે દેખાતી હોય, પરંતુ ટકાવારીના હિસાબે જોઈએ તો, આ મુશ્કેલીથી 2.5 થી 3 ટકા જ છે, જે ચિંતાની વાત નથી.
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर