10 રુપિયાનો સિક્કો સ્વીકારવાની કોઇ મનાઇ કરે તો અહીં કરો ફરિયાદ

News18 Gujarati
Updated: June 30, 2019, 3:23 PM IST
10 રુપિયાનો સિક્કો સ્વીકારવાની કોઇ મનાઇ કરે તો અહીં કરો ફરિયાદ
2 - RBI પોતાની પાસે રાખે છે ઈમરજન્સી ફંડ - જો સામાન્ય ભાષામાં કહીએ તો, આ એક વિશેષ જોગવાઈ છે, જે મોનિટરી પોલિસી અને એક્સચેન્જ રેટને મેનેજ કરવાને ચાલતા અચાનક આવી પડેલી જરૂરિયાતને પૂરી કરવા માટે ઉપયોગ થાય છે. મતલબ સ્પષ્ટ છે કે, આનો ઉપયોગ જરૂરતના હિસાબે અને કોઈ ઈમરજન્સી આવવા પર ફંડનો ઉપયોગ થાય છે. વર્ષ 2017-18માં ઈમરજન્સી ફંડનો આકાર 2.32 લાખ કરોડ હતો, જે RBIના કુલ એસેટ્સનો 6.4 ટકા હતો. નાણાકીય વર્ષ 2013-14થી ત્રણ વર્ષ સુધી આરબીઆઈ ઈમરજન્સી ફંડમાં બિલકુલ પૈસા રાખ્યા ન હતા. કેમ કે, ટેક્નિકલ કમિટીનું માનવું હતું કે, તેમની પાસે પહેલાથી જ ગણી આર્થિક પૂંજી છે. જોકે, ગત વર્ષમાં બેન્કે ઈમરજન્સી ફંડ રાખ્યું.

જો કોઈ તમારી પાસેથી સિક્કા સ્વીકારવાનો કોઇ ઇનકાર કરે છે, તો ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંકો અને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) સામે ઓનલાઇન ફરિયાદો નોંધાવવાની નવી સુવિધા રજૂ કરી છે.

  • Share this:
જો કોઈ તમારી પાસેથી સિક્કા સ્વીકારવાનો કોઇ ઇનકાર કરે છે, તો ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બેંકો અને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) સામે ઓનલાઇન ફરિયાદો નોંધાવવાની નવી સુવિધા રજૂ કરી છે.

RBI એ ફરી એક વખત કહ્યું છે કે 50 પૈસાથી 10 રૂપિયાના તમામ સિક્કા માન્ય છે અને ચલણમાં છે. આ સિક્કાને લેવા માટે કોઈ ના પાડી શકશે નહીં. રિઝર્વ બેંકે બેંકોને પણ સખત સુચના આપી છે કે તેમની શાખાઓમાં આવા તમામ સિક્કા સ્વીકારવામાં આવે. જો કોઈ તમારી પાસેથી સિક્કા સ્વીકારવાની મનાઇ કરે છે, તો ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) એ બેંકો અને બિન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) સામે ઓનલાઇન ફરિયાદો નોંધાવવાની નવી સુવિધા રજૂ કરી છે.RBIની વેબસાઇટ પર ફરિયાદ પ્રબંધન પ્રાણાલી (સીએમએસ)ની શરુઆત થઇ ગઇ છે. આના પાછળનો મુખ્ય હેતુ એ છે કે સમય-સમય પર ફરિયાદીઓના ઉકેલ લાવી ગ્રાહકના અનુભવમાં સુધારો કરવો. સીએમએસ ગ્રાહક પબ્લિક ઈન્ટરફેસ સાથે કોઈપણ રેગ્યુલેટેડ એન્ટિટી કોમર્સ બેન્ક, અર્બન કો-ઓપરેટિવ બેંક અને એનબીએફસી સામે ઑનલાઇન નોંધણી કરી શકે છે. આ સિસ્ટમ પર નોંધાયેલી ફરિયાદ રિઝર્વ બેંકના યોગ્ય ઉપયુક્ત લોકપાલ અથવા પ્રાદેશિક કાર્યાલયને મોકલવામાં આવશે.

મોબાઇલ અને ડેસ્કટૉપ બંને પર કરી શકાય છે ઉપયોગ

સીએમએસ ડેસ્કટોપ અને મોબાઇલ બંને પર ઉપયોગ કરી શકાય છે. રિઝર્વ બેંકની યોજનાથી તે જલદી જ એક પ્રતિબદ્ધ ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ (આઇવીઆર) સિસ્ટમ સાથે લિંક કરશે જેથી ફરિયાદની સ્થિતિને જોઇ શકાય.પ્રક્રિયા વધુ પારદર્શક બનશે

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આ એપ્લિકેશન પારદર્શિતામાં સુધારો કરશે. ફરિયાદકારો જો જરૂરી હોય તો બેન્કિંગ લોકપાલના નિર્ણય સામે ઓનલાઇન અપીલ કરી શકશે.

 
First published: June 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading