રેમન્ડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગમાં ઇકોવેરા ફેબ્રિક રેન્જ લોન્ચ કરી

રિલાયન્સની R|Elan™ ટેક્નોલોજી આધરીત રેમન્ડની ઇકોવેરા ,10 લાખ PET બોટલ્સ લેન્ડફિલમાં જતી અટકાવશે

રિલાયન્સની R|Elan™ ટેક્નોલોજી આધરીત રેમન્ડની ઇકોવેરા ,10 લાખ PET બોટલ્સ લેન્ડફિલમાં જતી અટકાવશે

 • Share this:
  મુંબઇ: દેશના અગ્રણી ફેશન અને ટેક્સ્ટાઇલ ઉત્પાદક અને રિટેઇલર રેમન્ડ ગ્રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની લેટેસ્ટ ટેકનોલોજી R|Elan™નો ઉપયોગ કરીને નિર્માણ કરેલી ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક રેન્જ – ઇકોવેરા લોન્ચ કરી છે. આ ઇકોવેરા રેન્જ ટૂંક સમયમાં જ 700 શહેરોનાં 1,500 સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. ઇકોવેરા રેન્જ વિશ્વના સૌથી ગ્રીન ફાઇબર – R|Elan™ ગ્રીનગોલ્ડમાંથી બનાવવામાં આવી છે. R|Elan™ ગ્રીનગોલ્ડ વપરાયેલી - PET બોટલ્સને જૈવ-ઇંધણ અને ઊર્જાની દ્રષ્ટિએ કાર્યક્ષમ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને રિસાઇકલ કરીને બનાવવામાં આવે છે.

  RILના R|Elan™નો સહકાર ધરાવતી રેમન્ડની ઇકોવેરા રેન્જ આશરે એક મિલિયન PET બોટલ્સને લેન્ડફિલમાંથી જતી અટકાવશે. તે પૃથ્વીનું સંરક્ષણ કરવાની RIL તથા રેમન્ડની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. સાતત્યપૂર્ણ રેન્જના સંયુક્ત વિકાસ અંગે વાત કરતાં રેમન્ડ લિમિટેડના ટેક્સ્ટાઇલ ક્ષેત્રના પ્રેસિડેન્ટ શ્રી સુધાંશુ પોખ્રિયાલે જણાવ્યું હતું કે, “એક સંગઠન તરીકે અમે કુદરતી અને માનવસર્જિત એમ બંને પ્રકારના ફાઇબરનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફેબ્રિક્સનું ઉત્પાદન કરવા ક્ષેત્રે નવતર પહેલ બદલ જાણીતા છીએ. ઇકો-ફ્રેન્ડલી,
  ટકાઉ ફેબ્રિક્સનું સર્જન કરવાના અમારા પ્રયત્નમાં R|Elan™ ગ્રીનગોલ્ડ એ ચઢિયાતા સ્પર્શ અને ચળકાટ સાથે બહુવિધ ખાસિયતો ધરાવતા ફેબ્રિક્સનું ઉત્પાદન કરવા માટેની આદર્શ પસંદગી છે. R|Elan™ ગ્રીનગોલ્ડનો ઉપયોગ એ અમારા સંગઠનને સાતત્યપૂર્ણ અને પર્યાવરણ માટે સાનુકૂળ બનાવવાના અમારા લક્ષ્ય તરફનું એક પગલું છે.”

  આ પણ વાંચો-સોનુ ખરીદવું થયું મોંઘુ, જાણો 10 ગ્રામના નવા ભાવ
  -આ ખાનગી બેંકના વ્યાજ દરોમાં ઘટાડો, સસ્તો થયો હોમ-ઓટો લોનનો EMI

  રેમન્ડ, વુર્સ્ટિડ સુટિંગ ફેબ્રિક્સના વિશ્વના અગ્રણી એકીકૃત ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. ભારતમાં વુર્સ્ટિડ સૂટિંગ ફેબ્રિક્સ ક્ષેત્રે તે 60 ટકા કરતાં વધારે બજાર હિસ્સો ધરાવે છે. ‘આધુનિક પુરુષનો યોગ્ય પહેરવેશ’ – તે રેમન્ડનો મુદ્રાલેખ રહ્યો છે. રિલાયન્સના સક્રિય R&D તથા ફાઇબર ક્ષેત્રે તેની વ્યાપક નિપુણતાથી દોરાયેલું R | Elan™ એ નવતર ફેબ્રિક્સનો પોર્ટફોલિયો છે. R Elan™ ગ્રીનગોલ્ડ એ સાતત્યપૂર્ણ ફેશન માટે ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટે વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલી તથા વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ પર્યાવરણલક્ષી જવાબદારી સાથેની RILની અત્યાધુનિક ટેકનોલોજી છે. ગ્રીનગોલ્ડ એ ફેશન ઉદ્યોગ માટેનાં સૌથી વધુ ઇકો-ફ્રેન્ડલી રો-મટિરીયલમાં સ્થાન ધરાવે છે અને તે મહત્વની બ્રાન્ડ્ઝને તેમની પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓ હાંસલ કરવા માટે સહાય પૂરી પાડે છે.

  આ પણ વાંચો-રેલવેનો બદલાયો નિયમ, રિઝર્વેશન પહેલા જરુર ચેક કરો આ માહિતી
  RILના પોલિસ્ટર બિઝનેસના સીએમઓ શ્રી ગુંજન શર્માના મતાનુસાર, “રેમન્ડ સાથે જોડાઈને અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. તેણે અમને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપવા માટેની તક પૂરી પાડી છે. R|Elan™ ગ્રીનગોલ્ડ રેમન્ડને સાતત્યપૂર્ણતા સાથે નવતર અને ફેશનેબલ ફેબ્રિકનું સર્જન કરવા માટે સક્ષમ અને સજ્જ બનાવે છે.”

  RILનો પેટ્રોકેમિકલ્સ બિઝનેસ વૃત્તીય અર્થતંત્રની સંકલ્પના, રિસાઇકલિંગ અને કચરાના પ્રમાણમાં ઘટાડો કરવાની પ્રવૃત્તિને વળગી રહેવા માટે કટિબદ્ધ છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય ટેક્સટાઇલ તથા ફેશન ઉદ્યોગને આ સંકલ્પનાનો અમલ કરવામાં અગ્રેસર બનાવવાનો છે. આથી, R|Elan™ ઉત્પાદનો ગ્રાહકોને અત્યાધુનિક ફેબ્રિક્સ પૂરાં પાડશે, જે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્ઝને અનુરૂપ હોવાની સાથે-સાથે તેમની જીવનશૈલીની જરૂરિયાતોને પણ સંતોષશે. RILનાં પ્રયત્નો ગ્રાહકોને એ ખાતરી આપશે કે જો બહાર R|Elan™ છે, તો અંદર જરૂર કશુંક વિશિષ્ટ હશે.
  Published by:Margi Pandya
  First published: