માલામાલ: આ શેરે નાણાકીય વર્ષ 2022માં નોંધાવ્યો અધધ 700%થી વધારે ઉછાળો, 1 લાખ બની ગયા 8 લાખ રૂપિયા

રત્તનઇન્ડિયા એન્ટરપ્રાઇઝ સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

Rattanindia Enterprises stock: 31 માર્ચ, 2021ના રોજ રૂ. 5.1 પર વેપાર (Business) કરનાર આ સ્ટોક હાલ રૂ. 42.8 પર છે. એટલે કે આ દરમિયાન તેમાં 739 ટકાનો વધારો થયો છે.

  • Share this:
મુંબઈ: રત્તનઇન્ડિયા એન્ટરપ્રાઇઝ સ્ટોક (Rattanindia Enterprises stock) હાલ સતત વધારા તરફનું વલણ દર્શાવી રહ્યો છે, જેથી તેના રોકાણકારો (Investors)ને પણ સારું રીટર્ન મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021-22 (FY21-22)માં આ સ્ટોકે અત્યારસુધીમાં 700 ટકા (Return)થી વધુનું વળતર આપ્યું છે. 31 માર્ચ, 2021ના રોજ રૂ. 5.1 પર વેપાર (Business) કરનાર આ સ્ટોક હાલ રૂ. 42.8 પર છે. એટલે કે આ દરમિયાન તેમાં 739 ટકાનો વધારો થયો છે. જેની સાપેક્ષમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીએ નાણાકીય વર્ષ 2022 YTDમાં લગભગ 24 ટકાનો વધારો દર્શાવ્યો છે.

રૂ. 1 લાખનું રોકાણ થયું રૂ. 8 લાખનું

31 માર્ચ, 2021ના રોજ સ્ટોકમાં કોઇ રોકાણકાર દ્વારા કરવામાં આવેલ રૂપિયા 1 લાખનું રોકાણ આજે રૂ. 8.39 લાખ થઇ ગયું છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 590 ટકા અને કેલેન્ડર વર્ષ 2021માં 529 ટકા વધ્યો છે. આ શેર 27 જુલાઇ, 2021ના રોજ 52 સપ્તાહની ટોચે રૂ. 70.65 પર અને 6 એપ્રિલ, 2021ના રોજ રૂ. 4.48 સાથે 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.

શું છે સ્પર્ધકોની સ્થિતિ?

નાણાકીય વર્ષ 2022માં અત્યારસુધીમાં કંપનીએ તેના સ્પર્ધકોની સરખામણીએ સારું પ્રદર્શન કર્યુ છે. JSW એનર્જીએ નાણાકીય વર્ષ 2022માં 320 ટકાથી વધુનો વધારો નોંધવી સ્પર્ધકોમાં સૌથી વધુ નફો મેળવ્યો છે. જ્યારે આ દરમિયાન અદાણી ટ્રાન્સમિશન 97 ટકા, NTPC 39 ટકા અને પાવરગ્રીડ 20 ટકા વધ્યા છે.

વેચાણ અને નફો

કંપનીએ જૂનમાં ત્રિમાસિક ગાળામાં રૂ. 23 લાખનો નફો નોંધાવ્યો હતો, જ્યારે એક વર્ષ પહેલાના સમયગાળામાં વેચાણમાં વધારો થવા છતા રૂ. 8 લાખનો નફો થયો હતો. પહેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 1 કરોડનું વેચાણ થયું હતું, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં શૂન્ય હતું.

શેરહોલ્ડર્સ

શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, જૂન 2021માં ક્વાર્ટરમાં 4 પ્રમોટરો પાસે 74.8 ટકા હિસ્સો એટલે કે 103 કરોડ શેર હતા. જ્યારે બાકીનો 25.2 ટકા ભાગ એટલે કે 34.80 કરોડ શેર લોકો પાસે હતા.

આ પણ વાંચો: ગુજરાતની આ કંપનીનો શેર એક વર્ષમાં 224 ગણો ભાગ્યો, 1 લાખ રૂપિયા બની ગયા 1.21 કરોડ રૂપિયા 

ડ્રોન મેન્યૂફેક્ચરિંગ બિઝનેસમાં પ્રવેશ

તાજેતરમાં કંપનીએ તેની માલિકીની પેટાકંપની નિયોસ્કાય ઇન્ડિયા લિ. (NeoSky India Limited) સાથે ડ્રોન બનાવવાના બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. જે ડ્રોન સિસ્ટમ પ્લેટફોર્મ અને ડ્રોનની અન્ય ઇન્ડસ્ટ્રીઅલ એપ્લિકેશન વિકસાવશે. આ ઉપરાંત કંપનીએ યુએસની અર્બન ડ્રોન લોજિસ્ટિક્સ પ્લેટફોર્મમાં પણ રોકાણ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભારત જેવા વિકાસશીલ દેશો માટે કોસ્ટ-ઇફેક્ટિવ સોલ્યુશન ઉપલબ્ધ થતા ડ્રોન સિસ્ટમ્સ વધુ પરિવર્તનશીલ સાબિત થશે.

ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં અજમાવશે હાથ

રત્તન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે પ્રખ્યાત પેઢી હાલ થર્મલ પાવર જનરેશન માટે પ્રોજેક્ટ સેટ કરી રહી છે. તેના માટે રત્તનઇન્ડિયાએ ઇલેક્ટ્રિક મોટરસાયકલમાં ભારતીય માર્કેટ લીડર રિવોલ્ટ સાથે ભાગીદારી કરી છે. કંપનીની યોજના 3 નવા શહેરો બેંગલોર, જયપુર અને સુરતમાં પોતાની ડીલરશીપ ખોલવાની છે. આ ઉપરાંત કંપની પોતાનું પેન-ઇન્ડિયા નેટવર્ક વધારવા માટે પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો: 14 વર્ષે દીવાસળીની પેટીમાં ભાવ વધારો, 1 રૂપિયાની બાકસ હવે 2 રૂપિયામાં મળશે!

હાલ પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવોના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ તરફ વધ્યા છે. ત્યારે રિવોલ્ટ ઇલેક્ટ્રિક બાઇક્સ તેના ગ્રાહકોને વધુ બચત કરવાની તક આપે છે, કારણ કે તેની બાઇક પ્રતિ 100 કિલોમીટરે રૂ. 9થી પણ ઓછો ખર્ચ આપે છે.
First published: