નવી દિલ્હી: સરકારે રેશનકાર્ડ ધારકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારે ફ્રી રાશન યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે, રાશન કાર્ડ હેઠળ ઉપલબ્ધ ચોખાના ક્વોટાને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલંગાણા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે રાજ્યના લોકોને 1 કિલો ઓછા ચોખા મળશે. રાજ્ય સરકારે બુધવારથી તેલંગાણામાં રેશન કાર્ડ ધરાવતા લગભગ 91.5 લાખ પરિવારોને મફત ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. લાભાર્થી પરિવારના દરેક સભ્યને આ વર્ષે માર્ચ સુધી એટલે કે, આગામી ત્રણ મહિના સુધી 5 કિલો ચોખા આપવામાં આવશે.
જણાવી દઈએ કે, રાશનના નિયમોમાં ફેરફાર કરતી વખતે સરકારે કહ્યું હતું કે હવેથી રાશન કાર્ડ ધારકોને મફત ચોખાનું (Free rice to ration card holders) વિતરણ ઘટાડવામાં આવ્યું છે. તેલંગાણા સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નાગરિક પુરવઠા મંત્રી ગંગુલા કમલાકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ સપ્લાય કરવામાં આવેલા ચોખામાં સોફ્ટવેર અપડેટને કારણે મે 2021 અને ડિસેમ્બર 2022 વચ્ચેના સમયગાળા દરમિયાન 200 કિલોને બદલે 203 કિલો ચોખા આપવામાં આવ્યા હતા. એટલે કે 3 કિલો વધુ ચોખા આપવામાં આવ્યા હતા. જેના કારણે હવે રાજ્ય સરકારે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિના માટે દર મહિને એક કિલોગ્રામ ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
એપ્રિલથી 6 કિલો ચોખા મળશે
તેમણે કહ્યું કે, એપ્રિલથી અમે રાશન કાર્ડ ધરાવતા તમામ પરિવારોને વ્યક્તિ દીઠ 6 કિલો ચોખાનું વિતરણ ફરી શરૂ કરીશું. PMGKY હેઠળ 54.48 લાખ પરિવારોને લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર પોતાના ખર્ચે 92 લાખ લાભાર્થીઓને ચોખાનું વિતરણ કરી રહી છે.
કેન્દ્ર સરકારે કોવિડ -19 લોકડાઉન સમયગાળા દરમિયાન રેશનકાર્ડ ધારકોને મફત ચોખા પૂરા પાડ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે પણ બે મહિના માટે પરિવાર દીઠ રૂ. 1,500 અને સ્થળાંતર કામદારો માટે પરિવાર દીઠ રૂ. 500 આપ્યા હતા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર