Ration Card: રાશન કાર્ડ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો ફટાફટ થશે સમાધાન, જાણો કેવી રીતે

હવે દેશના કરોડો રેશનકાર્ડ ધારકોને CSCમાં દરેક સમસ્યાનું સમાધાન મળશે.

રાશન કાર્ડ સંબંધિત સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) માં પણ ઉપલબ્ધ થશે. આ કેન્દ્રો પર રેશનકાર્ડ સંબંધિત દરેક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: રાશન કાર્ડ સંબંધિત સેવાઓ હવે દેશભરમાં 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) માં પણ ઉપલબ્ધ થશે. આ કેન્દ્રો પર રેશનકાર્ડ સંબંધિત દરેક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. આ સેવાઓમાં નવા રેશનકાર્ડ માટે અરજી કરવી જેવી વિગતો અપડેટ કરવી અને તેને આધાર સાથે લિંક કરવાનો સમાવેશ થાય છે. આ પગલાથી સમગ્ર દેશમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું છે, જે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય હેઠળનો એક ભાગ છે.

    આ કરારનો હેતુ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રાશનની સપ્લાયને સરળ બનાવવા અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ને મજબૂત બનાવવાનો છે. અન્ન અને જાહેર વિતરણ વિભાગ અને CSCએ દેશમાં 3.7 લાખ CSC મારફતે રેશનકાર્ડ સેવાઓ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી સાથે, દેશભરમાં 23.64 કરોડ રેશનકાર્ડ ધારકો નજીકની CSCની મુલાકાત લઈને તેમની વિગતો સરળતાથી અપડેટ કરી શકશે. લોકો અહિંયાથી રેશન કાર્ડની ડુપ્લિકેટ કોપી પણ મેળવી શકશે, કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે, રાશનની વિશે માહિતી મેળવી શકશે અને ફરિયાદ નોંધાવી શકશે.

    કોઈ પણ રાશનની દુકાનેથી મળશે અનાજ

    હાલના રેશનકાર્ડ ધારકો નજીકના CSCની મુલાકાત લઈને નવા રેશનકાર્ડ માટે અરજી કરી શકે છે. CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ત્યાગી (Dinesh Tyagi)એ જણાવ્યું હતું કે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ સાથે અમારી ભાગીદારી પછી, અમારા ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (VLEs) સંચાલિત CSCs એવા લોકો સુધી પહોંચી શકશે જેમની પાસે રેશનકાર્ડ નથી.

    જાહેર વિતરણ વ્યવસ્થા અને મફત રાશનની વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે તેમને મદદ કરશે. મહત્વનું છે કે, 1 જૂન, 2020થી દેશમાં રેશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા 'વન નેશન-વન રેશન કાર્ડ' શરૂ થઈ છે. આ યોજનામાં, તમે કોઈપણ રાજ્યમાં રહીને રાશન ખરીદી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે ગમે હોવ તમારે ત્યાં ખાદ્ય પદાર્થોની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ રાશનની દુકાને જઈને તમારા રાશન કાર્ડની મદદથી મતે અનાજ મેળવી શકો છો.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:kuldipsinh barot
    First published: