Credit Suisse India Rating: ક્રેડિટ સુઈસે પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે, ભારતના રેટિંગમાં કરવામાં આવેવો ઘટાડો 'ટેક્નિકલ' છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા વધારાને કારણે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે.
નવી દિલ્હી: સીએનબીસી-ટીવી18 તરફથી આઠ માર્ચના રોજ જાહેર કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસ (Rating agency Credit Suisse) તરફથી ભારતનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ ‘Overweight’ થી ઘટાડીને ‘Underweight’ કર્યું છે. આવું કરવા પાછળનું કારણ ક્રૂડ ઓઇલની કિંમત (Crude oil price)માં આવેલો વધારો છે. ક્રેડિટ સુઈસે સીએનબીસી ટીવી18ને જણાવ્યું કે, અમે ભારતનું રેટિંગ રણનીતિક દ્રષ્ટિએ ઓવરવેટથી ઘટાડીને અંડરવેટ કર્યું છે અને ભારતીય બજારમાં ફરીથી એન્ટ્રી કરવા માટે સારી તકની શોધમાં છીએ.
ક્રેડિટ સુઈસે પોતાના નિવેદનમાં આગળ કહ્યું છે કે, ભારતના રેટિંગમાં કરવામાં આવેલો ઘટાડો 'ટેક્નિકલ' છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા વધારાને કારણે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં કરન્ટ એકાઉન્ટ પર દબાણ ઊભું કરે છે અને બજાર પર પણ દબાણ ઊભું કરે છે. આ ઉપરાંત યૂએસ ફેડ તરફથી વ્યાજદરોમાં વધારાની સંભાવનાથી પણ બજાર પર દબાણ ઊભું થઈ રહ્યું છે.
ક્રેડિટ સુઈસ તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે, હજુ પણ EPS રીવિઝન અને ક્રેડિટ પ્રોપર્ટી સાઇકલમાં ભારતની સ્થિતિ સારી નજરે પડી રહી છે. ક્રેડિટ સુઈસે વધુમાં કહ્યુ કે, તે ભારતીય બજારમાંથી મળેલા પોતાના પૈસા ચાઈનીઝ બજારમાં રોકશે. ક્રેડિટ સુઈસે એવું પણ કહ્યું કે, એશિયામાં ક્રૂડ ઓઈલને લઈને ભારતીય બજાર ખૂબ જ સંવેદનશીલ છે. જે બાદમાં ફિલિપાઇન્સના બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારા-ઘટાડાની અસર જોવા મળે છે. આ ઉપરાંત મોંઘું વેલ્યૂએશન પણ શોર્ટ ટર્મ માટે જોખમ છે.
ઉલ્લેખનીય છે કે રશિયાના ક્રૂડ ઓઇલ અને ગેસ પર પ્રતિબંધની સંભાવનાને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ટોંચ પર પહોંચી છે. આ સાથે જ દુનિયાભરમાં મોંઘવારી વધવાનો પણ ખતરો તોળાઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમત 2008 બાદ સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગઈ છે. જેનું એક કારણ એવું પણ છે કે અમેરિકા અને યૂરોપિયન સહયોગી દેશો રશિયાના ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. જોકે, અનેક નાટો દેશોમાં આ વાતને લઈને મતભેદ છે. આ દરમિયાન ઈરાનનું ક્રૂડ અને ઓઇલ પણ બહુ ઝડપથી બજારમાં આવે તેવી સંભાવના પણ ઓછી દેખાઈ રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર