Home /News /business /

RateGain share price: રેટગેનનો શેર 20% તૂટ્યો, શેર લાગ્યા છે તેમણે શું કરવું? નવા રોકાણકારો આ સ્તરે નસિબ અજમાવી શકે? જાણો નિષ્ણાતોનો મત

RateGain share price: રેટગેનનો શેર 20% તૂટ્યો, શેર લાગ્યા છે તેમણે શું કરવું? નવા રોકાણકારો આ સ્તરે નસિબ અજમાવી શકે? જાણો નિષ્ણાતોનો મત

રેટગેન આઈપીઓ

RateGain share: લિસ્ટિંગના દિવસે રેટગેનનો શેર BSE પર ઇશ્યૂ કિંમતથી 19.88% તૂટીને 340.50 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો.

મુંબઈ: રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસનો શેર શુક્રવારે ​ભારતીય શેરબજારોમાં લિસ્ટ થયો હતો. આ શેર NSE પર ₹360ના સ્તરે પબ્લિક ઈશ્યૂમાં લિસ્ટ થયો હતો, જે ઈક્વિટી શેર દીઠ ₹425ના ઈશ્યૂ ભાવથી લગભગ 15.3 ટકા ઓછો હતો. જોકે, લિસ્ટિંગ પછી રેટગેઈનના શેરના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે તે NSE પર ઈન્ટ્રાડે હાઈ થયો અને શેરદીઠ તેની કિંમત ₹383ની થઈ હતી. દિવસના અંતે રેટગેનનો શેર BSE પર ઇશ્યૂ કિંમતથી 19.88% તૂટીને 340.50 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર બંધ રહ્યો હતો. આ કારણે જે આઈપીઓ મારફથે જેમને રેટગેનના શેર લાગ્યા હતા તે રોકાણકારોએ પ્રથમ દિવસે જ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

શેરબજારના નિષ્ણાતોના મત મુજબ આગામી સેશન્સમાં આ શેરમાં વધુ મંદી પણ જોવા મળી શકે છે. જેને લઈને હાલ જેમને શેર લાગ્યા છે તેમણે વર્તમાન સ્તરોથી કોઈપણ બાઉન્સ બેકની અપેક્ષા હાલ રાખવી જોઈએ નહી. શેરબજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીને કારણે કંપનીની બેલેન્સ શીટ હાલમાં સારી સ્થિતીમાં નથી. જેના કારણે આગામી સેશન્સમાં કાઉન્ટરમાં થોડો વધુ ઘટાડો થઈ શકે છે. તેઓએ જેમને આઈપીઓમાં શેર લાગ્યા છે તેમને વર્તમાન સ્તરોથી કોઈપણ બાઉન્સ બેકની સ્થિતિમાંથી બહાર નીકળવાની અને શેર દીઠ આશરે ₹300 થી ₹322ના ભાવના સ્તરે ફરીથી રી-એન્ટર થવાની સલાહ આપી.

બાઉન્સ બેક પર બહાર નીકળી જવાની સલાહ

મિન્ટના જણાવ્યા પ્રમાણે, RateGain શેર ભાવ અંગે વાત કરતા GCL સિક્યોરિટીઝના વાઈસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું હતું કે, "કંપનીને કોવિડ-19 મહામારીને કારણે ઘણું નુકસાન થયું છે અને કાઉન્ટરમાં વધુ નુકસાન થવાની પણ સંભાવના છે. મારા મત મુજબ હાલના રોકાણકારો કોઈપણ બાઉન્સ બેક પર તેમની વર્તમાન સ્થિતિમાંથી બહાર નીકળી જાય અને ₹277ના સ્તરે સ્ટૉપલૉસ જાળવી રાખીને લગભગ ₹300થી ₹322ના સ્તરે ફરીથી રી-એન્ટર થાય તે વધુ હિતાવહ છે."

આ પણ વાંચો: RateGain IPO share listing: રેટગેનના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો થયા નિરાશ

GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે ઉમેર્યું હતું કે, ફાળવણી દરમિયાન RateGain શેર મેળવવાનું ચૂકી ગયા હતા તેઓ ₹425ના 3-6 મહિનાના લક્ષ્યાંક માટે લગભગ ₹300થી ₹322ના સ્તરે RatGain સ્ટોક પણ ખરીદી શકે છે. જોકે, સિંઘલે ₹277ના સ્તરે કડક સ્ટૉપલૉસ જાળવવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: શેરબજાર ખૂલ્યાના 10 મિનિટમાં રાકેશ ઝુનઝુનવાલાને પડ્યો મોટો ફટકો, ટાટાના આ સ્ટોકને કારણે થયું ₹318 કરોડનું ધોવાણ

તકો શોધી રહેલા રોકાણકારો મોટા ઘટાડા પર ધ્યાન આપે

મિન્ટના જણાવ્યા પ્રમાણે ટ્રેડિંગોના સ્થાપક પાર્થ ન્યાતિએ જણાવ્યું હતું કે, "ટૂંકા ગાળાના રોકાણકારોએ ₹325નો સ્ટૉપલૉસ લક્ષ્યાંક રાખવો જોઈએ. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને શેર જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સ્થિતિઓ સામાન્ય થઈ જાય, ત્યારે કંપનીમાં મોટી વૃદ્ધિની સંભાવના દર્શાવી શકાય છે. ખરીદીની તકો શોધી રહેલા રોકાણકારોએ શેરના ભાવમાં આવેલા 25થી 30 ટકાના ઘટાડા પર ધ્યાન આપવું જોઈએ.

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, "કંપનીનો લાંબા ગાળાનો અંદાજ આશાસ્પદ છે તેથી લાંબા ગાળાના રોકાણકારો આમાં રોકાણ કરી શકે છે, જ્યારે લિસ્ટિંગ ગેઇન માટે અરજી કરનારાઓ ₹330ના સ્તરે સ્ટૉપલૉસ જાળવી શકે છે. નવા રોકાણકારો વર્તમાન RateGain શેરના ભાવથી 25-30 ટકા કરેક્શન પર એન્ટ્રી કરવાની તક શોધી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર