Home /News /business /

RateGain IPO share listing: રેટગેનના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો થયા નિરાશ

RateGain IPO share listing: રેટગેનના આઈપીઓનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ, રોકાણકારો થયા નિરાશ

રેટગેન આઈપીઓ

RateGain IPO share listing: ત્રણ દિવસની બોલી દરમિયાન 1,335.74 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ 17.41 ગણો ભરાયો હતો. આઈપીઓનો રિટેલ હિસ્સો 8.08 ગણો ભરાયો હતો.

    મુંબઈ: રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસનો આઈપીઓ ( RateGain Travel Technologies IPO) 7 ડિસેમ્બરના રોજ ખુલ્યો હતો અને 9મી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આજે BSE અને NSE પર રેટગેનના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. આ સાથે જ લિસ્ટિંગ લાભ માટે આઈપીઓ ભરનારા રોકાણકારો નિરાશ થયા છે.  ત્રણ દિવસની બોલી દરમિયાન 1,335.74 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ 17.41 ગણો ભરાયો હતો. આઈપીઓનો રિટેલ હિસ્સો 8.08 ગણો ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે Saas (software-as-a-service) કંપની રેટગેન તરફથી આઈપીઓ માટે 405-425 રૂપિયા પ્રાઇસ બેન્ડ (RateGain IPO price band) નક્કી કરી હતી.

    RateGain IPO લિસ્ટિંગ:

    રેટગેન આઈપીઓનું આજે ભારતીય શેર બજારમાં ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. BSE પર શેરનું 14.16% અને NSE પર 15.29% ડિસ્કાઉન્ટ ભાવે રેટગેનના શેરનું લિસ્ટિંગ થયું છે. બીજી તરફ ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે શેરનું લિસ્ટિંગ પ્રીમિયમ ભાવે થશે.

    BSE:

    ઇશ્યૂ કિંમત: 425 રૂપિયા
    લિસ્ટિંગ કિંમત: 364.80
    નુકસાન: 14.16%

    NSE:

    ઇશ્યૂ કિંમત: 425 રૂપિયા
    લિસ્ટિંગ કિંમત: 360
    નુકસાન: 15.29%

    આઈપીઓ સાઈઝ (RateGain IPO size)

    રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે.

    પ્રાઇસ બેન્ડ (RateGain IPO price band)

    રેટગેન કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 405-425 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.

    લોટ સાઇઝ ( RateGain IPO lot size)

    રેટગેન આઈપીઓમાં રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બીડ કરી શકશે. એક લોટમાં 35 શેર સામેલ છે.

    અલોટમેન્ટ તારીખ (RateGain IPO allotment date)

    9મી ડિસેમ્બરે આઈપીઓ ભરણા માટે બંધ થયા બાદ 14મી ડિસેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવી હતી.

    કેટલું રોકાણ કરવું પડશે? (RateGain IPO investment limit)

    રોકાણકારે ઓછામાં ઓછી એક લોટ સાઇઝ માટે અરજી કરી શકશે. એટલે કે રેટગેન આઈપીઓ માટે ઓછામાં ઓછું 14,875 ( ₹425 x ₹35) રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 1,93,375 {(₹425 x ₹35) x 13} રૂપિયા માટે રોકાણ કરી શકાશે.

    આ પણ વાંચો: Metro Brands IPO allotment: મેટ્રો બ્રાન્ડ્સના શેરની આજે ફાળવણી, બે રીતે જાણો તમને શેર લાગ્યા કે નહીં

    લિસ્ટિંગ તારીખ ( RateGain IPO listing date)

    રેટગેનના આઈપીઓનું 17મી ડિસેમ્બરના રોજ NSE અને BSE પર લિસ્ટિંગ થયું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: BSE, Investment, IPO, NSE, Share market

    આગામી સમાચાર