Home /News /business /

RateGain IPO: રેટગેનનો આઈપીઓ આજે ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

RateGain IPO: રેટગેનનો આઈપીઓ આજે ખુલ્યો, જાણો તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

રેટગેન આઈપીઓ

RateGain's IPO opens today: રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે.

    મુંબઈ: રેટગેન ટ્રાવેલ ટેક્નોલોજીસનો આઈપીઓ ( RateGain Travel Technologies IPO) આજે એટલે કે સાતમી ડિસેમ્બરના રોજ ખુલ્યો છે. આઈપીઓ માટે નવમી ડિસેમ્બર સુધી બીડ કરી શકાશે. Saas (software-as-a-service) કંપની રેટગેન તરફથી આઈપીઓ માટે 405-425 રૂપિયા પ્રાઇસ બેન્ડ (RateGain IPO price band) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આઈપીઓ પહેલા જ એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) પાસેથી 599 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) માટે હશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (RateGain IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે રેટગેનનો શેર આજે ગ્રે માર્કેટમાં 85 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આઈપીઓનું શેર બજારમાં 17મી ડિસેમ્બરના રોજ લિસ્ટિંગ થવાની સંભાવના રહેલી છે.

    આઈપીઓ ભરવો કે નહીં?

    મિન્ટના જણાવ્યા પ્રમાણે બ્રોકરેજ પેઢી પ્રભુદાસ લીલાધરે આ આઈપીઓને ભરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે કોવિડને પગલે થર્ડ પાર્ટી ટેક્નોલોજીસ વેન્ડર્સની માંગ વધી રહી છે. રેગટેનને પણ ભવિષ્યમાં આનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે રેટગેન ભારતમાં હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી SaaS કંપની છે. વૈશ્વિક સ્તરે પણ રેટગેનની હાજરી છે.

    મિન્ટના કહેવા પ્રમાણે રિલાયન્સ સિક્યોરિટીઝ તરફથી પણ લૉંગ ટર્મને ધ્યાનમાં રાખીને આ આઈપીઓને ભરવાની સલાહ આપવામાં આવી છે. ફર્મનું માનવું છે કે ગ્રોથની શક્યતા, ઓછામાં ઓછી સ્પર્ધા, યોગ્ય વેલ્યૂએશન અને સારી બિઝનેસ તકનો ફાયદો કંપનીને મળી શકે છે.





































    આઈપીઓ ખુલશે 7 ડિસેમ્બર
    આઈપીઓ બંધ થશે 9 ડિસેમ્બર
    પ્રાઇસ બેન્ડ 405-425 રૂપિયા
    લોટ સાઈઝ 35 શેર
    અલોટમેન્ટ 14 ડિસેમ્બર
    રિફંડ 15 ડિસેમ્બર
    ડીમેટમાં શેર આવશે 16 ડિસેમ્બર
    લિસ્ટિંગ તારીખ 17 ડિસેમ્બર

    આઈપીઓ સાઈઝ (RateGain IPO size)

    રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે.

    આ પણ વાંચો: Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીનો IPO 10મી ડિસેમ્બરે ખુલશે, જાણો અગત્યની વિગતો

    પ્રાઇસ બેન્ડ (RateGain IPO price band)

    રેટગેન કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 405-425 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.

    લોટ સાઇઝ ( RateGain IPO lot size)

    રેટગેન આઈપીઓમાં રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બીડ કરી શકશે. એક લોટમાં 35 શેર સામેલ છે.

    અલોટમેન્ટ તારીખ (RateGain IPO allotment date)

    9મી ડિસેમ્બરે આઈપીઓ ભરણા માટે બંધ થયા બાદ 14મી ડિસેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવી શકે છે.

    કેટલું રોકાણ કરવું પડશે? (RateGain IPO investment limit)

    રોકાણકારે ઓછામાં ઓછી એક લોટ સાઇઝ માટે અરજી કરી શકશે. એટલે કે રેટગેન આઈપીઓ માટે ઓછામાં ઓછું 14,875 ( ₹425 x ₹35) રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 1,93,375 {(₹425 x ₹35) x 13} રૂપિયા માટે રોકાણ કરી શકાશે.

    આ પણ વાંચો: Shriram Properties IPO: 8મી ડિસેમ્બરે ખુલશે IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

    લિસ્ટિંગ તારીખ ( RateGain IPO listing date)

    રેટગેનના આઈપીઓની 17મી ડિસેમ્બરના રોજ NSE અને BSE પર લિસ્ટિંગ થવાની સંભાવના રહેલી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन