Home /News /business /

RateGain IPO: બેંક બેલેન્સ રાખો તૈયાર, 7મી ડિસેમ્બરે ખુલી રહ્યો છે રેટગેન આઈપીઓ, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

RateGain IPO: બેંક બેલેન્સ રાખો તૈયાર, 7મી ડિસેમ્બરે ખુલી રહ્યો છે રેટગેન આઈપીઓ, જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

રેટગેન આઈપીઓ

RateGain IPO: આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે.

    મુંબઈ. RateGain IPO: હાલ આઈપીઓની સિઝન ચાલી રહી છે. આવતા અઠવાડિયે વધુ એક આઈપીઓ ભરણા માટે ખુલી રહ્યો છે. રેટગેન આઈપીઓ (RateGain IPO) રોકાણકારો માટે સાતમી ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ 9મી ડિસેમ્બરના રોજ બંધ થશે. રેટગેન આ આઈપીઓ મારફતે 1335.74 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. રેટગેન એક સૉફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર કંપની છે, જે ખાસ કરીને ટ્રાવેલ અને હૉસ્પિટાલિટી સેક્ટર (travel and hospitality industry)માં સેવા આપે છે. આઈપીઓ મારફતે કંપની 375 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે, જ્યારે 960.74 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ માટે હશે. આઈપીઓ અંગે વધુ વિગત જાણીએ.

    અગત્યની તારીખો (RateGain IPO subscription)

    રેટગેન આઈપીઓ સાતમી ડિસેમ્બર 2021ના રોજ ખુલશે અને નવમી ડિસેમ્બર સુધી ભરી શકાશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (RateGain IPO GMP)

    આઈપીઓ પર નજર રાખતા લોકોના કહેવા પ્રમાણે રેટગેનનો શેર આજે ગ્રે માર્કેટમાં 140 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. એક દિવસ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ 115 રૂપિયા હતું. એટલે કે એક દિવસમાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 25 રૂપિયાનો વધારો થયો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે 85 રૂપિયા સાથે રેટગેનના શેરનું ગ્રે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. જે હાલ 140 રૂપિાયા ચાલી રહ્યું છે. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધારો થઈ રહ્યો છે.

    પ્રાઇસ બેન્ડ (RateGain IPO price band)

    રેટગેન કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 405-425 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે.

    લોટ સાઇઝ ( RateGain IPO lot size)

    રેટગેન આઈપીઓમાં રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બીડ કરી શકશે. એક લોટમાં 35 શેર સામેલ છે.

    અલોટમેન્ટ તારીખ (RateGain IPO allotment date)

    9મી ડિસેમ્બરે આઈપીઓ ભરણા માટે બંધ થયા બાદ 14મી ડિસેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવી શકે છે.

    આ પણ વાંચો: Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીને રોકાણકારોએ કેમ ભાવ ન આપ્યો? IPO 79% જ ભરાયો

    કેટલું રોકાણ કરવું પડશે? (RateGain IPO investment limit)

    રોકાણકારે ઓછામાં ઓછી એક લોટ સાઇઝ માટે અરજી કરી શકશે. એટલે કે રેટગેન આઈપીઓ માટે ઓછામાં ઓછું 14,875 ( ₹425 x ₹35) રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 1,93,375 {(₹425 x ₹35) x 13} રૂપિયા માટે રોકાણ કરી શકાશે.

    લિસ્ટિંગ તારીખ ( RateGain IPO listing date)

    રેટગેનના આઈપીઓની 17મી ડિસેમ્બરના રોજ NSE અને BSE પર લિસ્ટિંગ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Investment, IPO, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन