ફક્ત 7-14 દિવસ માટે SBI, PNB સહિત 11 બેંકમાં લગાવો પૈસા, 15માં દિવસે થશે મોટો ફાયદો
ફક્ત 7-14 દિવસ માટે SBI, PNB સહિત 11 બેંકમાં લગાવો પૈસા, 15માં દિવસે થશે મોટો ફાયદો
પ્રતીકાત્મક તસવીર
સ્ટેટ બેંકથી લઈને પીએનબી, આઈસીઆઈસીઆઈ (ICICI Bank) અને એસચડીએફસી (HDFC Bank) સહિત તમે કોઈ પણ બેંકમાં એફડી કરાવી શકો છો. તો અમે તમને જણાવીશું કે સાત દિવસમાં કઈ બેંક પર કેટલું વ્યાજ (Rate of interest on FDs) મળે છે
નવી દિલ્હી: જો તમે પણ સાતથી 14 દિવસમાં સારી એવી કમાણી કરવા માંગો છો તો દેશની સરકારી સહિત તમામ ખાનગી બેંકો (Private banks) આવો મોકો આપી રહી છે. તમે બેંકમાં સાતથી 14 દિવસ સુધી FD (Fixed deposit)કરીને સારો નફો મેળવી શકો છો. આ એફડી પર તમામ બેંક અલગ અલગ વ્યાજદર આપી રહી છે. સ્ટેટ બેંકથી લઈને પીએનબી, આઈસીઆઈસીઆઈ (ICICI Bank) અને એસચડીએફસી (HDFC Bank) સહિત તમે કોઈ પણ બેંકમાં એફડી કરાવી શકો છો. તો અમે તમને જણાવીશું કે સાત દિવસમાં કઈ બેંક પર કેટલું વ્યાજ (Rate of interest on FDs) મળે છે.
1) સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા- State bank of India
દેશની સૌથી મોટી સરકારી બેંક સાત દિવસની એફડી કરવા પર 2.90 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત સીનિયર સિટીઝન્સને 3.40 ટકા વ્યાજ મળે છે.
2) બેંક ઑફ બરોડા - Bank of Baroda
બેંક ઑફ બરોડામાં સાત દિવસની એફડી પર 2.80 ટકા વ્યાજ મળે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજનો દર 3.30 ટકા છે.
3) આઈસીઆઈસીઆઈ બેંક- ICICI Bank
ICICI બેંક પોતાના ગ્રાહકોને સાત દિવસથી 14 દિવસની એફડી પર 2.50 ટકા વ્યાજ આપે છે. આ ઉપરાંત સીનિયર સિટીઝન્સને 3.0 ટકા વ્યાજ મળે છે.
HDFC Bankમાં સાત દિવસથી 14 દિવસની એફડી કરવા પર 2.50 ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને ત્રણ ટકા વ્યાજ મળે છે.
5) બેંક ઑફ ઇન્ડિયા- Bank of India
બેંક ઑફ ઇન્ડિયામાં સામાન્ય નાગરિકો માટે સાત દિવસની એફડી પર ત્રણ ટકા વ્યાજ મળે છે. જ્યારે સીનિયર સિટીઝન્સને એફડી પર 3.50 ટકા વ્યાજ મળે છે.
6) પીએનબી અને પંજાબ એન્ડ સિંધ બેંક- PNB & Punjab & Sind Bank
આ ઉપરાંત પીએનબી અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં પણ સામાન્ય નાગરિકો માટે ત્રણ ટકા વ્યાજ મળે છે. જ્યારે સિનીયર સિટીઝન્સ માટે બેંક સાત દિવસની એફડી પર 3.50 ટકા વ્યાજ ઑફર કરે છે.