Home /News /business /

રતન ટાટાને મહિલાએ કહ્યા 'છોટૂ', ટાટાએ આપ્યો અનોખો જવાબ

રતન ટાટાને મહિલાએ કહ્યા 'છોટૂ', ટાટાએ આપ્યો અનોખો જવાબ

રતન ટાટા (ફાઇલ તસવીર)

ગત દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર રતન ટાટા (Ratan Tata)ના 10 લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. આ અંગે તેમણે ખુશી વ્યક્ત કરતા લોકોનો આભાર માન્યો હતો.

    મુંબઈ : સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ અનોખી છે. અહીં લોકો કઈ વાત પર કેવી કૉમેન્ટ કરી દે તેના વિશે કંઈ ન કહી શકાય. ગત દિવસોમાં ટાટા ટ્રસ્ટના માનદ ચેરમેન રતન ટાટા (Ratan Tata)ને એક મહિલાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર છોટૂ કહ્યા હતા. પછી શું. લોકોએ એ મહિલાને ટાર્ગેટ કરી હતી. આખરે રતન ટાટાએ એ તમામ લોકોને ચૂપ કરાવ્યા જેઓ, આ મહિલા વિશે મનફાવે તેવી કૉમેન્ટ કરી રહ્યા હતા.

    રતન ટાટાએ શું જવાબ આપ્યો?

    ગત દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર રતન ટાટા (Ratan Tata)ના 10 લાખથી વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. આ અંગે તેમણે ખુશી વ્યક્ત કરતા લોકોનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું, "આ અદભૂત ઓનલાઇન પરિવાર છે. હું ઇન્સ્ટાગ્રામ પર જોડાયો તેના પહેલા મેં આના વિશે વિચાર્યું ન હતું. આ માટે હું તમારા તમામ લોકોનો આભાર માનું છું. તમારી પાસેથી મને આ પ્લેટફોર્મ પરથી ઘણું બધું શીખવા મળ્યું છે."


    મહિલાએ અભિનંદન આપતા લખ્યું છોટૂ

    રતન ટાટાની આ પોસ્ટને આશરે સાડા ચાર લાખ કરતા વધારે લોકો લાઇક કરી ચુક્યા છે. લોકો તેમને સતત અભિનંદન પાઠવી રહ્યા છે. આ દરમિયાન એક યૂઝરે લખ્યું કે, 'છોટૂ અભિનંદન.' આ કૉમેન્ટ પછી આ મહિલાને અન્ય યૂઝર્સે ટાર્ગેટ કરી હતી. અમુક લોકોએ આવી કૉમેન્ટને વાંધાજનક, અપમાનજનક અને શરમજનક કહી હતી. બાદમાં આ અંગે ખૂદ રતન ટાટાએ જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું કે, "આપણે બધા એક નાના બાળક છીએ. આ યુવા મહિલાનું સન્માન કરવું જોઈએ."



    નોંધનીય છે કે 82 વર્ષના રતન ટાટા ઓક્ટોબર 2019માં ઇન્સ્ટાગ્રામ પર જોડાયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Instagram, Ratan Tata, Social media, Woman

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन