રતન ટાટાએ ખોલ્યું મોટું Secret, અનેક પ્રયાસ છતાં શા માટે તેમના લગ્ન ન થયા?

News18 Gujarati
Updated: March 4, 2020, 9:27 PM IST
રતન ટાટાએ ખોલ્યું મોટું Secret, અનેક પ્રયાસ છતાં શા માટે તેમના લગ્ન ન થયા?
રતન ટાટા (ફાઇલ તસવીર)

રતન ટાટાએ નેનો વિશે પણ મનખોલીને વાત કરી. તેમણે નિવૃત્ત જીવન વિશે પણ અનેક ચર્ચાઓ કરી. વાંચો ટાટાના જીવનની પ્રેરણાદાયી વાતો

  • Share this:
નવી દિલ્હી : દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Industrialist Ratan Tata)એ હ્યુમન્સ ઑફ બૉમ્બે સાથે પોતાના ત્રણ ભાગના ઇન્ટરવ્યૂનું સમાપન કરતા તેમના રિટાયરમેન્ટ (Retirement) પછીના જીવન વિશે વાતચીત કરી હતી. તેમણે આ ઇન્ટરવ્યૂમાં રહસ્યો ખોલ્યા હતા અને જણાવ્યું હતું કે શા માટે તેમણે આજીવન લગ્ન ન કર્યા, ઉપરાંત ટાટા નેનો (Tata Nano) બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો

રતન ટાટાએ (Ratan Tata) ઇન્ટરવ્યૂની શરૂઆતમાં 'મેં હંમેશા, મારું જીવન કંપની માટે અને તેના વ્યાપ માટે જીવ્યુ છે." રતન ટાટાએ આ વાત તેમના ઇન્ટરવ્યૂના પહેલાના ભાગથી શરૂ કરતી વખતે કહી હતી. અગાઉના ભાગમાં, તેમણે ટાટા જૂથના અધ્યક્ષ (Chairman of Tata Group) તરીકે તેમની નિયુક્તિ કેવી રીતે થઈ તેની પણ વાત કરી હતી.

આ ઘટનાથી પ્રભાવિત રતન ટાટાને ટાટા નેનોનો વિચાર આવ્યો

82 વર્ષીય રતન ટાટાએ કહ્યું કે સમાજને કઈક પરત આપવાનો વિચાર ટાટાના ડીએનએમાં શરૂઆતથી જોડાયેલો છે. તેમણે કહ્યું કે ઉદાહરણ તરીકે જમશેદપુર સાથે અમારૂં જોડાણ. અમને સમજાયું કે અમારા કર્મચારીઓ સારૂં કામ કરી રહ્યા છે પરંતુ આજુબાજુના ગામો હજી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તેથી તેમનું જીવનધોરણ ઉચું લાવવાનું પણ અમારું લક્ષ્ય છે'

આ પણ વાંચો :  Cryptocurrency પર સુપ્રીમનો મોટો ચુકાદો, હવે ભારતમાં Bitcoinનો ઉપયોગ કરી શકાશે

ટાટા સન્સના અધ્યક્ષ અધ્યક્ષે તેમની બ્રેઇનચાઇલ્ડ ટાટા નેનો કાર વિશે પણ વાત કરી, અને સમજાવ્યું કે શા માટે તેમણે સસ્તું વાહન બનાવવા માટે સંસાધનોમાં ભારે રોકાણ કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે જ્યારે તેમણે ભારે વરસાદમાં ચાર વ્યક્તિના પરિવારને મોટર સાયકલ પર જતા જોયો ત્યારે તેમને લાગ્યું કે તેમણે આ પરિવારો માટે પણ કંઇક કરવું જોઈએ, જે કોઈ વિકલ્પની શોધમાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.ટાટાએ કહ્યું- મને નેનો બનાવવાનો ગર્વ છે

રતન ટાટાએ કહ્યું, જ્યારે અમે નેનો શરૂ કરી ત્યારે તેની મેન્યુફેક્ચિરંગ કિંમત કારની બજાર કિંમત કરતાં વધારે હતી, પરંતુ મેં એક વચન આપ્યું હતું અને અમે તે વચન પાળ્યું. જ્યારે હું પાછું ફરીને જોઉં છું, ત્યારે આજે પણ મને તે કાર અને તેના વિશે મેં કરેલા નિર્ણય પર આગળ વધવાનો ગર્વ છે. ટાટા નેનોને 10 વર્ષ પહેલાં ભારતની સૌથી સસ્તી કાર તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે, કારનું વધુ વેચાણ થયું ન હતું અને અનેક કારના એંજિનમાં આગ લાગ્યા બાદ તેની સલામતી અંગે પણ અનેક સવાલો ઉભા થયા હતા.

આ પણ વાંચો :  પ્રેરણાદાયી કિસ્સો : 12 સાયન્સ પાસ ન કરી શકનાર નવસારીના ડૉક્ટર 27મી વાર બોર્ડની પરીક્ષા આપશે

કામને કારણે રતન ટાટા લગ્ન પણ કરી શક્યા નહીં

મારું જીવન હંમેશાં કામની આસપાસ ફરતું રહે છે - કાર્ય એ મારી જીવનશૈલી બની ગઈ. કાં તો હું હંમેશાં મારા બૉમ્બેના ઘરે હતો અથવા હું મુસાફરી કરતો હતો. મને લાગે છે કે આને લીધે, વ્યક્તિગત સ્તર પર મારા જુદા જુદા 2-3 પાર્ટનર સાથેના લગ્નની વાત અંતિમ તબક્કામાં પહોંચી હતી પરંતુ હું તે કરી શક્યો નહીં કારણ કે તેમણે મારી જીવનશૈલી અનુસાર બદલવું પડે તેવી સ્થિતિ હતી અને તે મારા વિચારો સાથે બંધ બેસતું નહોતું..
First published: March 4, 2020, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading