રતન ટાટાએ 18 વર્ષના યુવકના ફાર્મા સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું, બે વર્ષ પહેલા શરૂ થઈ હતી કંપની

રતન ટાટાએ 18 વર્ષના યુવકના ફાર્મા સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું, બે વર્ષ પહેલા શરૂ થઈ હતી કંપની
અર્જુન દેશપાંડે, રતન ટાટા

ઉદ્યોગપતિ રતન ટાટાએ 18 વર્ષના યુવકના સ્ટાર્ટઅપ 'જેનરિક આધારા'માં રોકાણ કર્યું, આ કંપની બે વર્ષ પહેલા જ શરૂ થઈ હતી.

 • Share this:
  નવી દિલ્હી : ઉદ્યોગપતિ રતન ટાટાએ (Ratan Tata) એક ફાર્મા સ્ટાર્ટઅપ જેનરિક આધાર (Generic Aadhaar)માં રોકાણ કર્યું છે. જેનરિક આધારના સ્થાપક અને સીઈઓ અર્જુન દેશપાંડે (CEO Arjun Deshpande) છે. અર્જુનની ઉંમર ફક્ત 18 વર્ષની છે. અર્જુને આ કંપની બે વર્ષ પહેલા શરૂ કરી હતી. જેનરિક આધારા દવાનો રેટેલમાં બિઝનેસ કરે છે. આ કંપની ઉત્પાદકો પાસેથી દવાની ખરીદી કરે છે અને રિટેલર્સને વેચે છે. રતન ટાટાએ આ સ્ટાર્ટઅપ કેટલું રોકાણ કર્યું છે તેને લઇને હાલ કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો.

  બિઝનેસ મોડ્યૂલ  કંપની દવાનો રિટેલ વેપાર કરે છે. કંપની ઉત્પાદકો પાસેથી સીધી જ દવાની ખરીદી કરી છે અને રિટેલર્સને તેનું વેચાણ કરે છે. આનાથી 16થી 20 ટકાનો જે હોલસેલ માર્જિન હોય છે તે ખતમ થઈ જાય છે. જેનરિક આધારે મુંબઈ પુણે, બેંગલુરુ અને ઓડિશામાં 30 ફાર્મા કંપની સાથે કરાર કર્યો છે. હાલ આ કંપનીની વાર્ષિક આવક 6 કરોડ રૂપિયા અને આગામી બે ત્રણ વર્ષમાં તેને 150-200 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.

  કંપનીનું કહેવું છે કે આગામી દિવસોમાં તે ગુજરાત, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, નવી દિલ્હી, ગોવા અને રાજસ્થાન જેવા રાજ્યમાં 1,000 ફાર્મસી સાથે ભાગીદારી કરશે અને સસ્તી દવા વેચશે. જેનરિક આધાર અસંગઠિત સેક્ટરને ટેક્નોલોજીના માધ્યમથી મદદ કરશે. કંપનીના 55 કર્મચારી છે, જેમાં ફાર્માસિસ્ટ, આઇટી એન્જીનિયર્સ અને માર્કેટિંગ નિષ્ણાતો સામેલ છે.

  અર્જુન દેશપાંડેનું કહેવું છે કે તેનું યુનિક બિઝનેસ મૉડલ બજારમાં હયાત તમામ કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થશે. અમારું લક્ષ્ય લાખો પરિવારોને સસ્તી હેલ્થકેર સેવા આપાનું છે. અમારું મિશન છે કે વૃદ્ધો અને પેન્શનધારકોને જરૂરી દવા ઓછામાં ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવી.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2020, 09:37 IST