Home /News /business /લાખો ફોલોઅર્સ છતાય Instagram પર માત્ર 1 પ્રોફાઈલને જ ફોલો કરે છે રતન ટાટા, જાણો કોણ છે તે?
લાખો ફોલોઅર્સ છતાય Instagram પર માત્ર 1 પ્રોફાઈલને જ ફોલો કરે છે રતન ટાટા, જાણો કોણ છે તે?
1 પ્રોફાઈલને જ ફોલો કરે છે રતન ટાટા
રતન ટાટા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતા નથી, પરંતુ તેઓ દેશના લગભગ દરેક વર્ગના લોકોને પસંદ કરે છે. આ જ કારણ છે કે, ટાટા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ઉદ્યોગપતિ છે. રતન ટાટાના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 8.5 મિલિયન છે.
નવી દિલ્હીઃ રતન ટાટા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતા નથી, પરંતુ તેઓ દેશના લગભગ દરેક વર્ગના લોકોને પસંદ કરે છે. આ જ કારણ છે કે, ટાટા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ઉદ્યોગપતિ છે. રતન ટાટાના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 8.5 મિલિયન છે. જો કે, તમે તે જાણીને હેરાન થઈ જશો કે, તેઓ ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક પ્રોફાઈલને ફોલો કરે છે. આવો જાણીએ આખરે ઈન્સ્ટાગ્રામ પર કોણ છે, તે વ્યક્તિ જેને ટાટા ફોલો કરે છે.
એક ચેરિટી સંસ્થાને કરે છે ફોલો
જાણકારી અનુસાર, રતન ટાટા એક ચેરિટી સંસ્થાને ફોલો કરે છે, ટાટા ટ્રસ્ટ રતન ટાટાના સંચાલન હેઠળ છે. તેની સ્થાપના 1919માં થઈ હતી. ટાટા ટ્રસ્ટ એ ભારતની સૌથી જૂની એન્ડોમેન્ટ ફાઉન્ડેશનોમાંની એક છે. જાણકારી અનુસાર, વર્ષ 1892માં જ ટાટા ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, જેથી કલ્યાણકારી કાર્યો માટે ધનની અછત ન સર્જાય. ટાટા ગ્રૂપની બધી જ કંપનીઓના મુખ્ય રોકાણકાર ટાટા સન્સ છે અને તેમની 66 ટકા ભાગીદારી ટાટા ટ્ર્સ્ટ પાસે છે. આ ભાગીદારીનું ડિવિડન્ડ ટ્રસ્ટની પાસે આવે છે, જેથી પરોપકાર માટે ધનની અછત ન થાય.
માત્ર ટાટા જ નહિ, તેના સંરક્ષણમાં ચાલનારું જેએન ટાટા એન્ડોમેન્ટ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ, સર રતન ટાટા ટ્રસ્ટ, લેડી ટાટા મેમોરિયલ ટ્રસ્ટ, લેડી મેહરબાઈ ડી. ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ, જેઆરજી અને થેલ્માં જે. ટાટા ટ્રસ્ટ વગેરે કેટલાક એવા નામો છે, જે દાયકાઓથી સ્વાસ્થ્ય, શિક્ષા, પર્યાવરણ રક્ષા, સામુદાયિક વિકાસ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. ટાટા ગ્રૂપે દેશની આઝાદીના ઘણા સમય પહેલા જ રાષ્ટ્ર વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતુ. એટલે જ તો જમશેદજી ટાટાએ વર્ષ 1898માં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. જેનો ઉદ્દેશ્ય વિજ્ઞાનની અત્યાધુનિકા શિક્ષા વ્યવસ્થા કરવી હતું.
આ ટ્રાસ્ટ માટે તે સમયે જમશેદજી એ તેમની અડધી સંપત્તિ દાનમાં આપી દીધી હતી. જેમાં મુંબઈની 14 બિલ્ડિંગ અને ચાર લેન્ડ પ્રોપર્ટી હતી. પછી આમાં મૈસુરના રાજા પણ જોડાયા અને તેમણે બેંગલોરમાં 300 એકર જમીન આપી. ત્યારે જઈને 1991માં તૈયાર થયું ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ, જેમાં વિશ્વસરવૈયા, સીવી રમન અને ડો.હોમી જહાંગીર ભાભા જેવા દિગ્ગજ જોડાયા. તે સમયે ઈન્ગલેન્ડમાં પણ આવી સંસ્થા ન હતી. સીવી પરને આ સંસ્થામાં કામ કરતા 1930મા ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવ્યો. તેનાથી જ અંદાજ લગાવી શકાય કે, ત્યાં કેવા પ્રકારની સંશોધન સુવિધા હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર