ભારતીય કંપનીઓ દ્વારા છટણી કરવા પર નારાજ રતન ટાટાએ કહ્યું - 'લીડરમાં સહાનુભૂતિ નથી બચી'

News18 Gujarati
Updated: July 24, 2020, 6:42 PM IST
ભારતીય કંપનીઓ દ્વારા છટણી કરવા પર નારાજ રતન ટાટાએ કહ્યું - 'લીડરમાં સહાનુભૂતિ નથી બચી'
રતન ટાટા (ફાઇલ તસવીર)

"આ સંકટના સમયે આપણે તેમને સપોર્ટ કરવાના બદલે બેરોજગાર કરી રહ્યા છે." : રતન ટાટા

  • Share this:
ટાટા જૂથના વડા (Tata Group Patriarch) રતન ટાટા (Ratan Tata)એ ગુરુવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોવિડ 19 મહામારી (Covid 19 Pandemic)ના કારણે ભારતીય કંપનીઓ જે છટણી એટલે કે લોકોને નોકરીઓથી નીકાળી રહી છે તે યોગ્ય નથી. તેમણે આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કોરોના વાયરસ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો પ્રત્યે કંપનીની એક જવાબદારી બને છે. ભારતીય કંપનીઓ દ્વારા નોકરીથી નીકાળવાની અનેક ઘટનાઓ સામે આવ્યા પર તેમણે કહ્યું કે તેવું લાગે છે કે કંપનીઓની ટૉપની લીડરશીપમાં હવે સહાનુભૂતિની અછત ઊભી થઇ છે.
રતન ટાટાએ ન્યૂઝ વેબલાઇટ યોરસ્ટોરીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ લોકો તેમનું પૂરી કેરિયર આ કંપનીમાં લગાવી દીધું. આ સંકટના સમયે આપણે તેમને સપોર્ટ કરવાના બદલે બેરોજગાર કરી રહ્યા છે. ભારતના પ્રમુખ ઉદ્યોગપતિએ કહ્યું કે ઉદ્યમીઓ અને કંપનીઓ માટે લાંબા સમય સુધી કામ કરવા અને સારા પ્રદર્શન આપ્યા પછી કર્મચારી પ્રતે કંપનીની સંવેદનશીલતા સર્વોપરી હોવી જોઇએ.

ટાટાએ કહ્યું કે કોરોના મહામારી વખતે તમે તમારા કર્મચારીઓ સાથે આવું વર્તન કરો છો તો ક્યાં ગઇ તમારી નૈતિકતા? વેપારને લઇને તેમણે પોતાના વિચારો જણાવતા કહ્યું કે ખાલી નફો કમાવવું તે જ વેપાર નથી. તે પણ જરૂરી છે કે જે સ્ટેકહોલ્ડર્સ, કસ્ટમર્સ અને કર્મચારી છે તેને પણ તમે એકબીજાથી જોડા. અને તેમના હિતોનું પણ ધ્યાન રાખો.

વધુ વાંચો :  હવે ઓનલાઇન ખરીદી કરવી બનશે સરળ, Jio Mart App ગૂગલ એન્ડ્રોઇડ પ્લેસ્ટોર અને iOS પર રજૂ થઇ

ઉલ્લેખનીય છે કે ટાટા સમૂહે કોરોનાના આ સંકટ દરમિયાન સીનિયર મેનેજમેન્ટથી સેલેરીમાં 20 ટકા સુધીનો પગાર કાપ લેવાનો નિર્ણય લીધો છે. પણ એરલાઇન્સથી લઇને ઓટો બિઝનેસ સુધી કોઇ પણ વ્યક્તિની કોઇ પણ સેક્ટરમાંથી છટણી નથી થઇ. ટાટા ગ્રુપે કોરોના સંકટ સમયે કેન્દ્ર સરકાર અને પીએમ કેર ફંડમાં પણ 1,500 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું છે.
તેમણે કહ્યું કે કંપની નફો કમાય તેમાં કંઇ ખોટું નછી પણ આ કામમાં નૈતિકતા પણ હોવી જરૂરી છે. આ સવાલ ખૂબ જ જરૂરી છે કે તમે નફો કમાવવા શું કરી રહ્યા છે? વધુમાં રતન ટાટાએ કહ્યું કે કોરોના સમયે નોકરીઓથી લોકોને નીકાળી દેવા તે કોઇ ઉકેલ નથી. પણ તે લોકો માટે તમારી એક જવાબદારી બને છે. અને આવી કંપની વધુ દિવસ સુધી સર્વાઇવ નહીં કરી શકે.
Published by: Chaitali Shukla
First published: July 24, 2020, 6:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading