મુંબઈ: ડોલી ખન્ના (Dolly Khanna news) દેશના ખૂબ જાણીતા મૂડી રોકાણકાર (investor) છે. તેઓ રામા ફોસ્ફેટ્સના શેર (Rama Phosphates shares)માં તેજીની અપેક્ષા રાખે છે. જેથી તેમણે પોતાના પોર્ટફોલિયો (Dolly Khanna portfolio)માં ઓક્ટોબરથી ડિસેમ્બર 2021ના ક્વાર્ટર દરમિયાન કંપનીમાં શેર હોલ્ડિંગ 1.89 ટકાથી વધારીને 2.29 ટકા કરી દીધું છે. તેઓ આ શેરમાં બુલિશ (Bullish) છે. ડોલી ખન્નાએ જૂન 2021માં પોર્ટફોલિયોમાં આ સ્ટોક ઉમેર્યો હતો. ત્યારથી કંપનીમાં પોતાનો હિસ્સો વધારી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 2021ના મલ્ટીબેગર શેરોમાં સામેલ (Multibagger stock 2021) થઈ ગયો છે. છેલ્લા એક વર્ષમાં રામા ફોસ્ફેટ્સના શેરનો ભાવ રૂ. 93.30થી વધીને રૂ. 348.10 થયો છે, જે આશરે 275 ટકાનો વધારો ગણી શકાય.
ડોલી ખન્નાની ભાગીદારી
ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટરની રામા ફોસ્ફેટ્સ શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર ડોલી ખન્ના રામા ફોસ્ફેટ્સના 4,04,947 શેર ધરાવે છે, જે કંપનીની કુલ જાહેર કરવામાં આવેલી પેઇડ-અપ મૂડીના 2.29 ટકા છે. જોકે, Q2FY22 ક્વાર્ટર માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2021-22ના ક્વાર્ટર 3ના સમયગાળા દરમિયાન ડોલી ખન્ના કંપનીમાં 3,34,596 શેર અથવા 1.89 ટકા હિસ્સો ધરાવતા હતા.
ડિસેમ્બર ક્વાર્ટરમાં વધારી ભાગીદારી
બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન ડોલી ખન્નાએ કંપનીમાં 70,351 શેર અથવા 0.40 ટકા ઇક્વિટી ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે, ડોલી ખન્નાનું નામ પહેલીવાર જૂન 2021ના ક્વાર્ટરમાં કંપનીના શેરહોલ્ડરોની યાદીમાં બહાર આવ્યું હતું.
તેઓ જૂન 2021 ના ત્રિમાસિક ગાળામાં કંપનીમાં લગભગ 1.8 ટકા જેટલો હિસ્સો ધરાવતા હતા. જે સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં 1.89 ટકા થઈ ગયો હતો. હવે ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં તેમણે કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. જેના પરથી ફલિત થાય છે કે રામા ફોસ્ફેટ્સના શેરના સંદર્ભમાં તેઓ વધુ બુલિશ થઈ રહ્યા છે.
છેલ્લા એક મહિનામાં ડોલી ખન્નાના આ પોર્ટફોલિયો સ્ટોકમાં તેના શેરહોલ્ડરોને 7 ટકાથી વધુ વળતર આપવામાં આવ્યું છે. જ્યારે તેમણે છેલ્લા 6 મહિનામાં 10 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં રામા ફોસ્ફેટ્સના શેરનો ભાવ રૂ. 93.30થી વધીને રૂ. 348.10 થયો છે, જે આશરે 275 ટકાનો વધારો ગણી શકાય.
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ફક્ત માહિતી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર