Home /News /business /

#Rakshabandhan: ભાઈ-બહેનની આ જોડીએ ઘરના ખૂણામાં શરુ કર્યો આ બિઝનેસ, આજે કરોડોમાં થઈ રહી છે કમાણી

#Rakshabandhan: ભાઈ-બહેનની આ જોડીએ ઘરના ખૂણામાં શરુ કર્યો આ બિઝનેસ, આજે કરોડોમાં થઈ રહી છે કમાણી

આ ભાઈ-બહેનની જોડી છે- આયુષ અને આંચલ પોદ્દારની. તેમનું ઇ-કોમર્સ સ્ટાર્ટઅપ ‘ધ મેસી કોર્નર’ છે. (ફાઇલ તસવીર)

Raksha Bandhan 2021: આંચલ અને આયુષ- બહેન અને ભાઈની આ જોડીએ The Messy Corner સ્ટાર્ટઅપથી કરી દીધો કમાલ

  મુંબઈ. આજે રક્ષાબંધન (Raksha Bandhan)નો તહેવાર છે. ભાઈ-બહેન માટે આ દિવસ ખૂબ ખાસ છે. જ્યારે દિવસ ખૂબ ખાસ (Rakshabandhan Festival) છે તો વાતો પણ ખાસ હોવી જોઈએ. આજે અમે આપને એવા ભાઈ-બહેનના સ્ટાર્ટઅપની વાત જણાવી રહ્યા છીએ જેઓએ બચતના પૈસાથી પોતાનો કારોબાર (Own business) શરુ કર્યો અને આજે કરોડોમાં કમાણી કરી (Earning money) રહ્યા છે. આ ભાઈ-બહેન (Brother-sister)ની જોડી છે- આયુષ અને આંચલ પોદ્દારની. તેમનું ઇ-કોમર્સ સ્ટાર્ટઅપ ‘ધ મેસી કોર્નર’ (The Messy Corner) છે. પર્સનલાઇઝ્ડ ગિફ્ટિંગ સ્ટાર્ટઅપ ધ મેસી કોર્નરની પોતાની યાત્રા અને લાઇફસ્ટાઇલની એક્સરીઝ માટે પ્રચલિત છે. કોરોનાવાયરસ દરમિયાન મુંબઈ (Mumbai) સ્થિત આ સ્ટાર્ટઅપ (Startup idea)એ પોતાની પ્રોડક્ટસને ઇનોવેટિવ રીતે રજૂ કરી. આવો જાણીએ તેમની સફળતાની કહાણી...

  10 લાખ રૂપિયામાં શરૂ કર્યો આ કારોબાર

  ધ મેસી કોર્નર (TMC)ની સ્થાપના 2015માં ભાઈ-બહેન આયુષ પોદ્દાર (Aayush Poddar)અને આંચલ પોદ્દાર (Aanchal Poddar)એ કરી છે. આયુષ 34 વર્ષના છે અને મુંબઈ યુનિવર્સિટીથી માર્કેટિંગમાં MBA છે. બીજી તરફ, તેમની બહેન આંચલ બ્રિટનની બાથ યુનિવર્સિટીથી માર્કેટિંગમાં માસ્ટર્સ છે. આ બંનેએ પોતાની બચતથી આ કારોબાર શરૂ કર્યો. તેને તેમણે પોતાના ઘરમાં જ શરુ કરી દીધો. યોર સ્ટોરીને આપેલા ઇન્ટરવ્યૂમાં આંચલ જણાવે છે, અમે અમારું સ્ટાર્ટઅપને ઘરે જ શરૂ કર્યું. અમારી માતા રૂમની સાફ-સફાઈ માટે અમારી પર ગુસ્સે થતી હતી અને અમે પ્રયાસ કરતા હતા, પરંતુ મિનિટોમાં જ ફરીથી બધી ગડબડ થઈ જતી હતી. તેથી અમે કંપનીનું નામ ધ મેસી કોર્નર રાખવાનો નિર્ણય કર્યો.

  ધ મેસી કોર્નરની પ્રોડક્ટ રેન્જ.


  તેઓ જણાવે છે કે લગભગ 10 લાખ રૂપિયાના રોકાણથી અમે અમારો કારોબાર શરૂ કર્યો છે. હાલમાં અમારી પાસે 20 લોકોની ટીમ છે. તેઓ જણાવે છે કે, અમે દિવસ દરમિયાન બિઝનેસ પાર્ટનર અને રાત્રે ભાઈ-બહેન હોઈએ છીએ.

  આ પણ વાંચો, Amazonની ‘સિક્રેટ વેબસાઈટ’ પરથી ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદો પ્રોડક્ટ્સ, પસંદ ના આવે તો 30 દિવસમાં કરો રિટર્ન

  કેવી રીતે થાય છે કારોબાર?

  નોંધનીય છે કે, આ સ્ટાર્ટઅપ ટ્રાવેલ, લાઇફસ્ટાઇલ, સ્ટેશનરી અને ટેક્નોલોજી સામાન જેવી કેટેગરીના પ્રોડક્ટ્સને તૈયાર કરે છે. તેમના તમામ પ્રોડક્ટ્સની કિંમત 299 રૂપિયાથી 3,999 રૂપિયાની વચ્ચે છે. આ સ્ટાર્ટઅપ પોતાની પ્રોડક્ટ્સને ઇન-હાઉસ ડિઝાઇન કરે છે. મુંબઈ, દિલ્હી અને ચેન્નઈમાં સ્થાનિક બજારોથી કાચોમાલનો સ્ત્રોત છે અને મુંબઈના વસઈમાં TMCના કારખાનામાં પ્રોડક્ટ્સ તૈયાર થાય છે. આયુષ અને આંચલના જણાવ્યા મુજબ, આ પર્સલાઇઝેશનની પ્રક્રિયા ત્યારે શરૂ કરે છે જ્યારે તેમની પાસે ઓર્ડર આવે છે.

  આ પણ વાંચો, Petrol Diesel Price Today: રક્ષાબંધનના દિવસે સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

  એ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રોડક્ટ્સને હેન્ડક્રાફ્ટ કરવામાં આવે છે જેનાથી ગુણવત્તા અને પેકિંગ સુનિશ્ચિત થાય છે. આજે કંપનીની પાસે લગભગ 1.5 લાખનો યૂઝર બેઝ છે. સ્ટાર્ટઅપે અત્યાર સુધી બે લાખથી વધુ ઓર્ડર પૂરા કર્યા છે, જેમાં લગભગ ચાર લાખ આઇટમ સામેલ છે. સંસ્થાપક ભાઈ-બહેનનો દાવો છે કે સ્ટાર્ટઅપે નાણાકીય વર્ષ 2015માં 6 કરોડ રૂપિયાનો રેવન્યૂ નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 2021 માટેનું લક્ષ્ય 10-20 કરોડ રૂપિયાનો છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Business idea, Earn money, Raksha bandhan, Raksha Bandhan 2021

  આગામી સમાચાર