Home /News /business /STOCK MARKET: રાકેશ ઝુનઝુનવાલાના ફેવરિટ સ્મોલકેપ શેરમાં 33 ટકાનો વધારો, પત્ની રેખા ઝુનઝુનવાલાએ વેચ્યો હિસ્સો

STOCK MARKET: રાકેશ ઝુનઝુનવાલાના ફેવરિટ સ્મોલકેપ શેરમાં 33 ટકાનો વધારો, પત્ની રેખા ઝુનઝુનવાલાએ વેચ્યો હિસ્સો

ઝુનઝુનવાલા

ભારતીય શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને દિવંગત રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાએ સોમવારે એક સ્મોલકેપ શેરની પોતાની મોટી હિસ્સેદારી વેચી છે.

    ભારતીય શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને દિવંગત રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાએ સોમવારે એક સ્મોલકેપ શેરની પોતાની મોટી હિસ્સેદારી વેચી છે. બલ્ક ડીલના ડેટા અનુસાર, રેખાએ સ્મોલકેપ કંપની બિલકેર લિમિટેડ (Bilcare Limited)નો પોતાનો હિસ્સો વેચ્યો હતો.

    રેખા ઝુનઝુનવાલાએ ફાર્માસ્યુટિકલ પેકેજિંગ રિસર્ચ સોલ્યુશન્સ કંપનીના 135,994 શેર સરેરાશ રૂ. 41.78 પ્રતિ શેરના ભાવે વેચ્યા હતા. રૂ. 56,81,829.32ની આ ડીલ સોમવારે થઈ હતી. શુક્રવારે બિલકેર લિમિટેડનો શેર રૂ. 46.05 પર બંધ થયો હતો. સોમવારે આ સ્મોલકેપ કંપનીના શેર રેખાએ 9 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પર વેચ્યો હતો.

    સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેર 9.01 ટકા ઘટીને રૂ. 41.90 પર બંધ થયો હતો. સોમવારે કાઉન્ટર પર લગભગ 5.96 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું.

    કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 98.65 કરોડ છે. બિલકેર લિમિટેડનો શેર 18 જાન્યુઆરી, 2022ના રોજ તેની 52-સપ્તાહની ઉચ્ચતમ સપાટી રૂ. 114.35 સ્પર્શી હતી, જ્યારે 23મી ડિસેમ્બર, 2022ના રોજ તેની 52-સપ્તાહની નીચલી સપાટી રૂ. 31.10 સ્પર્શી હતી.

    સતત છ દિવસની સ્મોલકેપ સ્ટોક બિલકેર લિમિટેડની તેજી પર સોમવારે બ્રેક લાગી હતી. આ મોટી બ્લક ડીલને કારણે તેજીનો સિલસિલો અટકયો હતો. જોકે મહત્વની વાત એ છે કે આ સમયગાળામાં શેરમાં 33 ટકાનો વધારો થયો હતો એટલે કે તક લઈને રેખા ઝુનઝુનવાલાએ ચોક્કો માર્યો છે.

    કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આવકમાં વાર્ષિક ધોરણે 42%નો વધારો નોંધાવ્યો હતો અને રેવન્યુ રૂ. 151 કરોડ રહી હતી. જોકે કંપનીને એક વર્ષ અગાઉના સમયગાળામાં થયેલ રૂ. 22 કરોડના નફાની સામે આ વર્ષે રૂ. 6.8 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી.

    તાજેતરમાં રેખા ઝુનઝુનવાલાએ 31 ડિસેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન જાહેર ક્ષેત્રની બેંક કેનેરા બેંકમાં વધુ હિસ્સો ખરીદ્યો છે. આ PSU બેંકિંગ શેરે 2022ના અસ્થિર વર્ષમાં ડબલ ડિજિટ વળતર રોકાણકારોને આપ્યું છે.

    આ પણ વાંચો: BUDGET: બજેટ અગાઉ મોદી સરકારની દેશવાસીઓને ભેટ! આ રીતે ખર્ચ કરશો તો પાછા મળશે રૂપિયા! 2600 કરોડની સ્કીમ

    કેનેરા બેંકમાં રેખા ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ 3,75,97,600 ઇક્વિટી શેર અથવા 2.07% હતું. સપ્ટેમ્બર 2022ના ક્વાર્ટરની સરખામણીમાં કેનેરા બેંકમાં રેખાએ પોતાનો હિસ્સો 0.59 ટકા વધાર્યો છે, જ્યારે તેમનું શેરહોલ્ડિંગ 1.48 ટકા હતું.

    " isDesktop="true" id="1318123" >

    Trendlyneના ડેટા મુજબ FY23ના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઝુનઝુનવાલાની શેરોમાં નેટવર્થ નજીવી વધીને રૂ. 33,230.35 કરોડ થઈ હતી. જાન્યુઆરી 2023માં અત્યાર સુધીમાં સંપત્તિ રૂ. 33,061.17 કરોડની આસપાસ છે. મૂલ્યની દ્રષ્ટિએ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટાઇટન, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ, મેટ્રો બ્રાન્ડ્સ, ટાટા મોટર્સ અને કેનેરા બેંક ટોચના 5 શેરો છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Business, Business gujarati news, Rakesh Jhunjuhnwala

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन