Home /News /business /Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની આ કંપનીમાં કર્યું પ્રોફિટ બુકિંગ, મોટો હિસ્સો વેચી દીધો
Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની આ કંપનીમાં કર્યું પ્રોફિટ બુકિંગ, મોટો હિસ્સો વેચી દીધો
રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)
Rakesh Jhunjhunwala: ટાટા મોટર્સ ડીવીઆરના જાન્યુઆરી-માર્ચ 2022ની ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 1,50,00,000 શેર અથવા કુલ પેડ અપ કેપીટલની 2.95 ટકા ભાગીદારી હતી.
મુંબઇ. Rakesh Jhunjhunwala portfolio: રશિયા-યુક્રેન સંકટ (Russia-Ukraine crisis) અને વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારીની સીધી અસર ભારતીય શેર બજાર (Indian stock market) પર પડી રહી છે. જેના પગલે ભારતીય શેર બજારમાં ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે તાજેતરમાં પૂર્ણ થયેલા માર્ચ ત્રિમાસિકમાં દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલાએ અન્ય કંપનીઓમાં પણ પોતાના હિસ્સામાં વધારો ઘટાડો કર્યો છે.
લાઇવમિન્ટના એક રિપોર્ટ પ્રમાણે ભારતના વોરન બફેટ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાએ માર્ચ ત્રિમાસિક દરમિયાન પોતાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર કર્યો છે. આ જ કડીમાં રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં ટાટા મોટર્સ ડીવીઆર (Tata Motors DVR) શેરમાં આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું છે. આ દરમિયાન તેમણે ટાટા ગ્રુપના આ શેરમાં પોતાની ભાગીદારી 3.93 ટકાથી ઘટાડીને 2.95 ટકા કરી છે.
ટાટા મોટર્સ ડીવીઆરના જાન્યુઆરી-માર્ચ 2022ની ત્રિમાસિક શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 1,50,00,000 શેર અથવા કુલ પેડ અપ કેપીટલની 2.95 ટકા ભાગીદારી હતી. જોકે, ડિસેમ્બર, 2021ની શેર હોલ્ડિંગ પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સ ડીવીઆરના 2,00,00,000 શેર અથવા 3.93 ટકા ભાગીદારી હતી. તેનો મતલબ એવો થયો કે રાકેશ ઝુનઝુનવાલાએ જાન્યુઆરી-માર્ચ 2022 ત્રિમાસિકમાં ટાટા જૂથની આ કંપનીના 50,00,000 શેર વેચીને આંશિક પ્રોફિટ બુકિંગ કર્યું છે.
શું એક સાથે ભાગીદારી વેચી?
જોકે, એ વાત માલુમ પડી નથી કે રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપનીમાં 0.98 ટકા ભાગીદારી એક સાથે વેચી દીધી છે કે ધીમે ધીમે વેચી છે. કારણ કે લિસ્ટેડ કંપની શેરહોલ્ડિંગ પેટર્નમાં શેરની ખરીદી અને વેચાણની વિસ્તારથી માહિતી આપવામાં આવતી નથી.
બિગ બુલ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ માર્ચ ત્રિમાસિકમાં જુબિલન્ટ ફાર્મોવા કંપનીમાં પોતાની ભાગીદારી વધારીને 6.8 ટકા કરી છે, ડિસેમ્બર ત્રિમાસિકના અંતમાં આ કંપનીમાં તેમની ભાગીદારી 6.3 ટકા હતી. આ ઉપરાંત તેમણે કેનરા બેંકમાં તેમનો ભાગીદારી વધારીને બે ટકા કરી છે, ડિસેમ્બર ત્રિમાસિકમાં તેમની ભાગીદારી 1.6 ટકા હતી. બીજી બાજુ એક્સોકર્ટ્સમાં તેમણે પોતાની ભાગીદારી 5.2 ટકાથી ઘટાડીને 1 ટકા કરી છે. આ ઉપરાંત વોકહાર્ટમાં પણ તેમણે પોતાની ભાગીદારી 2.3 ટકાથી ઘટાડીને 2.1 ટકા કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર