Home /News /business /Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની પસંદગીની કંપનીમાં ઘટાડ્યો હિસ્સો, જાણો વિગત

Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા જૂથની પસંદગીની કંપનીમાં ઘટાડ્યો હિસ્સો, જાણો વિગત

ટાઇટન કંપની શેર

Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ડિસેમ્બર ત્રિમાસિકમાં જ ટાઇટન કંપનીમાં પોતાની હિસ્સો વધારીને 4.02 ટકા કર્યો હતો. આ પહેલા સપ્ટેમ્બર 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 3.8 ટકા હતી.

મુંબઇ. Rakesh Jhunjhunwala Portfolio: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ નાણાકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક દરમિયાન ટાટા જૂથની કંપની ટાઈટન કંપની (Titan company)માં પોતાનો હિસ્સો ઓછો કર્યો છે. ટાઈટન લિમિટેડ ટાટા જૂથની ફ્લેગશિપ કંપનીઓમાંની એક છે. 32 માર્ચ સુધીની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,53,10,395 શેર અથવા કંપનીમાં 3.98 ટકા ભાગીદારી હતી. જ્યારે ડિસેમ્બર ત્રિમાસિકમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીમાં 4.02 ટકા ભાગીદારી હતી. એટલે કે રાકેશ ઝુનઝુનવાલાએ પોતાનો હિસ્સો ઓછો (Rakesh Jhunjhunwala stake in Titan company) કર્યો છે.

આ વર્ષે ટાઇટન કંપનીના શેર 2.5 ટકા તૂટ્યા


બુધવારે ટાઇટન કંપનીનો શેર 1.07 ટકા તૂટીને 2,461.50 રૂપિયાના ભાવ પર બંધ રહ્યો હતો. ગુરુવાર અને શુક્રવારે શેર બજાર બંધ હતું. ટાઇટન કંપનીના શેર વર્ષ 2022માં અત્યારસુધી 2.47 ટકા તૂટ્યા છે. રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીની 1.07 ટકા ભાગીદારી છે. માર્ચ ત્રિમાસિકમાં તેમની ભાગીદારીમાં કોઈ જ ફેરફાર થયો નથી. એટલે કે તેમણે પોતાનો હિસ્સો જાળવી રાખ્યો છે.

ડિસેમ્બર ત્રિમાસિકમાં વધાર્યો હતો હિસ્સો


આ ખરેખર રસપ્રદ છે કે રાકેશ ઝુનઝુનવાલાએ ડિસેમ્બર ત્રિમાસિકમાં જ ટાઇટન કંપનીમાં પોતાનો હિસ્સો વધારીને 4.02 ટકા કર્યો હતો. આ પહેલા સપ્ટેમ્બર 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 3.8 ટકા હતી.

રાકેશ ઝુનઝુનવાલા પોતાના અને તેમના પત્નીના નામે રોકાણ કરે છે. તેઓ એક ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને રેર એન્ટરપ્રાઇઝ નામની એક અસેટ પેઢીનું સંચાલન કરે છે. તેમના પોર્ટફોલિયો અને રોકાણ પર રોકાણકારો નજર રાખતા હોય છે. રાકશ ઝુનઝુનવાલાને ભારતના બિલ બુલ અને વોરન બેફેટ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: એચડીએફસી સિક્યોરિટીઝ આ 8 રિયલ્ટી શેર માટે બુલિશ

ટાઇટન કંપનીના બિઝનેસ અપડેટ


ટાઇટન કંપનીએ તાજેતરમાં જ બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે. જે પ્રમાણે જ્વેલરી બિઝનેમનું વૉલ્યૂમ માર્ચ ત્રિમાસિકમાં ચાર ટકા ઘટ્યું છે. જાન્યુઆરીમાં લૉકડાઉનને પગલે મોંઘા સોનાની અસર કંપની પર પડી છે. આ ઉપર ગત વર્ષના ઊંચા બેઝની પણ અસર પડી છે. જોકે, કંપનીના જ્વેલરી બિઝનેસમાં બે વર્ષના CAGR આધારે બે ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ચાલુ નોકરી કે નોકરી બદલતી વખતે લીવ એન્કેશમેન્ટ પર આવકવેરાના નિયમો સમજો

CLSAનો ટાઇટન પર અભિપ્રાય


બ્રોકરેજ હાઉસ CLSA તરફથી ટાઇટનના શેરને અંડરપરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. આ માટે બ્રોકરેજ તરફથી 2,540 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે માંગ મજબૂત છે. વાર્ષિક આધારે ચોથા ત્રિમાસિકમાં આવકમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે EBIDTA માર્જિન 13.2 ટકા રહેવાની આશા છે. વાર્ષિક આધારે અર્નિંગ ગ્રોથ 15 ટકા રહેવાની આશા છે. મેનેજમેન્ટને આશા છે કે ભવિષ્યમાં માંગમાં વધારો થશે.
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock market, Tata group

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો