Home /News /business /અહીં જ નહીં અટકે તેજી, ભારતીય માર્કેટમાં અભી નહીં તો કભી નહીં : બિગબુલ ઝૂનઝૂનવાલા

અહીં જ નહીં અટકે તેજી, ભારતીય માર્કેટમાં અભી નહીં તો કભી નહીં : બિગબુલ ઝૂનઝૂનવાલા

અહીં જ નહીં અટકે તેજી, ભારતીય માર્કેટમાં અભી નહીં તો કભી નહીં : બિગબુલ ઝૂનઝૂનવાલા

ભારતીય શેરબજારના બિગબુલ ગણાતા રાકેશ ઝૂનઝૂનવાલા ઘણા જ ઉત્સાહી છે અને તેજીનો આ આખલો હજુ ઘણો આગળ જશે તેવો વિશ્વાસ પ્રગટ કર્યો છે

  નવી દિલ્હી : ભારતીય શેરબજાર આજે ફરીથી 50,000ના લેવલની ઉપર બંધ રહ્યું છે. જોકે શેરબજારમાં આ તેજી કેટલી ચાલશે તે અંગે ઘણા રોકાણકારો મૂંઝવણમાં છે. ત્યારે ભારતીય શેરબજારના બિગબુલ ગણાતા રાકેશ ઝૂનઝૂનવાલા ઘણા જ ઉત્સાહી છે અને તેજીનો આ આખલો હજુ ઘણો આગળ જશે તેવો વિશ્વાસ પ્રગટ કર્યો છે.

  ઝૂનઝૂનવાલા જણાવે છે કે, જો તમે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો હાલથી વધુ સારો સમય બીજો ન હોઇ શકે અને બજેટના દિવસે જોવા મળેલી તેજીથી એવું ન માનો કે રોકાણનો સમય વિતી ગયો કારણ કે શેરબજારનો શ્રેષ્ઠત્તમ સમય આવવાનો હજી બાકી છે. સરકારને વિકાસ સમર્પિત બજેટના અભિનંદન આપતા તેમણે કહ્યુ કે, તેનાથી ભારત ઝડપથી ડબલ ડિજિટનો ઇકોનોમિક ગ્રોથ હાંસલ કરવા તૈયાર થઇ જશે.

  રાકેશ ઝૂનઝૂનવાલા (Rakesh Jhunjhunwala)એ કહ્યું હતું કે આંકડાઓના નિરિક્ષણ પરથી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આનાથી વધુ શ્રેષ્ઠ સમય અન્ય કોઇ ન હોઇ શકે કારણ કે તે તેજીના પંથે છે. દલાલ સ્ટ્રીટે પહેલાથી બધુ ડિસ્કાઉન્ટ કરી દીધુ છે અને હવે બજેટ દરખાસ્તોથી ફાયદો થવાની સંભાવના હોય તેવા સેક્ટરોમાં રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરે તે સારું રહેશે.

  આ પણ વાંચો - 2000ની ફાટેલી નોટના બદલે બેંક આપે છે આટલા રૂપિયા, જાણો કેવી રીતે અને ક્યાં બદલાય ફાટેલી નોટ

  “માર્કેટમાં તેજી બ્રોડ-બેઝ્ડ છે અને બજેટમાં વૃદ્ધિલક્ષી દરખાસ્તોથી અર્થતંત્રના વિવિધ મુખ્ય ક્ષેત્રોના મૂળને મજબૂત કરશે, જેણે આત્મનિર્ભરતા અને પરિવર્તન પર સૌથી વધુ ભાર મૂક્યો છે, જે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક છે. એવુ ”એમકી વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ ડો. જોસેફ થોમસે જણાવ્યું હતું.

  દલાલ-સ્ટ્રીટને સૌથી મોટો ડર કોરોના મહામારીને પગલે કોઈ નવો ટેક્સ જાહેર થવાનો હતો. પરંતુ સરકારે આવું કોઇ પગલું ભર્યુ નથી જેનાથી લોકોના હાથમાં ખર્ચપાત્ર આવક આવે છે અને કોર્પોરેટ્સ માટે રોકડ પ્રવાહ કે જે વપરાશને વેગ આપે છે.

  તેમાં કોઈ શંકા નથી કે નાણાં પ્રધાને તમામ પરિમાણોને ચકાસી લીધા છે પરંતુ મુખ્ય જોખમ અમલીકરણનો છે. બજેટમાં મેક ઈન ઈન્ડિયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તાસભર આરોગ્ય, રિયલ એસ્ટેટ પાછળ ગુણવત્તાયુક્ત ખર્ચ, જે રોજગારી સર્જનના મુખ્ય ક્ષેત્રો છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.

  રોકાણકારોએ શું કરવું?

  - વર્ષ 2021નું બજેટ એ ભારત સરકારનું એક સાહસિક બજેટ હતુ અને રોકાણકોરની માટે ઇક્વિટી પર વધારે ભાર મૂકી પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો શ્રેષ્ઠ છે.

  - માર્ચ-2020 પછી શરૂ થયેલી રિસ્ક-ઓન-રેલી વધુ લંબાઈ શકે છે કારણ કે ભારત તે માર્ગે આગળ વધશે, જે તેને ડબલ ડિજિટની વૃદ્ધિ તરફ લઈ જશે.

  - ભારતીય કંપનીઓના કમાણીના સંદર્ભમાં સમાન ગતિ જોઇ રહ્યા છે અને તેઓ માર્કેટમાં બુલરનને ચાલક તરીકે રાખવાનો પ્રયત્ન કરશે.
  " isDesktop="true" id="1069235" >

  “રિ-રેટિંગની ગેમ આ વખતે પહેલેથી જ રમવામાં આવી છે તે હદ સુધી કે બજારોમાં ભવિષ્યમાં કોઈપણ આવકથી આશ્ચર્ય થઈ શકે. રોકાણકારોએ ભવિષ્યમાં 2 થી 3 વર્ષના દૃષ્ટિકોણ સાથે ઇક્વિટીમાં ફાળવણી વધારવા માટે માર્કેટના કરેક્શનનો ફાયદો ઉઠાવવો જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Budget 2021, Investors, Market, Rakesh jhunjhunwala, Stock market, સેન્સેક્સ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन