શેરબજારમાં રોકાણકારો ખૂબ જ રસ દાખવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્મોલ કેપ (Small Cap) અને મિડ કેપ (Mid Cap) શેરોએ શાનદાર રિટર્ન આપ્યું છે. આ સ્ટોક મેટલ્સ અને માઈનિંગની ગુમનામ સ્મોલ કેપ કંપની રાઘવ પ્રોડક્ટિવિટી એન્હેનસર્સ (Raghav Productivity Enhancers)નો છે. દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ રોકાણથી અનેક નાના-મોટા રોકાણકાર પાસેથી આઈડિયા લઈને પોર્ટફોલિયો તૈયાર કરે છે. જો તમે પણ તેમાં શામેલ છો તો તમને જણાવી દઈએ કે રાકેશ ઝુનઝુનવાલાએ એક ખાસ એલાન કર્યું છે. ઝુનઝુનવાલાએ એલાન કર્યું છે કે તેઓ મેટલ્સ અને માઈનિંગની ગુમનામ કંપની Raghav Productivity Enhancersમાં રૂ. 31 કરોડનું રોકાણ કરશે. કંપનીએ રવિવારે એક્સચેન્જને આ અંગે જાણકારી આપી છે અને સોમવારે Raghav Productivity Enhancersના શેરની અપર સર્કિટ લાગી હતી.
આજે શેર રૂ. 752.70 પર ટ્રેડ કરી રહ્યો છે
ઝુનઝુનવાલાએ એક મેટલ્સ અને માઈનિંગની ગુમનામ સ્મોલકેપ કંપની Raghav Productivity Enhancersમાં રૂ. 31 કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ રવિવારે એક્સચેન્જને આ અંગે જાણકારી આપી છે. સોમવારે સતત સાતમા દિવસે Raghav Productivity Enhancersના શેરમાં અપર સર્કિટ લાગી હતી અને તેનો શેર રૂ. 716.90 પર બંધ થયો હતો. મંગળવારે પણ આ શેરમાં તેજી જોવા મળી છે. આજે આ શેરમાં 4 ટકાની વૃદ્ધિ થઈ છે અને તે રૂ. 752.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.
કંપનીએ જણાવ્યું કે, તે પ્રીફરેન્શિયલ એલોટમેન્ટ અથવા પ્રાઈવેટ પ્લેસમેન્ટની મદદથી રાકેશ ઝુનઝુનવાલાને રૂ. 30.9 કરોડના રૂ. 6 લાખ કમ્પલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર (CCD) જાહેર કરશે. CCD એલોટમેન્ટની તારીખના 18 મહિના બાદ શેરમાં પરિવર્તિત થઈ જશે. Raghav Productivity Enhancers જયપુરની કંપની છે. આ મહિનામાં Raghav Productivity Enhancers દેશની સૌથી મોટી ઉત્પાદક કંપનીઓમાંથી એક છે.
Ramming massનો ઉપયોગ સ્ટીલ પ્લાન્ટમાં ઈન્ડક્શન ફર્નેસમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ ગ્લાસ, સેરેમિક, આર્ટિફિશિયલ માર્બલસ, સેમી કંડક્ટર, ઈલેક્ટ્રોડ, સોલર, પેઇન્ટ અને બીજી ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવતા હાઈગ્રેડ ક્વાર્ટ્સ પાઉડર બનાવવામાં થાય છે. કંપની 28 દેશોમાં નિકાસનું કામ કરે છે. દેશમાં પણ દરેક સ્થળ પર સપ્લાય કરવામાં આવે છે.
" isDesktop="true" id="1120714" >
છેલ્લા કેટલાક સમયથી બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા મેટલ્સના શેર તેજી પર છે. જૂન ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલાએ SAILમાં 1.39 ટકા ભાગીદારી નોંધાવી છે. રાકેશ ઝુનઝુનવાલા એન્ડ એસોસિએટ્સ પાસે 38 સ્ટોક્સ છે અને તેની કુલ નેટવર્થ રૂ. 20,294 કરોડ છે.
(નોંધ- માર્કેટમાં રોકાણ કરવું તે બજારના જોખમ પર આધારિત છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા નિષ્ણાંત પાસેથી સલાહ લેવી. News18.com તરફથી કોઈને પણ રોકાણ કરવા માટેની સલાહ આપવામાં આવતી નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર