રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીનો આ શેર મહિનામાં 12% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala portfolio: નાણાકીય વર્ષ 2021ના જૂન ક્વાર્ટરમાં Titan Companyની શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીની 3.72% ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Titan) હતી.

 • Share this:
  મુંબઈ. Rakesh Jhunjhunwala portfolio: બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ જ્યારે ટાટા ગ્રુપની Titan કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી ત્યારે તમામ લોકોને આશ્ચર્ય થયું હતું. એનાથી પણ મોટા આશ્ચર્યની વાત એ છે કે ટાઇટ કંપનીનો શેર રાકેશ ઝુનઝુનવાલાના પસંદગીના શેરમાંનો એક છે. Titan Companyની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે એપ્રિલથી જૂન 2021 વચ્ચે રાકેશ ઝુનઝુનવાલાએ જ્વેલરી અને ઘડિયાળની આ કંપનીમાં પોતાની ભાગીદારી 0.30% ઘટાડી છે.

  જોકે, બજાર નિષ્ણાતોને હજુ પણ ટાઇટન કંપની પર વિશ્વાસ છે. છેલ્લા એક મહિનામાં આ કંપનીએ 12% રિટર્ન આપ્યું છે. આમ છતાં માર્કેટ નિષ્ણાતો કંપનીના શેરમાં હજુ ઉછાળો આવશે તેવું માની રહ્યા છે. ટેક્નિકલ ચાર્ટ પર Titan Companyએ તાજેતરમાં બ્રેકઆઉટ કર્યું છે. જેનાથી એવા સંકેત મળી રહ્યા છે કે આગામી દિવસોમાં તેમાં તેજી જોવા મળશે. છ સપ્ટેમ્બરના રોજ ટાઇટન કંપનીનો શેર 2020 રૂપિયા પર બંધ થયો હતો.

  Titan Companyના શેર અંગે Ashika Stock Brokingના રિસર્ચ હેડ અરિજીત માલાકારે કહ્યુ કે, નાણાકીય વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું પરિણામ અપેક્ષા કરતા વધારે સારું હતું. કોરોના વાયરસ સંક્રમણ ઓછું થવા અને લૉકડાઉનમાં ઢીલને પગલે કંપનીનું વેચાણ વધ્યું છે.

  ટાઇટન કંપનીએ ક્વાર્ટર ટૂ ક્વાર્ટર અને યર ટૂ યર બંને રીતે ગ્રૉસ પ્રૉફિટ માર્જિન બનાવી રાખ્યો છે. હૉલમાર્કિંગ ફરજિયાત થતા પણ કંપનીને ફાયદો થશે. જોકે, સરકારે ફરજિયાત હૉલમાર્કિંગની મર્યાદા ત્રણ મહિના વધારીને નવેમ્બર, 2021 કરી દીધી છે.

  Choice Brokingના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર સુમીત બગડિયાએ કહ્યુ કે, 2,000ના બંધ ભાવ સાથે કંપનીએ નવું બ્રેકઆઉટ આપ્યું છે. ટેક્નિકલ ચાર્ટ તેની તેજી સ્પષ્ટ જોઈ શકાય છે. ટૂંકા ગાળામાં Titan કંપનીનો શેર 2075 રૂપિયાથી 2100 રૂપિયાને સ્પર્શી શકે છે. જોકે, આ માટે 1950 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જરૂરી છે.

  નાણાકીય વર્ષ 2021ના જૂન ક્વાર્ટરમાં Titan Companyની શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીની 3.72% ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Titan) હતી. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે 96,40,575 શેર એટલે કે 1.09% ભાગીદારી હતી.

  Nazara Tech: રાકેશ ઝુનઝુનવાલાના આ શેરમાં રોકાણ કરવું, હોલ્ડ કરવું કે બહાર નીકળી જવું?

  રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી (Rakesh Jhunjhunwala portfolio) ગેમિંગ કંપની નઝારા ટેક્નોલૉજીસ (Nazara Tech)નું ખૂબ શાનદાર લિસ્ટિંગ થયું હતું. જોકે, છેલ્લા પાંચ મહિનામાં કંપનીનું પ્રદર્શન બહું સારું નથી રહ્યું. ET પ્રમાણે અમુક બ્રોકરેજ પેઢીઓએ Nazara Techના શેરનું કવરેજ શરૂ કર્યું છે, જેના પગલે તે બુલિશ (Bullish) બની રહ્યો છે. ટેક્નિકલ ચાર્ટ પર પણ Nazara Tech મજબૂત નજરે પડી રહી છે. રાકેશ ઝુનઝુનવાલા આ કંંપનીમાં આશરે 10.80% ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Nazara Technologies) ધરાવે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published: