Home /News /business /Rakesh Jhunjhunwalaની જેમ શેરમાં કરોડો કમાવવા છે? જાણો ક્યા સિક્રેટ ફોર્મ્યુલાનો યુઝ કરતાં હતા તેઓ
Rakesh Jhunjhunwalaની જેમ શેરમાં કરોડો કમાવવા છે? જાણો ક્યા સિક્રેટ ફોર્મ્યુલાનો યુઝ કરતાં હતા તેઓ
આ રીતે ક્યા શેર ભવિષ્યમાં ખૂબ જ મજબૂત થઈને ઉછળી શકે છે તેનો અંદાજ ઝુનઝુનવાલા લગાવી લેતા હતા.
Rakesh Jhunjhunwala Secret Strategy: શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાએ દુનિયા છોડી તેને બે મહિના થયા છે પરંતુ ભારતીય રોકાણકારો તેમને શેરબજારના આ કપરાં સમયમાં ખૂબ જ યાદ કરી રહ્યા છે. ફક્ત રુ. 5000થી રોકાણની શરુઆત કરીને કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનારા ઝુનઝુનવાલાની જેમ કમાણી કરવી હોય તો તેમના જેવી સ્ટ્રેટેજી અપનાવતા શીખવું પડે.
મુંબઈઃ શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ 2022ના રોજ નિધન થયું હતું. જોકે શેરબજારમાં આજે પણ રોકાણકારો ઝુનઝુનવાલામાંથી પ્રેરણા લઈને પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે. તેમને શેરબજારન બિગ બુલ કહેવામાં આવતા હતા. તેઓ લાખો રોકાણકારોના રોલ મોડલ હતા. તેમના પોર્ટફોલિયોના આધારે લોકો પોતાનો પોર્ટપોલિયો બનાવવાનો પ્રયાસ કરતા હતાં. અનેકગણું રિટર્ન આપી શકતા શેર ઓળખવામાં તેને એક મહારત કેળવી હતી. કંપનીઓના કારોબાર અંગે તેમના જેવી સમજ બહુ ઓછા લોકોમાં હોય છે, એટલે જ તેમને ભારતના વોરેન બફેટ કહેવામાં આવતા હતા.
તેમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે ફક્ત રુ. 5000થી રોકાણની શરુઆત કરી હતી જ્યારે સેન્સેક્સ પોતે 150 અંક પર હતો. તેમણે 1986માં પહેલીવાર ટાટા ટીના શેર્સમાં રોકાણ કર્યું હતું. ત્યારે તેઓ કોલેજમાં હતા. હાલ તેમનું નેટવર્ક 5.8 અબજ ડોલરથી વધુ થઈ ચૂક્યું છે.
બિગ બુલે 1984માં જ શેર ટ્રેડિંગમાં કરિયર બનાવવાનું સપનું જોયું હતું. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો હતો અને પછી તેમણે સ્ટોક્સ અને શેર અંગે વ્યાપક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન જ તેમણે એક ફોર્મ્યુલા બનાવી હતી. તેમણે આ ફોર્મ્યુલાનો ખૂબ જ વધુ ઉપયોગ કર્યો હતો. એક ઇન્ટર્વ્યુમાં તેમણે આ ફોર્મ્યુલા અંગે જણાવતા તેમણે કહ્યું કે તે ફોર્મ્યુલા અર્નિંગ પર શેર અને પ્રાઈસ અર્નિંગ રેશિયો પર આધારિત છે.
આ ફોર્મ્યુલા Earnings per share (EPS) x Price Earnings Ratio(PER) = Price, તેમની આ ફોર્મ્યુલા જણાવે છે કે બંને વેરિએબલની શેરોની કિંમતો પર ખૂબ જ મોટી અસર હોય છે. જ્યારે કોઈ શેરના EPS અને PER વધે ચે ત્યારે શેરની કિંમતો તેજી પકડી લે છે. ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે શેરથી થતાં પ્રોફિટ એવા ફેક્ટર્સ પર નિર્ભર કરે છે, જે ડાયનેમિક હોય છે. તેનો અર્થ છે કે તેમાં સતત ફેરફાર થતા રહે છે.
બિગ બુલે કોઈ શેરના કુલ પ્રોફિટ પર ફોકસ કરવાની જગ્યાએ તે સમજવાનો પ્રસાય કર્યો કે તે ક્યા કારણ અને સ્થિતિઓ છે જેના કારણે શેરમાં પ્રોફિટ વધી રહ્યો છે અથવા તો શેરની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ શેરની EPS ત્રણ વસ્તુ પર નિર્ભર કરે છે. તેમાં કંપનીની એકાઉન્ટિંગ પ્રેક્ટિસ, પ્રોફિટની કેશ પ્રોફાઈલ અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય્ડ સામેલ છે. તેમણે કહ્યું કે કોઈ કંપનીના EPS અને PER નો અંદાજો લગાવવા માટે રિયલ લાઇફ બિઝનેસને સમજવો ખૂબ જ જરુરી છે. તેમણે કહ્યું હતું કે EPSનો અંદાજો લગાવવો સાયન્સ અને આર્ટ બંને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર