નવી દિલ્હી : ભારતીય અબજોપતિ અને શેરબજાર (Share Bazar)ના પ્રખ્યાત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ટૂંક સમયમાં નવી વિમાન કંપની માટે તેમના 70 વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ઝુનઝુનવાલા આગામી 4 વર્ષમાં 70 વિમાન સાથે નવી વિમાન કંપની શરૂ કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, શેરબજારના દિગ્ગજ ઝુનઝુનવાલા ઈચ્છે છે કે, ભારતમાં વધુને વધુ લોકો હવાઈ મુસાફરી કરે.
ઉડ્ડયન મંત્રાલયથી ટૂંક સમયમાં એનઓસી મળી શકે છે
બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ કહ્યું હતું કે, તેઓ નવી એરલાઇન્સ કંપનીમાં આશરે 3.5 કરોડ ડોલરનું રોકાણ કરવા વિચારી રહ્યા છે. આ રોકાણ દ્વારા એરલાઇન કંપનીમાં 40 ટકા હિસ્સો લેવાની યોજના છે. તેમણે કહ્યું કે, આગામી 15 થી 20 દિવસમાં ભારતીય ઉડ્ડયન મંત્રાલય પાસેથી એનઓસી મળી શકે છે.
ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ભારતમાં ઓછી કિંમતના બજેટની એરલાઇન શરૂ કરવાની યોજના ધરાવે છે, જેનું નામ અકાસા એર (Akasa Air) અને ધ ટીમ રાખવામાં આવશે. આ નવી એરલાઇન્સમાં ડેલ્ટા એરલાઇન્સના પૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવની જેમ પૂરી ટીમ રહેશે. આ ટીમ એવી ફ્લાઇટ જોઈ રહ્યા છે, જેમાં એક સમયે 180 લોકો મુસાફરી કરી શકે.
ભારતમાં વોરેન બફે તરીકે જાણીતા ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નો આ મોટો દાવ કહેવામાં આવી રહ્યો છે કારણ કે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી સ્પર્ધાને કારણે ભારતમાં ઘણી એરલાઇન્સ બંધ થઈ ચુકી છે. ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર માનવામાં આવે છે, જેના કારણે ઝુનઝુનવાલા ઉડ્ડયન ક્ષેત્રે સર્જાયેલી તકોનો લાભ લેવા માંગે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર