Rakesh Jhunjhunwala Stock: બીએસઈ (BSE) પર અગાઉના રૂ. 70.10ના બંધ સામે એનસીસી (NCC)નો શેર 13 એપ્રિલના રોજ 0.71% ઘટીને રૂ. 69.60 પર બંધ થયો હતો. શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે.
મુંબઈ: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ અગાઉના નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં હૈદરાબાદ સ્થિત કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રા ફર્મ નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપની (Nagarjuna Construction Company, NCC)ના વધારાના 44 લાખ શેર ખરીદ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)એ Q4ના અંતે કંપનીમાં 13.56 ટકા હિસ્સો એટલે કે કુલ 8.27 કરોડ શેર ધરાવે છે.
ગયા ક્વાર્ટરના અંતે ઝુનઝુનવાલાની પાસે 6.67 કરોડ શેર એટલે કે 10.94% હિસ્સો હતો, જ્યારે તેમની પત્ની રેખા પાસે 2.62% હિસ્સો એટલે કે 1.60 કરોડ શેર હતા. પાછલા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં ઝુનઝુનવાલા કપલે ફર્મના 12.8% હિસ્સો એટલે કે 7.8 કરોડ ઇક્વિટી શેરોની માલિકી રાખી હતી.
બીજી તરફ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ 6.67 કરોડ પર યથાવત રહી હતી, જ્યારે તેમની પત્ની રેખાનો હિસ્સો ડિસેમ્બર ક્વાર્ટરના અંતે 1.16 કરોડ શેર હતા. તે છેલ્લા ક્વાર્ટરમાં દંપતી દ્વારા વધારાના 44 લાખ શેરની ખરીદી કરવામાં આવી છે.
કંપનીમાં પ્રમોટર્સનું રોકાણ
માર્ચ ક્વાર્ટરમાં ફર્મના પ્રમોટર્સનું હોલ્ડિંગ 19.68% પર યથાવત રહ્યું હતું અને FII એ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમના હોલ્ડિંગ 11.62% ની સામે માર્ચ ક્વાર્ટરમાં 8.89% થી હિસ્સો ઘટાડ્યો હતો. એફઆઈઆઈ રોકાણકારોની સંખ્યા આ ત્રિમાસિક ગાળામાં 133થી વધીને 138 થઈ છે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સે પણ કંપનીમાં તેમનું હોલ્ડિંગ ડિસેમ્બર ક્વાર્ટરમાં 12.12 ટકાથી વધાર્યું હતું જે માર્ચ ક્વાર્ટરમાં 12.23 ટકા હતું.
શેરની કિંમત
બીએસઈ (BSE) પર અગાઉના રૂ. 70.10ના બંધ સામે એનસીસી (NCC)નો શેર 13 એપ્રિલના રોજ 0.71% ઘટીને રૂ. 69.60 પર બંધ થયો હતો. શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધારે છે પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં નીચે છે. આ શેર એક વર્ષમાં 8.18% ઘટ્યો છે, 2022 માં તે 1% ઘટ્યો છે. જો કે, તે એક મહિનામાં 12% અને અઠવાડિયામાં 0.72% વધ્યો છે.
માર્કેટ કેપ
બીએસઈ (BSE) પર 13 એપ્રિલે કંપનીનું માર્કેટ કેપ રૂ. 4244.53 કરોડ હતું. શેર 12 જુલાઈ, 2021ના રોજ રૂ. 98.45ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 24 ફેબ્રુઆરી, 2022ના રોજ રૂ. 55.80ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો. એનસીસી (NCC) એ 31 ડિસેમ્બર, 2021 ના રોજ પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 76.42 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 71.20 કરોડ હતો.
પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2126.90 કરોડની સામે ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વેચાણ 41.75% વધીને રૂ. 3014.94 કરોડ થયું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં અન્ય આવકને બાદ કરતાં ઓપરેટિંગ નફો 7.90% વધીને રૂ. 276.38 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 20 ના ત્રીજા ક્વાર્ટરની સામે રૂ. 357.24 કરોડ હતો.
NCC લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કન્સ્ટ્રક્શન/પ્રોજેક્ટ એક્ટિવિટીઝમાં રોકાયેલી છે. કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સંકળાયેલી છે, મુખ્યત્વે ઔદ્યોગિક અને વ્યાપારી ઈમારતો, હાઉસિંગ પ્રોજેક્ટ્સ, રસ્તાઓ, પુલ અને ફ્લાયઓવર, પાણી પુરવઠા અને પર્યાવરણ પ્રોજેક્ટ્સ, ખાણકામ, પાવર ટ્રાન્સમિશન લાઈન્સ, સિંચાઈ અને હાઈડ્રોથર્મલ પાવર પ્રોજેક્ટ્સ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ વગેરેમાં તે મોખરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર