શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે, ટાટા કમ્યુનિકેશન્સના શેરનો ભાવ લાંબાગાળાના રોકાણકારો માટે પોઝિટિવ જોવા મળી રહ્યો છે, કારણ કે તેની ઓર્ડર બુકમાં સુધારો થયો છે. કંપનીએ તાજેતરમાં જ તેની આવક વૃદ્ધિને વેગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
માર્કેટના તાજેતરના ઘટાડામાં ભારતીય શેરબજારમાં (Indian stock market) ઘણા ક્વોલિટી શેરોમાં કરેક્શન જોવા મળ્યું છે. ટાટા ગ્રુપની ટાટા કમ્યુનિકેશન્સ (Tata communication) પણ આ જ લિસ્ટમાં સામેલ છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં (Rakesh Jhunjhunwala Portfolio) સામેલ આ સ્ટોક તેના 52 સપ્તાહના નીચલા સ્તરની નજીક કારોબાર કરી રહ્યો છે. જે યોગ્ય દરે ગુણવત્તાયુક્ત સ્ટોક ખરીદવા માંગે છે તેવા સ્થાનીય રોકાણકારો માટે આ ખરીદવાનો એક સારો વિકલ્પ હોઈ શકે છે.
શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે, ટાટા કમ્યુનિકેશન્સના શેરનો ભાવ લાંબાગાળાના રોકાણકારો માટે પોઝિટિવ જોવા મળી રહ્યો છે, કારણ કે તેની ઓર્ડર બુકમાં સુધારો થયો છે. કંપનીએ તાજેતરમાં જ તેની આવક વૃદ્ધિને વેગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઓર્ડર બુકમાં સુધારો
લાઇવ મિન્ટના એક અહેવાલ મુજબ રાઈટ રિસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવે ટાટા કમ્યુનિકેશન્સના શેરના ભાવનો આઉટલુક પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કંપનીના અપેક્ષિત એબિટા વૃદ્ધિ દરમાં ઘટાડાને કારણે ટાટા કમ્યુનિકેશન્સનો શેર નબળો પડ્યો હતો અને તે 52 સપ્તાહની નીચી સપાટીએ છે. સમગ્ર બજારની નબળાઈ પણ કંપની અને ટેલિકોમ સેક્ટરના ઘટાડાનું કારણ બની હતી. કંપનીની ઓર્ડર બુકમાં સુધારો થયો હોવાથી તેની લાંબા ગાળાની સંભાવનાઓ વિશે અમે હકારાત્મક વલણ દાખવીએ છીએ. સાથે જ મેનેજમેન્ટના નિવેદન પણ આવકમાં તેજીનો સંકેત આપે છે.
ટાટા કમ્યુનિકેશન્સના શેર પ્રાઇસ ચાર્ટ પેટર્ન પર - આઇઆઇએફએલ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ ઓફ રિસર્ચ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે ટાટા ગ્રૂપનો આ સ્ટોક તેના સપોર્ટ ઝોનની નજીક છે. અહીં પોઝિશનલ લોંગ ટર્મ રોકાણકારો માટે ખરીદીની સારી તક આવી રહી છે. હાલ આ સ્ટોકને આ રેટ પર ખરીદી કરી શકાય છે. રૂ.730ના સ્તરે સ્ટોપ લોસ જાળવી રાખો. ટૂંકા ગાળામાં તે 820 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે.
જાન્યુઆરીથી માર્ચ 2022 સુધી ટાટા કમ્યુનિકેશન્સની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની પત્ની રેખા ઝુનઝુનવાલા દ્વારા ટાટા ગ્રુપની આ કંપનીમાં રોકાણ કર્યું છે. રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીમાં 30,75,687 શેર એટલે કે 1.08 ટકા હિસ્સો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર