રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?
રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)
Rakesh Jhunjhunwala portfolio: માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે રાકેશ ઝુનઝુનવાલા જેમાં સ્ટેક ધરાવે છે તે ઓરિએન્ટ સિમેન્ટના નફામાં ખૂબ સારો વધારો થયો છે.
મુંબઈ. Rakesh Jhunjhunwala portfolio: હાલ 17 જેટલા બિગ બુલ શેર તેની 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીથી 20 કે 50 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા છે. જોકે, અમુક સ્મૉલ કેપ શેરો (Small cap shares)એ નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (Sensex)થી પણ વધારે વળતર આપ્યું છે. ઓરિએન્ટ સિમેન્ટ (Orient Cement shares) આવો જ એક શેર છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)ના ઓરિએન્ટ સિમેન્ટ શેરે આ YTD (Year to Date)સુધી 78% વળતર આપ્યું છે. આ દરમિયાન નિફ્ટી અને સેન્સેક્સ ક્રમશ 25.44 અને 27.35 ટકા વધ્યા છે. 31 માર્ચ 2021ના રોજ ઓરેએન્ટ સિમેન્ટના શેરનો બંધ ભાવ 97.80 રૂપિયા હતો. હાલ આ શેરની કિંમત 156.35 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી છે. એટલે કે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ શેર 60% વધી ગયો છે.
માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે રાકેશ ઝુનઝુનવાલા જેમાં સ્ટેક ધરાવે છે તે ઓરિએન્ટ સિમેન્ટના નફામાં ખૂબ સારો વધારો થયો છે. આ શેર FIIનો પસંદગીનો શેર બની રહ્યો છે. FII તરફથી આ શેરમાં માર્ચ 2021થી જૂન 2021ના ક્વાર્ટર દરમિયાન રોકાણને ડબલ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓરિએન્ટ સિમેન્ટના શેરે તાજેતરમાં 150 રૂપિયાનું બ્રેકઆઉટ આપ્યું છે. હવે તે પોતાના 232 રૂપિયાની તેની સર્વોચ્ચ સપાટીને વટાવી શકે છે.
લાઇવમિન્ટના કહેવા પ્રમાણે આ મામલે વાતચીત કરતા ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, "ચાર્ટ પર આ શેર બુલિશ લાગી રહ્યો છે. આ શેરનો મજબૂત સપોર્ટ 150 રૂપિયા છે. વર્તમાન સ્તર પર કોઈ પણ આ શેરની ખરીદી કરી શકે છે. શેર માટે ટૂંકા ગાળામાં નવો ટાર્ગેટ 170થી 180 રૂપિયા રહેશે. આ માટે 150 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવો."
આ મામલે વાત કરતા સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટના સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, "ઓરિએન્ટ સિમેન્ટ માટે વર્તમાન ટાર્ગેટ 170-180 રૂપિયા છે. પરંતુ મીડ ટર્મમાં આ શેર તેના 232 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને પાર કરી શકે છે. "
એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન શેર હૉલ્ડિંગ પેટર્ન જોતા બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પાસે ઓરિએન્ટ સિમેન્ટના 25 લાખ શેર છે. જે કંપનીના કુલ ઇશ્યૂ અને માર્કેટ કેપિટલના 1.22% સમાન છે.
હાલ લગભગ તમામ સેક્ટરમાં રેલી જોવા મળી રહી છે. આ દરમિયાન મોટા રોકાણકારો (Big Bulls) અનેક સ્ક્રિપ્ટમાં માલામાલ થયા છે. એવી જ રીતે ટાટા મોર્ટસ અને ટાઇનલ કંપનીના શેરોએ પણ ટૂંકા ગાળામાં રોકાણકારોને ન્યાલ કરી દીધા છે. સપ્ટેમ્બર મહિનામાં ટાટા ગ્રુપ (TATA group)ની કંપની ટાટા મોટર્સ (Tata Motors share)નો શેર 13% ભાગ્યો હતો અને ટાઇટન કંપનીનો શેર (Titan Company shares) 11.40% ભાગ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર