Home /News /business /

Rakesh Jhunjhunwala Portfolio: બ્રોકરેજ હાઉસે આ મલ્ટીબેગર શેર પર દર્શાવી તેજી, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં છે સામેલ

Rakesh Jhunjhunwala Portfolio: બ્રોકરેજ હાઉસે આ મલ્ટીબેગર શેર પર દર્શાવી તેજી, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં છે સામેલ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Portfolio: એક્સિસ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, નાલ્કોએ ભારતમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિના કોમોડિટીઝ પર એકમાત્ર પ્યોર ઇક્વિટી પ્લે છે અને એલ્યુમિનિયમ ઊંચા ભાવોને ટેકો આપતા CY22માં સતત બીજી વખત ખાધમાં રહેવાની શક્યતા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોનો એક ભાગ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO Stock)ના શેરે છેલ્લા 12 મહિનામાં તેના શેરહોલ્ડરોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger Stock Return) આપ્યું છે. પાછલા એક વર્ષમાં નાલ્કોના શેરનો ભાવ રૂ. 57.8થી વધીને રૂ. 126.60ની સપાટીએ પહોંચ્યો હતો. આ ગાળામાં આશરે 119 ટકા વળતર મળ્યું હતું. જોકે, બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities) માને છે કે કંપની એલ્યુમિનિયમની મજબૂત કિંમતોથી લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે અને હજુ પણ તેની પાસે લગભગ 20 ટકાની ઉપરની સંભાવના છે.

શેર અગાઉના બંધ રૂ. 125.95 સામે 0.28 ટકાના ઘટાડા સાથે રૂ. 125.60 પર બંધ રહ્યો હતો. 23,068 કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે આ શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી વધુ છે. એક્સિસ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, નાલ્કોએ ભારતમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિના કોમોડિટીઝ પર એકમાત્ર પ્યોર ઇક્વિટી પ્લે છે અને એલ્યુમિનિયમ ઊંચા ભાવોને ટેકો આપતા CY22માં સતત બીજી વખત ખાધમાં રહેવાની શક્યતા છે.

તેમાં નોંધવામાં આવ્યું છે કે યૂરોપમાં તાજેતરના જીયોપોલિટિકલ તણાવને કારણે કિંમતો $3,300/ટનની ઉપર 13-વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે અને નાલ્કો ઊંચા ભાવોનો લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.

આ પણ વાંચો: પાંચ વર્ષમાં આ પેની સ્ટૉકે કરી દીધા માલામાલ, શું તમારી પાસે છે?

બ્રોકરેજ હાઉસનો ટાર્ગેટ


એક્સિસ સિક્યોરિટીઝે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે, "અમારી તરફથી બાય રેટિંગ છે અને કંપનીનું મૂલ્ય 5.5x FY24 EBITDA અને CWIPના 0.5x બુક વેલ્યુ પર પહોંચવા માટે શેર દીઠ રૂ. 150ના લક્ષ્ય ભાવ પર પહોંચવા માટે છે. જે વર્તમાન સ્તરેથી લગભગ 20 ટકાની અપસાઇડ શક્યતા દર્શાવે છે." જોકે, બ્રોકરેજ ફર્મે એ વાત પર પણ ભાર આપ્યો હતો કે, નાલ્કો એલ્યુમિનિયમ, એલ્યુમિના અને ઇનપુટ કાચા માલ જેવા કે કોલસો અને કોસ્ટિક સોડાની કિંમતો પ્રત્યે સેન્સિટીવ છે. બિનતરફેણકારી ભાવની હિલચાલ આપણા લક્ષ્ય ભાવ અને રેટિંગને પ્રતિકૂળ અસર કરશે.

આ પણ વાંચો: એક્સિસ સિક્યોરિટીઝ આ સ્મોલ કેપ સ્ટોક પર બુલિશ

કંપનીનું પરિણામ


ડિસેમ્બર ક્વાર્ટરમાં નાલ્કોનો કોન્સોલિડેટેડ નફો ત્રણ ગણો વધીને રૂ.830.67 કરોડ થયો હતો. કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ.239.71 કરોડનો નફો કર્યો હતો. નાલ્કોએ બીએસઈને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ત્રિમાસિક ગાળા દરમિયાન આવક વધીને રૂ.3,845.25 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ.2,414.95 કરોડ હતી. ડિસેમ્બર 2021ના શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીમાં 1.36 ટકા હિસ્સો અથવા 2,50,00,000 શેર હતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Axis Securities, Investment, Rakesh jhunjhunwala, Stock market, Stock tips

આગામી સમાચાર