Home /News /business /

Rakesh Jhunjhunwala Stock: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરમાં જોવા મળી જોરદાર તેજી, શું હજી રોકાણ કરી શકાય?

Rakesh Jhunjhunwala Stock: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ શેરમાં જોવા મળી જોરદાર તેજી, શું હજી રોકાણ કરી શકાય?

રેખા અને રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala Stock: ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 સુધી ડેલ્ટા કોર્પના શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર નાખવામાં આવે તો રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા બંનેનો કંપનીમાં સંયુક્ત હિસ્સો 2 કરોડ શેર એટલે કે લગભગ 7.49 ટકા હોવાનું ફલિત થાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ડેલ્ટા કૉર્પ (Delta Corp)માં તેજી યથાવત છે. આ શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે. તજજ્ઞો પણ આ શેરની ચાર્ટ પેટર્ન (Delta Corp chart pattern) બુલિશ હોવાનું જોઈ રહ્યા છે. આ શેર ટૂંકા ગાળામાં રૂ. 350નું રેજિસ્ટન્સ તોડી શકે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે કંપની ગોસિયન નેટવર્ક (Gaussian Network)નો પબ્લિક ઇશ્યૂ લાવવાની તૈયારીમાં છે અને કંપનીનો આ નિર્ણય માર્કેટને પસંદ આવ્યો છે.

કોવિડ પછીના પ્રારંભિક તબક્કામાં કંપની વધુ વૃદ્ધિ પામે તેવી સંભાવના


Swastika Investmartના સંતોષ મીણાનું કહેવુ છે કે, ડેલ્ટા કોર્પ રોકાણની દ્રષ્ટિએ સારી લાગી રહી છે. કોવિડ પછીના પ્રારંભિક તબક્કામાં કંપની વધુ વૃદ્ધિ પામે તેવી સંભાવના છે. તે ભારતનો એક માત્ર લિસ્ટેડ કેસિનો સ્ટોક છે. તે ઓર્ગેનાઇઝ કસિનો બજારના 55 ટકા હિસ્સો ધરાવે છે. કંપની કેસિનો ઓનલાઇન ગેમિંગ અને હોસ્પિટાલિટી સહિત ત્રણ પ્રકારના બિઝનેસમાં છે. કંપની તેની પેટાકંપની ગોસિયન નેટવર્ક દ્વારા ઓનલાઇન ગેમિંગ સાઇટ 'Adda52rummy.com' ચલાવે છે. જેના પર fantasy league, poker, rummy અને અન્ય રિયલ મની ગેમ્સ ઉપલબ્ધ છે.

સંતોષ મીણાનો અભિપ્રાય


સંતોષ મીણાનું કહેવું છે કે, કંપની ગોસિયન નેટવર્કનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ માટે કંપનીના બોર્ડે સલાહકારો અને બેન્કર્સની નિમણૂંકને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીનો લાંબાગાળાનો આઉટલૂક ઘણો સારો દેખાઈ રહ્યો છે, પરંતુ જો કોવિડ-19ની તરફથી કોઈ નવી સમસ્યા આવે તો નજીકના ગાળાના મેનેજમેન્ટને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત કંપનીના દમણ કેસિનોને લાંબા સમયથી મંજૂરીની રાહ જોવાઇ રહી છે. જો આ બાબતે કોઇ પોઝિટિવ સમાચાર આવશે તો કંપનીની કાયાપલટ થઇ જશે.

આ પણ વાંચો: અદાણી વિલ્મરનો શેર નવી ઊંચાઈએ પહોંચ્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

આગામી લક્ષ્યાંક રૂપિયા 375 રહેશે


માર્કેટ એક્સપર્ટ ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવુ છે કે ડેલ્ટા કોર્પના શેરોએ 310 રૂપિયાના સ્તરથી નવો બ્રેકઆઉટ આપ્યો છે. આ બ્રેકઆઉટ બાદ શેર 310-350 રૂપિયાની નવી રેન્જમાં ફરતો જોવા મળ્યો છે. હાલ તેની ચાર્ટ પેટર્ન ખૂબ જ સારી દેખાઈ રહી છે અને નજીકના ગાળામાં તે 350 રૂપિયાના સ્તરને તોડતો જોવા મળી શકે છે અને ત્યાર બાદ તેનો આગામી લક્ષ્યાંક રૂપિયા 375 રહેશે. સ્ટોકની ચાર્ટ પેટર્ન સૂચવે છે કે તે આગામી 1 મહિનામાં તેજી રહેશે.

આ પણ વાંચો: ડીમેટ ધારકો માટે મહત્ત્વના સમાચાર, હવે આ કામ કરવું ફરજિયાત

ડેલ્ટા કોર્પમાં રાકેશ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ


ઓક્ટોબરથી ડિસેમ્બર 2021 સુધી ડેલ્ટા કોર્પના શેર હોલ્ડિંગ પેટર્ન પર નજર નાખવામાં આવે તો રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા બંનેનો કંપનીમાં સંયુક્ત હિસ્સો 2 કરોડ શેર એટલે કે લગભગ 7.49 ટકા હોવાનું ફલિત થાય છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેવો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લો.)
First published:

Tags: Investment, Rakesh jhunjhunwala, Share market, Stock tips

આગામી સમાચાર