Rakesh Jhunjhunwala Stocks: રાકેશ ઝુનઝુનવાલાના પાંચ શેરે આ વર્ષે આપ્યું 215% સુધી વળતર, શું તમે ખરીદ્યા?

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: ભારતના વોરન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwal) એક એવા રોકાણકાર છે જેમના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio) પર અનેક રોકાણકારોની નજર હોય છે.

  • Share this:
    મુંબઈ. Rakesh Jhunjhunwala shares: ભારતના વોરન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwal) એક એવા રોકાણકાર છે જેમના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio) પર અનેક રોકાણકારોની નજર હોય છે. રાકેશ ઝુનઝુનવાલા કયા શેરમાં રોકાણ કરે છે અને કયા શેર વેચે છે તેના પર અનેક રોકાણકારો નિર્ણય લેતા હોય છે. ભારતીય શેર બજારમાં તેમને બિગ બુલ (Big bull) કહેવામાં આવે છે. જોકે, એવું પણ નથી કે ઝુનઝુનવાલાના તમામ શેર સારું વળતર આપે જ છે. ઉદાહરણ તરીકે થોડા મહિના પહેલા રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળા આશરે એક ડઝન જેટલા શેર 55 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીથી 20થી 50% નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

    અહીં અમે તમને રાકેશ ઝુનઝુનવાલના પોર્ટફોલિયોમાં સામેલ ટૉપ-5 (Rakesh Jhunjhunwala shares) શેર વિશે જણાવી રહ્યા છીએ. આ એવા શેર છે જેણે આ વર્ષે ખૂબ સારું વળતર આપ્યું છે.

    1) મેન ઇન્ફ્રાકંસ્ટ્રક્શ (Man Infraconstruction): રાકેશ ઝુનઝુનવાલા પાસે આ એન્જીનિયરિંગ કંપનીના 30 લાખ શેર છે. જે કંપનીના જાહેર થયેલા ઇક્વિટી શેરનો 1.21 ટકા હિસ્સો છે. આ વર્ષે રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર 34.25 રૂપિયાના ભાવથી વધીને 108 રૂપિયા પ્રતિ શેર થયો છે. આ રીતે આ શેરે આ વર્ષે 215% વળતર આપ્યું છે.

    2) અનંત રાજ (Anant Raj): રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર 2021ના વર્ષનો મલ્ટીબેગર શેર છે. વર્ષ 221માં આ શેર 26.85 રૂપિયાથી વધીને 70.70 રૂપિયા થયો છે. આ દરમિયાન રોકાણકારોને 165% વળતર મળ્યું છે. ઝુનઝુનવાલા પાસે આ કંપનીના 1 કરોડ શેર અથવા બીજા શબ્દોમાં કહીએ તો કંપનીમાં 3.39% ભાગીદારી છે.

    આ પણ વાંચો: શું હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? ફક્ત ઓછો વ્યાજદર જ નહીં આ બાબતોનું પણ રાખો ધ્યાન

    3) ટાટા મોટર્સ (Tata Motors): રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાટા ગ્રુપની આ કંપનીના આશરે 3,77,50,000 શેર છે. એટલે કે ટાટા મોટર્સમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 1.14 ટકા છે. 2021માં ટાટા મોટર્સની કિંમત 290 રૂપિયાથી વધીને 477 રૂપિયા થઈ છે. એટલે કે આ વર્ષે આ શેરે રોકાણકારોને 155 ટકા વળતર આપ્યું છે.

    4) ટાઇટન કંપની (Titan Company): ટાટા ગ્રુપની આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા બંનેની ભાગીદારી છે. જૂન 2021 ત્રિમાસિક શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઇટન કંપનીના 3,30,10,395 શેર છે, જ્યારે રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 96,40,575 શેર છે. વર્ષ 2021માં ટાઇટન કંપનીના શેરની કિંમત1560 રૂપિયાથી વધીને 2485 રૂપિયા પ્રતિ શેર થઈ છે. આ રીતે રોકાણકારોને ટાઇટન કંપનીના શેરમાં આ વર્ષે આશરે 60% વળતર મળ્યું છે.

    આ પણ વાંચો: 375% વળતર આપનાર શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ, જાણો શેરની કિંમત અને અન્ય વિગત

    5) ડેલ્ટા કોર્પ (Delta Corp): રાકેશ ઝુનઝુનવાલાના આ શેરની કિંમત 2021ના વર્ષમાં 162 રૂપિયામાંથી વધીને 275 રૂપિયા પ્રતિ શેર થઈ છે. આ રીતે આ કંપનીએ વર્ષની શરૂઆતથી અત્યારસુધી 70% વળતર આપ્યું છે. ડેલ્ટા કોર્પની જૂન ત્રિમાસિક શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 1.15 કરોડ શેર અથવા 4.31 ટકા ભાગીદારી છે. તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 85 લાખ શેર અથવા 3.19 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: