Rakesh Jhunjhunwala આ એક શેરમાં મહિને રૂપિયા 162 કરોડ કમાયા, મળ્યું 45% વળતર

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર

Rakesh Jhunjhunwala Portfolio share: બિગ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાના આ શેરે છેલ્લા એક વર્ષમાં 130% વળતર આપ્યું છે.

  • Share this:
    મુંબઈ:  Rakesh Jhunjhunwala Portfolio: સેન્સેક્સ સપ્ટેમ્બર મહિનામાં 60 હજારના આંકને પાર (Sensex @60K) કરી ગયો હતો. ગત મહિને તેણે ત્રણ ટકા સુધી વળતર આપ્યું છે. જોકે, તેની સરખામણી બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના રોકાણવાળા શેર સાથે કરવામાં આવે તો આ રિટર્ન કંઈ જ નથી. શેર બજારના બિલ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ડેલ્ટા કોર્પ (Delta Corp Shares) શેરે સપ્ટેમ્બર મહિનામાં 45% વળતર આપ્યું છે.

    ગુરુવારે ડેલ્ટા કોર્પનો શેર 4.13%ના વધારા સાથે 263.75 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આ સ્ટૉક 181 રૂપિયાના ભાવ પર હતો. એ રીતે જોઈએ તો શેરમાં મહિનાના અંત સુધીમાં 82 રૂપિયાની તેજી આવી છે. એટલે કે ડેલ્ટા કોર્પના શેરે 45% વળતર આપ્યું છે.

    ડેલ્ટા કોર્પ એક ગેમિંગ અને હૉસ્પિટાલિટી કંપની છે. આ કંપની અનેક બ્રાન્ડ હેઠળ કશિનો અને હોટલ ચલાવે છે. ભારતમાં વૉરેન બફેટ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા એક અસેટ મેનેજમેન્ટ ફર્મ રેર એન્ટરપ્રાઇઝીસ (Rare Enterprises)ના માલિક છે. તેમની પાસે ડેલ્ટા કોર્પના આશરે 2 કરોડ શેર છે. આ રીતે છેલ્લા એક મહિનામાં આ શેરના ભાવમાં આવેલી તેજીને પગલે તેમની સંપત્તિમાં 162 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    છેલ્લા એક વર્ષનું રિટર્ન જોઈએ તો પણ ડેલ્ટાએ સેન્સેક્સને કરતા વધારે રિટર્ન આપ્યું છે. 30 શેર વાળા સેન્સેક્સે ગત વર્ષ 55% વળતર આપ્યું હતું. જ્યારે ડેલ્ટા કોર્પના શેરે 130% વળતર આપ્યું હતું.

    વર્ષ 2021માં આ સ્ટૉકમાં અત્યારસુધી 60% તેજી જોવા મળી છે. જ્યારે આ દરમિયાન સેન્સેક્સે ફક્ત 24% વળતર આપ્યું છે. ડેલ્ટા કોર્પના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર હાર્દિક ઢેબરે (Hardik Dhebar) અમારી સહયોગી ચેનલ CNBC-TV18ને જણાવ્યું હતું કે, કંપની પોતાના ઑનલાઈન ગેમિંગ બેઝિનેસ માટે ત્રણથી ચાર કરોડ ડૉલર એકઠા કરવાની તૈયારી કરી રહી છે.

    આ પણ વાંચો: આશિષ કચોલિયાના પોર્ટફોલિયોનો આ શેર 280% ભાગ્યો, શું તમારી પાસે છે?

    રોકાણકાર અને સ્ટૉક માર્કેટ ટ્રેડર આશિષ કચોલિયા (Ashish Kacholia)ના પોર્ટફોલિયો Acrysil શેરે 2021ના વર્ષમાં (YTD) 280% મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપ્યું છે. Acrysil શેરે તગડું રિટર્ન આપ્યું હોવા છતાં બજાર નિષ્ણાતો આ શેરને હજુ પણ બુલિશ માની રહ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ શેર એકથી બે મહિનાની અંદર 850 રૂપિયાની સપાટી પર પહોંચી શકે છે.  (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: