રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરે આ વર્ષે આપ્યું 130% વળતર, શું તમારી પાસે છે?

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Multibagger stock Anant Raj: માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે અનંત રાજનો શેર આગામી 12 મહિનામાં 80 રૂપિયા સુધી પહોંચી શકે છે.

 • Share this:
  મુંબઈ: શેર બજારમાં બિગ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh jhunjhunwala)ના પોર્ટફોલિયોના રિયલ્ટી સેક્ટર (Realty sector)ના શેર અનંત રાજે (Anant Raj share return) આ વર્ષે અત્યારસુધી 130% વળતર આપ્યું છે. આ શેર 26.85 રૂપિયાથી લઈને 62.35 રૂપિયા સુધી પહોંચી ગયો છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે આ શેર હજુ વધારે વધી શકે છે. કારણ કે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે 10 વર્ષના કન્સોલિડેશનથી બ્રેકઆઉટ કર્યું છે. અનંત રાજમાં અમુક વિદેશી રોકાણકારોએ પણ માર્ચ ક્વાર્ટર દરમિયાન પોતાની ભાગીદારી 8.26%થી વધારીને 8.52% કરી છે. નિષ્ણાતોએ આ શેરને વર્તમાન કિંમતે ખરીદીની સલાહ (Buy call for Anant Raj share) આપી છે. આ શેર માટે એક વર્ષનો ટાર્ગેટ 80 રૂપિયા આપવામાં આવ્યો છે.

  આ સ્ટૉક પોતાના બુક વેલ્યૂથી ફક્ત 0.77 ગણી કિંમતે ટ્રેડ કરી રહ્યો છે. તેની માર્કેટ કેપિટલ 1,932 કરોડ રૂપિયા છે. એન્ટરપ્રાઇઝ કિંમત 3,558 કરોડ રૂપિયા છે. કંપનીનો ડિવિડન્ડ ચૂકવવાનો રેશિયો 17.71% છે. આ નાણાકીય વર્ષ દરમિયાન પ્રમોટર્સે પોતાની ભાગીદારી વધારી છે.

  હાલ દેશમાં રિયલ્ટી સેક્ટર વિકાસના ટ્રેક પર છે. જેની પાછળ ઓછો વ્યાજદર અને સરકારની સેક્ટરની મદદ આપતી નીતિ મોટા કારણ છે. કંપનીની શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના લગભગ 1 કરોડ શેર છે. આ શેર લગભગ 2.39% ભાગીદારી બરાબર છે.

  રાકેશ ઝુનઝુનવાલાએ Mandhana Retailના વધુ 98,094 શેર વેચ્યા

  રાકેશ ઝુનઝુનવાલાએ ટેક્સટાઇલ ગારમેન્ટ કંપની Mandhana Retail Venturesમાં પોતાની વધુ 0.44% ભાગીદારી ઓછી કરી છે. 20 સપ્ટેમ્બરના રોજ Mandhana Retail Venturesનો શેર 1.03% વધીને 14.75 રૂપિયા પર બંધ રહ્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના વધુ 98,094 ઇક્વિટી શેર વેચી દીધા છે, જે મહિન્દ્રા રિટેલ વેન્ચર્સની 0.44% ભાગીદારી સમાન છે. આ સાથે જ આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાનની ભાગીદારી 10.77%થી ઘટીને 10.32% થઈ છે.

  આ પહેલા રાકેશ ઝુનઝુનવાલાએ 17 સપ્ટેમ્બરના રોજ કંપનીના 65,820 શેર વેચ્યા હતા. જ્યારે 20 સપ્ટેમ્બરના રોજ 32,274 શેર વેચ્યા હતા.

  આ પણ વાંચો: પારસ ડિફેન્સનો આઈપીઓ ખુલ્યાની મિનિટોમાં જ બે ગણો ભરાયો, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ 

  રાકેશ ઝુનઝુનવાલાએ કંપનીના સેક્રેટરીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, "16 સપ્ટેમ્બર 2021ના રોજ મારી પાસે Mandhana Retail Venturesના 23,78,871 ઇક્વિટી શેર (10.7726%)" હતા. 16 સપ્ટેમ્બરના રોજ મેં કંપનીના 4,34,403 ઇક્વિટી શેર વેચ્યા છે, જે 1.9672% ભાગીદારી બરાબર છે. 17 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બર બંને દિવસ મળીને કુલ 98,094 ઇક્વિટી શેર વેચ્યા છે. ત્રણ વખત ઇક્વિટી શેર વેચ્યા બાદ કંપનીમાં ભાગીદારી 2.4114% ઘટી છે."
  Published by:Vinod Zankhaliya
  First published: