રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયામાં નવો સામેલ થયેલો શેર 10% ભાગ્યો, તમારે રોકાણ કરવું જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો શેર

Rakesh Jhunjhunwala Portfolio: કેનરા બેંકની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala Portfolio) પાસે સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન કેનરા બેંકના 2,90,97,400 શેર છે.

  • Share this:
    મુંબઈ: કેનરા બેંકના શેરો (Canara Bank Share)માં શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન બીએસઈ (BSE) પર 10%ની તેજી જોવા મળી હતી. કેનરા બેંકનો શેર શુક્રવારે 215 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં કેનેરા બેંક તરફથી સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બેંકનો સ્ટેન્ડઅલોન પ્રોફિટ (ટેક્સ (Canara bank profit)બાદ કર્યાં બાદ) 1,333 કરોડ રૂપિયા રહ્યો હતો. બેંકની કેશ રિકવરી 3,002 કરોડ રૂપિયા રહી હતી, જ્યારે એપગ્રેડેશન 2,671 કરોડ રૂપિયા રહ્યું હતું. જેમાંથી DHFL (Dewan Housing Finance Ltd) પાસેથી 1700 કરોડ રૂપિયાની રિકવરીનો સમાવેશ થાય છે.

    નિષ્ણાતોનો અભિપ્રાય

    મિન્ટના જણાવ્યા પ્રમાણે શેરઇન્ડિયાના રિચર્સ હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ રવિ સિંઘનું કહેવું છે કે, "કેનરા બેંકનો શેર 21 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યો હતો. શેરમાં 10 ટકાની તેજી આવી હતી. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન કેનરા બેંકના નેટ પ્રોફિટમાં 200 ટકાનો વધારો થયો છે. બેંકની નેટ NPAમાં ઘટાડો થયો છે. આથી લાંબા ગાળા રોકાણ કરવા માંગતા લોકો આ શેર ખરીદી શકે છે. શેર માટે ટાર્ગેટ 220 રૂપિયા છે."

    મોતીલાલ ઓસવાલનો અભિપ્રાય

    ઉલ્લેખનીય છે કે Q2 દરમિયાન કેનરા બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ અસેટ્સ (GNPA) રેશિયો 8.23 ટકાથી વધીને 8.42 ટકા થયો છે. જ્યારે નોનો પર્ફોર્મિંગ અસેટ્સ 3.42 ટકાથી ઘટીને 3.21 ટકા થઈ છે.

    અન્ય એક બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે પણ કેનરા બેંકના શેર પર Buy રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ હાઉસે શેર માટે 270 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    આ પણ વાંચો: જરા હટકે બિઝનેસ આઇડિયા: આ 6 બિઝનેસમાં ઓછા રોકાણમાં કમાણી જ કમાણી, ઘર બેઠા જ કરી શકો છો શરૂ 

    રાકેશ ઝુનઝુનવાલાનો સ્ટેક

    કેનરા બેંકની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala Portfolio) પાસે સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન કેનરા બેંકના 2,90,97,400 શેર અથવા 1.60% ભાગીદારી છે. જૂન ક્વાર્ટર દરમિયાન તેમની પાસે કેનરા બેંકના કોઈ શેર ન હતા.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ સ્ટોકમાં વધાર્યું રોકાણ


     રાકેશ ઝુનઝુનવાલાની આ રિયલ્ટી શેરમાં રિ-એન્ટ્રી

    દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન રિયલ્ટી કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ (Indiabulls Real Estate)ના શેર ખરીદ્યા છે. સોમવારે આ શેર (indiabulls real estate share price) આશરે 5.77 ટકા તૂટી ગયો હતો અને 153 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.


    ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટની બીએસઈ શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં આ 30 સપ્ટેમ્બર અંત સુધી કંપનીના કુલ 50,00,000 અથવા 1.10 ટકા ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Indiabulls real Estate) હતી. આ પહેલાના બે ત્રિમાસિક દરમિયાન એટલે કે જૂન અને માર્ચ 2021 દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાનું નામ શેરધારોકોની યાદીમાં ન હતું. ( વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: