મુંબઈ: Rakesh Jhunjhunwala portfolio: રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) જે શેરની પસંદગી કરે છે તેના પર રોકાણકારોની હંમેશા નજર રહે છે. આવો જ એક શેર નઝારા ટેક્નોલોજીસ (Nazara Technologies) છે. છેલ્લા એક મહિનામાં નઝારા ટેકનો શેર 1925.90 રૂપિયાથી વધીને 3042.15 રૂપિયા પર પહોંચી ગયો છે. એટલે કે એક જ મહિનામાં આ શેરમાં 58%ની વૃદ્ધિ જોવા મળી છે. જોકે, માર્કેટ નિષ્ણાતો આ શેરમાં હજુ પણ તેજીની આશા રાખી રહ્યા છે.
શેર માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી આ કંપનીએ પોતાનું દેવું ઘટાડી નાખ્યું છે. હવે તે દેવામુક્ત કંપની બની ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે Nazara Techમાં લાંબા ગાળે રોકાણકારોને ફાયદો થઈ શકે છે. આગામી 12થી 18 મહિનામાં નઝારા ટેકનો શેર (Nazara Tech Share) 4000 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે.
મિન્ટ પ્રમાણે, કંપનીના ફંડામેન્ટલ વિશે Swastika Investmartના સંતોષ મીણાએ કહ્યુ કે, "નઝારા ટેક ભારતીય શેર બજારમાં લિસ્ટ થનારી પોતાના જેવી પ્રથમ કંપની છે. તેની પાસે ક્ષેત્રિય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈ-સ્પોર્ટ્સના IP અને અસેટ્સ છે. ઑનલાઇન ગેમિંગનો બિઝનેસ આગામી દિવસોમાં ખૂબ ઝડપથી વધારો થવાની આશા છે. જેનાથી કંપનીનો બિઝનેસ વધવાની આશા છે."
મીણાએ જણાવ્યુ કે, કંપનીએ સારા બિઝનેસના અધિગ્રહણ અને વિલય કરવાની રણનીતિ અપનાવી છે. જેમાં તે પોતાની કંપનીનો સામેની કંપનીમાં વિલય કરી દે છે, ટાર્ગેટ કંપનીને બોર્ડમાં જગ્યા આપે છે. કંપનીનો ધ્યાન ઇન-ઓર્ગેનિક રીતે ગ્રોથમાં વધારો કરવા તરફ છે.
Equity99ના કો-ફાઉન્ડર રાહુલ શર્માએ કહ્યુ કે, "કંપનીએ પોતાનું દેવું ઘટાડ્યું છે અને સંપૂર્ણ દેવામુક્ત થઈ ચૂકી છે. તેનો કર પછીનો નફો ત્રણ વર્ષમાં 50% CAGRથી વધ્યો છે." રાહુલ શર્માએ જણાવ્યું કે, 2400થી 2600ના સ્તર પર Nazara Techના શેરમાં એન્ટ્રી કરી શકાય છે. 12થી 18 મહિનામાં કંપનીનો શેર 4000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે જૂન ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાની Nazar Techમાં 10.82% ભાગીદારી હતી.
રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થ છેલ્લા થોડા દિવસોમાં અનેકગણી વધી છે. તેનું કારણ નઝારા ટેક (Nazara technologies), ટાઇટન કંપની (Titan company), ટાટા મોટર્સ (Tata Motors) જેવા શેરમાં તેમનું રોકાણ છે. Tata Motorsના શેરના ભાવનો ઇતિહાસ જોઈએ તો રાકેશ ઝુનઝુનવાલાએ ફક્ત ત્રણ બિઝનેસ દિવસમાં આ શેરમાં 310 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 6 ઓક્ટોબર 2021ના રોજ Tata Motorsના શેરની કિંમત 335.0 રૂપિયા હતી, જે ત્રણ ટ્રેડિંગ સેશન બાદ વધીને 417.80 રૂપિયા થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર