Home /News /business /રાકેશ ઝુનઝુનવાલાના આ સ્ટૉકે એક વર્ષમાં આપ્યું તગડું વળતર, શું તમારે આ સ્ટૉક ખરીદવો જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલાના આ સ્ટૉકે એક વર્ષમાં આપ્યું તગડું વળતર, શું તમારે આ સ્ટૉક ખરીદવો જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Multibagger stock: સ્ટૉક માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે આ ઑટોમોબાઈલ સ્ટૉક (Automobile stock)ને વર્તમાન કિંમત પર ખરીદી શકાય છે. શોર્ટ ટર્મમાં તે 340 રૂપિયા સુધી જવાની સંભાવના છે.

મુંબઈ: Multibagger stock: આ વર્ષે અનેક સ્ટૉકે (Multibagger stocks) ખૂબ સારું વળતર આપ્યું છે. સ્ટૉક માર્કેટમાં ખૂબ જ માહેર રોકાણકાર કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala portfolio)માં સામેલ ટાટા મોટર્સ (Tata Motors) આવો જ એક શેર છે. આ કંપનીના સ્ટૉકે ગત એક વર્ષમાં આશરે 147 ટકા વળતર આપ્યું છે. ઝુનઝુનવાલા પાસે આ કંપનીની 1.14 ટકા ભાગીદારી છે. જોકે, જૂન ક્વાર્ટરમાં ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી 1.29 ટકામાંથી ઘટાડીને 1.14 ટકા કરી છે. એટલે કે તેમણે અમુક ટકા શેર વેચી દીધા છે.

સ્ટૉક માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે આ ઑટોમોબાઈલ સ્ટૉકને વર્તમાન કિંમત પર ખરીદી શકાય છે. શોર્ટ ટર્મમાં તે 340 રૂપિયા સુધી જવાની સંભાવના છે. ડૉમેસ્ટિક પેસેન્જર વ્હીકલ્સ માર્કેટમાં મારુતિ સુઝુકીના હિસ્સા પર ટાટા મોટર્સ ઝડપથી કબજો કરી રહી છે. આ ઉપરાંત કંપનીને સ્ક્રેપેજ પૉલિસીથી પણ ફાયદો મળવાની આશા છે.

ટાટા મોટર્સે નેક્સૉન EV સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ઉતરવાની જાહેરાત કરી છે. કંપનીના આ EV વેરિએન્ટનું વેચાણ વધી રહ્યું છે. આ ઉપરાંત ચીનના અર્થતંત્રમાં તેજી આવવાને પગલે કંપનીની સબ્સિડિયરી જગુઆર લેન્ડ રોવરને પણ ફાયદો થશે.

આ પણ વાંચો: Multibagger stock: 10 વર્ષમાં 1 લાખના 1.12 કરોડ! શું તમે પણ આ સ્ટૉકમાં રોકાણ કર્યું છે?

કંપનીનો સ્ટૉક 280થી 295 રૂપિયા વચ્ચે મજબૂત સપોર્ટ પર છે. રોકાણકારો આ સ્ટૉકમાં વર્તમાન લેવલ પર 340 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકે છે. જેમાં 280 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો જોઈએ. ટાટા મોટર્સના શેરમાં છેલ્લા એક મહિનામાં કમજોરી જોવા મળી છે. જોકે, તાજેતરમાં 284.45 રૂપિયાના લેવલ પછી તેજી જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટૉકે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. એક વર્ષમાં સ્ટૉક આશરે 147 ટકા વધ્યો છે.

રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં હિસ્સો ઓછો કર્યો

રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં ટાટા મોટર્સમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. કંપનીના શેરમાં આવેલી જોરદાર તેજી પછી તેમણે પ્રૉફિટ બુક કર્યો છે. ઝુનઝુનવાલાએ ગત વર્ષે કોરોનાને પગલે ટાટા મોટર્સના શેરમાં જોરદાર ઘટાડો થયો હતો ત્યારે શેર ખરીદ્યા હતા. BSE ફાઇલિંગ્સ પ્રમાણે જૂન ક્વાર્ટરના અંતમાં ઝુનઝુનવાલા પાસે ટાટા મોટર્સના 3,77,50,000 શેર છે. જે લગભગ 1.14 ટકા ભાગીદારી થાય છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન તેમની પાસે 4,27,50,000 શેર હતા.

આ પણ વાંચો: ચેક આપતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો આપવી પડશે પેનલ્ટી- જાણો RBIનો નવો નિયમ

ટાટા મોટર્સનો શેર ગત ક્વાર્ટર દરમિયાન 360.55 રૂપિયા સાથે 52 અઠવાડિયાની ટોચ પર પહોંચ્યો હતો. આ કિંમત પર કદાચ ઝુનઝુનવાલાએ પ્રૉફિટ બુક કર્યો હતો. જે બાદમાં શેરની કિંમતમાં આશરે 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ ચીપની અછતને પગલે ઉત્પાદનને નુકસાન થઈ રહ્યાની જાણકારી આપ્યા બાદ શેરની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.
First published:

Tags: Multibagger Stock, Rakesh jhunjhunwala

विज्ञापन