Home /News /business /Rakesh Jhunjhunwala portfolio: બજાર નિષ્ણાતોએ રાકેશ ઝુનઝુનવાલાના આ શેર માટે આપ્યું 'buy on dips' રેટિંગ

Rakesh Jhunjhunwala portfolio: બજાર નિષ્ણાતોએ રાકેશ ઝુનઝુનવાલાના આ શેર માટે આપ્યું 'buy on dips' રેટિંગ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: એક્સપર્ટ્સ જણાવે છે કે લાંબા ગાળાના રોકાણ લક્ષ્યાંક સાથે રૂ. 440 પ્રતિશેરનો આ એક સારો વિકલ્પ છે.

મુંબઇ. Rakesh Jhunjhunwala portfolio: ભારતીય શેરબજાર (Indian Share Market) હાલના સમયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાની વચ્ચે રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના શેરોમાંના એક એવા ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ (Indiabulls Housing Finance)ના કિંમત છેલ્લા 5 ટ્રેડ સેશનમાં 17 ટકા સુધી ઘટી ગઈ છે. જોકે, બુધવારે આ શેર 2% વધારા સાથે બંધ થયો હતો. શેરબજારના એક્સપર્ટ અનુસર હાઉસિંગ ફાઇનાન્સ સ્ટોક ક્વોલિટી સ્ટોકમાંનો એક છે જે શોર્ટ ટર્મ નેગેટિવ સેન્ટિમેન્ટને કારણે તૂટી રહ્યો છે. એક્સપર્ટ્સ જણાવે છે કે લાંબા ગાળાના રોકાણ લક્ષ્યાંક સાથે રૂ. 440 પ્રતિશેરનો આ એક સારો વિકલ્પ છે.

ચોઈસ બ્રોકિંગનો અભિપ્રાય

શેરબજારના રોકાણકારોને રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયોમાંના આ સ્ટોક ખરીદવા અંગે સલાહ આપતા ચોઈસ બ્રોકિંગ (Choice Broking)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયા જણાવે છે કે, તાજેતરના વેચાણમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેરોએ રૂ. 250 પર બ્રેકડાઉન આપ્યું અને હવે આ શેર રૂ. 200 પ્રતિશેરની મજબૂત સપાટી નજીક છે. રૂ. 240થી રૂ. 260ના શોર્ટ ટર્મ ટાર્ગેટ માટે રૂ. 200 પર સ્ટૉપલૉસ જાળવી રાખીને આ સ્ટોક ખરીદી શકાય છે. વધુમાં બગડિયાએ જણાવ્યું હતું કે શેરમાં ₹250 થી ₹260ના સ્તરે હર્ડલ જોવા મળે છે. જોકે, એકવખત આ હર્ડલ તૂટી જાય તો આ શેરોમાં શાર્પ અપસાઈડ મૂવમેન્ટ જોવા મળી શકે છે.

GCL સિક્યોરિટીઝનો અભિપ્રાય

રોકાણકારોને ખરીદેલા શેર જાળવી રાખવા અંગે વાત કરતા GCL સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું કે, "ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના શેર ભારતીય બજારોમાં મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા હોવા છતાં હાલમાં આ શેરોના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મજબૂત ફંડામેન્ટલ હોવાને કારણે એકવાર બજારમાં ટ્રેન્ડ રિવર્સલ થાય ત્યારે શેરોમાં શાર્પ રિબાઉન્ડ જોવા મળી શકે છે. આ પરિસ્થિતીને જોતા રોકાણકારોએ ડીપ્સ પર ખરીદી જાળવી રાખવી. ટૂંકા ગાળામાં જ શેરની કિંમત રૂ. 290 સુધી જઈ શકે તેવું અનુમાન છે, જ્યારે 3 વર્ષના લાંબા ગાળામાં આ સ્ટોક રૂ. 440ના સ્તરે પહોંચી શકે છે."

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં રાકેશ ઝુનઝુનવાલાનું શેર હોલ્ડિંગ

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સની જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટેની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા કંપનીના 50 લાખ શેર ધરાવે છે. આ શેર કંપનીની નેટ પેઈડ-અપ કેપિટલના 1.08 ટકા છે.

આ પણ વાંચો: Paytm Share tips : પેટીએમના શેર પર મોટા બ્રોકરેજ હાઉસે આપ્યું Bullish રેટિંગ

ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોનો આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. News18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેર ખરીદવા કે વેચવાની સલાહ આપવામાં આવતી નથી.
First published:

Tags: Rakesh jhunjhunwala, Share market, Stock tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો