અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની (Rakesh Jhunjhunwala) મનપસંદ કંપની લ્યુપિન લિમિટેડના શેરમાં (lupin share price) છેલ્લા એક મહિના દરમિયાન 15 ટકાનો કડાકો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂનના પરિણામ સામે આવ્યા, ત્યારથી ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ મોટી કંપનીના શેરમાં ઘટાડો થઇ રહ્યો છે. જોકે, શેરબજારના નિષ્ણાંતોનું માનવું છે કે, લ્યુપિન રૂ. 980થી ઉપરનો બ્રેકઆઉટ આપે તો આ સ્ટોક ખરીદવો જોઈએ. નબળા ત્રિમાસિક પરિણામ હોવા છતાં લ્યુપિનના શેરની કિંમત આગામી 12 મહિનામાં રૂ. 1300 સુધી જઈ શકે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે, બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા લ્યુપિનમાં 1.60 ટકા હિસ્સો ધરાવે છે. જૂન ક્વાર્ટરના અંતે તેમની પાસે 72.45 લાખ શેર હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની કિંમત શેરદીઠ રૂ. 1267.50ની વિક્રમી 52 સપ્તાહની સપાટીએ પહોંચી હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેની કિંમતમાં 24 ટકાનો ઘટાડો થયો છે.
Livemint.comના અહેવાલ મુજબ મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમિટેડમાં ઈન્સ્ટિટ્યુશનલ સેલ્સના હેડ જીતેશ રાણાવતે કહ્યું હતું કે, લ્યુપિનને અમેરિકામાં ભાવ બાબતે ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે અલ્બુટેરોલ, ફામોટિડિન, લેવોથિયોક્સિન અને ગ્લુમેટ્ઝાનું વેચાણ નીચું રહ્યું છે. અમેરિકાની બજારોમાં ભાવધોવાણથી પ્રથમ છ માસિકને નુકસાન થશે તેવા મેનેજમેન્ટ સૂચનને ધ્યાનમાં રાખીને એકંદર ફાર્મા કંપનીઓ અમેરિકાની બજારોમાં નાણાકીય વર્ષ 2022ના પડકાર સામે લડવા તૈયાર છે. બીજી તરફ સ્થાનિક ફોર્મ્યુલેશન અને રો બજારોમાં બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે.
લ્યુફિનના નબળા પરિણામોની સકારાત્મક બાબતો પર પ્રકાશ પડતા એમ્કે ગ્લોબલ સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ કુનાલ ધામેશાએ જણાવ્યું હતું કે, નબળા પરિણામ છતાં મેનેજમેન્ટ અમેરિકા અને ભારતના બિઝનેસમાં બે આંકડાની રેવન્યુ વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે. મેનેજમેન્ટને અપેક્ષા છે કે, નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વોર્ટર સુધીમાં અમેરિકાની આવક 200 મિલિયન ડોલરના રન-રેટને આંબી જશે.
લ્યુપિન શેરમાં રોકાણ વ્યૂહરચનાને સમજાવતા એલકેપી સિક્યોરિટીઝના વરિષ્ઠ ટેક્નિકલ વિશ્લેષક રોહિત સિંગરે જણાવ્યું હતું કે, લ્યુપિન રૂ. 980 પર બ્રેકઆઉટ આપી શકે છે અને એકવાર તે રૂ. 980થી ઉપર બંધ થાય તો સ્ટોક ડિમાન્ડ ઝોનમાં પ્રવેશી શકે છે. જેથી રોકાણકાર રૂ. 980થી ઉપરની સપાટીએ ખરીદી શકે છે. જેના માટે ટાર્ગેટ રૂ. 1100 અને સ્ટોપ લોસ રૂ. 980 રાખી શકાય. સિંગરે ક્લોઝિંગના ધોરણે રૂ. 900ના બ્રેકઆઉટની રાહ જોવાની સલાહ આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર