Rakesh Jhunjhunwala Portfolio: ઘણા નાના રોકાણકારો શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio) ને અનુસરે છે. લોકો જાણવા માંગે છે કે, આ બિગબુલે કયા શેરમાં પૈસા રોક્યા છે અને કયામાંથી તેણે પોતાનો હિસ્સો પાછો લીધો છે, જેથી તેમને પણ તેનો ફાયદો મળી શકે. હાલમાં જ માહિતી સામે આવી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ મંધાના રિટેલ વેન્ચર્સ (The Mandhana Retail Ventures)ના શેર કાઢી નાખ્યા છે.
કંપનીના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાનું નામ મુખ્ય શેરધારકોની યાદીમાં ગાયબ છે. તેના બે અર્થ થઈ શકે છે. પહેલો એ કે બિગ બુલે સ્ટોકમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લીધું છે અને બીજો અર્થ એ કે ઝુનઝુનવાલાની હિસ્સેદારી 1 ટકાથી ઓછી થઈ ગઈ છે. નિયમો અનુસાર, દરેક કંપનીએ દર ત્રણ મહિના (ક્વાર્ટર) પછી તેના મુખ્ય શેરધારકો (Key Shareholders) વિશે માહિતી આપવાની હોય છે. આમાં, કંપનીમાં ઓછામાં ઓછો 1 ટકા હિસ્સો ધરાવતા રોકાણકારોની જાણકારી આપવાની હોય છે
247થી ગગડી પહોંચ્યો 17 રુપિયા સુધી
સપ્ટેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 16,30,900 ઇક્વિટી શેર હતા. જે 7.39 ટકા છે. તેમણે લાંબા સમય સુધી કંપનીના શેર પોતાના પોર્ટફોલિયોમાં રાખ્યા હતા.
બુધવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર મંધાના રિટેલ વેન્ચર્સનો શેર રૂ. 17.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેર 2017માં રૂ. 247ની ઊંચી સપાટી પર આવ્યો હતો. ત્યારથી આ સ્ટોક સતત નીચે જઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં, મંધાના રિટેલ વેન્ચર્સના શેરની કિંમત રૂ. 11.90 થી વધીને રૂ. 16.95 થઈ છે, જે 42%થી વધુનો વધારો છે.
તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરતી વખતે ઝુનઝુનવાલાએ Aptechમાં તેમનો હિસ્સો 0.66 ટકા ઘટાડ્યો. તેઓ અને તેમની પત્ની રેખા રાકેશ ઝુનઝુનવાલા હવે કંપનીમાં 23.43 ટકા હિસ્સો ધરાવે છે, જે સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે 23.72 ટકા હતો. ઓક્ટોબર 2021 માં રાકેશ ઝુનઝુનવાલાએ મંધાના રિટેલ વેન્ચર્સમાં તેમનો હિસ્સો ઘટાડીને લગભગ 2.4 ટકા કર્યો હતો. તે સમયે તેણે લગભગ બે દિવસના ગાળામાં કંપનીના 8.5 લાખથી વધુ શેર વેચ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર