Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરની ખરીદી કરવાની સલાહ

રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala portfolio: બ્રોકરેજ ફર્મ તરફથી કહેવામાં આવ્યું છે કે ટીયર-1 અને ટીયર-2 શહેરમાં 'સ્ટેકેશન'ની માંગ વધી છે. જેનો ઇન્ડિય હોટલ્સને ફાયદો મળ્યો છે.

  • Share this:
    મુંબઈ: કોરોનાના કેસ ઓછા થતાં જ હોટલ અને ટૂરિઝમ ઉદ્યોગ (Hotel and tourisum industry)માં તેજી જોવા મળી છે. એટલે કે લોકો હવે પહેલાની જેમ આરામ ફરમાવવા માટે બહાર નીકળી રહ્યા છે. આથી ઇન્ડિયન હોટલ્સ (Indian Hotels)નું નાણાકીય વર્ષ 2021માં સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પોતાની એક નોટમાં આ વાત લખી છે.

    બ્રોકરેજ ફર્મ તરફથી કહેવામાં આવ્યું છે કે ટીયર-1 અને ટીયર-2 શહેરમાં 'સ્ટેકેશન'ની માંગ વધી છે. જેનો ઇન્ડિય હોટલ્સને ફાયદો મળ્યો છે. આ માટે ઇન્ડિય હોટલ્સમાં ઓક્યૂપન્સી રેટ અને સરેરાશ રેટ વધ્યા છે. બ્રોકરેજનું માનવું છે કે આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

    બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે રિવેન્જ ટૂરિઝમને પગલે મેટ્રો શહેરોમાં 'સ્ટેકેશન' બુકિંગ વધ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી રહેવા અથવા નિત્યક્રમથી કંટાળીને ફરવા નીકળે છે તેને રિવેન્જ ટૂરિઝમ કહેવામાં આવે છે. બીજી તરફ જ્યારે કોઈ વ્યક્તિ વિદેશ યાત્રા ન કરીને પોતાના જ દેશમાં અલગ અલગ જગ્યા પર રહીને લાંબી રજા માણે છે તેને સ્ટેકેશન કહે છે.

    મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે મીડિયમ ટર્મમાં રિવેન્જ ટૂરિઝમ અને સ્ટેકેશનનો ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા છે. વર્તમાન વર્ષમાં બીજા છ મહિના દરમિયાન ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ હોટલોની માંગ વધી શકે છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આ ઉપરાંત કોરોના નિયમોમાં છૂટછાટને પગલે બેન્ક્વેટ અને કૉન્ફરન્સ શરૂ થવાથી પણ કંપનીઓની આવક વધશે.

    મોતીલીલા ઓસવાલનું કહેવું છે કે "આવક ઊભી કરવાની નવી રીતમાં EBITDA માર્જિન વધારે છે. તેને નાણા રોક્યા વગર અથવા ઓછા પૈસા લગાવીને કરી શકાય છે, જે RoCE માટે સારું છે. આ માટે અમે સ્ટૉક માટે Buy રેટિંગ યથાવત રાખ્યું છે."

    ઇન્ડિયન હોટલ્સની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે, રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમની પત્ની રેખા ઝુનઝુનાલા (Rekha Jhunjhunwala) પાસે ઇન્ડિયન હોટલ્સની 1.05 ટકા ભાગીદારી છે. ઇન્ડિયન હોટલ્સ દુનિયામાં 4 ટાપુ, 12 દેશ અને 80 લોકેશન પર પોતાની સેવા આપે છે.

    આ પણ વાંચો: Rakesh Jhunjhunwalaએ ટાટા ગ્રુપની બે કંપનીમાં એક જ દિવસમાં કરી 1,125 કરોડ રૂપિયાની કમાણી, જાણો તમામ વિગત

    ટાટા ગ્રુપની બે કંપની- ટાઇટન (Titan company) અને ટાટા મોટર્સ (Tata motors)ના શેર ગુરુવારે ટ્રેડિંગ સેશન દરમિયાન નવી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. ટાઇટનનો શેર (Titan company share) 10%થી વધારે વધીને 2384.25 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ટાટા મોટર્સનો શેર (Tata motors share) 52 અઠવાડિયાની પોતાની ટોચની સપાટી 383 રૂપિયા પર પહોંચી ગયો છે. ગુરુવારે ટાટા મોટર્સનો શેર 12%થી વધુ વધીને બંધ થયો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: