રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ થયો આ PSU મેટલ સ્ટોક, જુઓ કેટલા શેર ખરીદ્યા

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

ઝુનઝુનવાલા અને તેમના પરિવારની સપ્ટેમ્બરના અંતે 22,300 કરોડ રૂપિયાની નેટવર્થ હતી. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં લગભગ 52 ટકાનો વધારો થયો છે.

 • Share this:
  શેરબજાર (Share Bazar)ના બિગબુલ રોકાણકાર તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલા (rakesh jhunjhunwala)એ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન PSU નેશનલ એલ્યુમિનિયમ કંપની (Nalco)માં આશરે 2.5 મિલિયન શેર ખરીદ્યા છે. તે આ કંપનીમાં 1.36 ટકા હિસ્સો ધરાવે છે. નાલ્કોમાં સરકારનો હિસ્સો 51.5 ટકા છે.

  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતમાં નાલ્કોના ખાણકામ, ધાતુઓ અને પાવર બિઝનેસમાં 15.22 ટકા હિસ્સો ધરાવે છે.

  ઝુનઝુનવાલાને તાજેતરમાં નવી એરલાઇન શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી છે.

  Nalcoનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 18,000 કરોડ રૂપિયા છે. આ વર્ષની શરૂઆતથી કંપનીના શેરોમાં 130 ટકાથી વધુનો વધારો થયો છે.

  નાલ્કોનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 1,940 ટકાથી વધારે 347.73 કરોડ રૂપિયા રહ્યો છે.

  આ પણ વાંચોPost Office ફ્રેન્ચાઇઝી ખોલો, 8 પાસ પણ ખોલી શકે છે, શું પ્રોસેસ કરવી પડે? કેટલી થાય કમાણી?

  કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ. 8,869.29 કરોડનું ચોખ્ખું ટર્નઓવર અને રૂ. 1,299.56 કરોડનો નફો નોંધાવ્યો હતો, તેમ છતાં રોગચાળાને કારણે વ્યવસાય પ્રભાવિત થયો હતો.

  આ પણ વાંચોમાલા-માલ! આ 4.81 પૈસાનો Share રૂ. 787.40 પર પહોંચ્યો, 1 લાખ રૂ. 1.63 કરોડ થયા

  ઝુનઝુનવાલા તેની પત્ની રેખા ઝુનઝુનવાલાના નામે પણ રોકાણ કરે છે. તેમની પાસે એસેટ ફર્મ રેયર એન્ટરપ્રાઈસેઝ પણ છે. ઝુનઝુનવાલા અને તેમના પરિવારની સપ્ટેમ્બરના અંતે 22,300 કરોડ રૂપિયાની નેટવર્થ હતી. છેલ્લા એક વર્ષમાં તેની કિંમતમાં લગભગ 52 ટકાનો વધારો થયો છે.
  Published by:kiran mehta
  First published: