Rakesh Jhunjhunwala portfolio: ICICI સિક્યોરિટીઝે ટાટા ગ્રુપની આ કંપનીમાં રોકાણની આપી સલાહ

રેખા અને રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala portfolio: સપ્ટેમ્બર 2021ના BSE શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા ટાટા ગ્રુપ ઑફ કંપનીમાં 1.05 ટકાના ભાગીદાર છે.

  • Share this:
મુંબઈ: શેરબજારમાં કોરોનાની સ્થિતી બાદ હવે ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે. અન્ય સેક્ટરોની જેમ હોસ્પિટાલિટી (hospitality sector) સેક્ટરમાં પણ સુધારો આવી રહ્યો છે. આ અંગે વાત કરતા ICICI સિક્યોરિટીઝ જણાવે છે કે, લગભગ 2 મહિનાના સમયગાળા બાદ હોસ્પિટાલિટી સેક્ટરે ફરીથી ગતિ પકડી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં ઈન્ડિયન હોટલ (Indian Hotel) તેના દાયકા લાંબા એકીકરણમાંથી બહાર આવ્યું છે અને હવે તે સારો વોલ્યુમ અને સ્ટ્રક્ચરલ ટર્નઓવર ધરાવે છે, જે આગામી વર્ષોમાં તેનો સારો ટ્રેન્ડ બનાવવામાં મદદરૂપ થશે.

બ્રોકરેજ ફર્મનો અભિપ્રાય

બ્રોકરેજ એન્ડ રિસર્ચ ફર્મ દ્વારા એક નોટમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં સ્ટોક 50 દિવસના EMAથી વધુ સમય સુધી ટકી રહ્યો છે. અહીં જૂન 2020થી ઈનક્રીમેન્ટલ બાયિંગ અપોર્ચ્યુનિટી (incremental buying opportunity) જોવા મળી રહી છે, જેથી આ ઈન્ક્રીમેન્ટલ અપોર્ચ્યુનિટીને કારણે ફેવરેબલ રિસ્ક સાથે નવી એન્ટ્રીઓને સારી તક મળશે. સાથે જ અમને લાગી રહ્યું છે કે અર્થવ્યવસ્થામાં અનલોક ટેકનિકલ તર્કસંગતતાને પણ સપોર્ટ કરશે.

192 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ

3 મહિનાના સમયગાળા પર ICICI સિક્યોરિટી ઈન્ડિયન હોટલ્સ (Indian Hotels shares)માં રોકાણ કરવાની સલાહ આપી રહ્યું છે. આ ભલામણ 3 મહિનાના ગાળા માટે 264 રૂપિયા પ્રતિશેરના ટાર્ગેટ પ્રાઈઝ સાથે અને 192 રૂપિયાના સ્ટોપલોસ સાથે કરવામાં આવી રહી છે. અહીં એવું માનવામાં આવી રહ્યું છે કે હાલ ચાલી રહેલી કટોકટી આગામી 3થી 4 વર્ષોમાં ઓવરઓલ રૂમ સપ્લાયને રોકશે. જે ઈન્ડિયન હોટલ જેવા બ્રાન્ડેડ પ્લેયર માટે સારો સંકેત છે. ઇન્ડિયન હોટેલ્સ 19,425 રૂમની રૂમ ઈન્વેન્ટરી સાથે તાજ, વિવાન્તા, સિલેક્શન અને જીંજર જેવા બ્રાન્ડ એક અનોખું સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો: નાયકાના શેરનું બમ્પર લિસ્ટિંગ: રોકાણકારોએ હવે શું કરવું? શેર વેચી દેવા કે રોકાણ જાળવી રાખવું? 

દેવા મુક્ત થવાના ઉદ્દેશ્ય સાથે બોર્ડ દ્વારા રૂ. 4000 કરોડના ફંડને મંજૂરી આપવામાં આવી છે. બ્રોકરેજ મુજબ કેશ ફ્લો અને ઈક્વિટી ઈનફ્યુઝન સાથે નોન કોર અસેટમાં કરેલ રોકાણ પાછું ખેંચવાથી પણ કંપની ડેટ ફ્રી થઈ શકશે.

આ પણ વાંચો: ડોલી ખન્નાના આ શેર પર બજાર નિષ્ણાતો બુલિશ, શું તમારે પણ આ શેરમાં રોકાણ કરવું જોઈએ? 

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

નોટમાં હાઈલાઈટ કરવામાં આવ્યું છે કે, Q2FY22માં ઈન્ડિયન હોટલમાં શાર્પ રિબાઉન્ડ જોવા મળ્યો હતો. ઈન્ડિયન હોટલ્સનો રેવન્યૂ તેના કોવિડ પહેલાના 72 ટકાના લેવલ સુધી પહોંચી ગઈ છે. ડોમેસ્ટિક સેગમેન્ટની રિકવરી 86 ટકા જ્યારે આંતરરાષ્ટ્રીય પોર્ફોલિયોની રિકવરી 62 ટકા એટલે કે કોવિડ પહેલાના લેવલ પર પહોંચી છે. અમે કોવિડ પહેલાના 97 ટકા સુધી પહોંચવાની આશા રાખીએ છીએ. સપ્ટેમ્બર 2021ના BSE શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલા ટાટા ગ્રુપ ઑફ કંપનીમાં 1.05 ટકાના ભાગીદાર છે.
First published: