રાકેશ ઝુનઝુનવાલાના આ શેરે મહિનામાં જ આપ્યું 13% વળતર, શું તમારે રોકાણ કરવું જોઈએ?

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Rakesh Jhunjhunwala portfolio: Fortis Healthcareમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે જૂન 2021 ક્વાર્ટર સુધી 3,25,50,000 શેર હતા. આ રીતે જોવા જઈએ તો આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 4.13% થાય છે.

  • Share this:
    મુંબઈ:  Rakesh Jhunjhunwala portfolio: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પોર્ટફોલિયોમાં સામેલ Fortis Healthcareનો સ્ટૉક 1 સપ્ટેમ્બરના રોજ 6.60% તૂટી ગયો છે. પ્રૉફિટ બુકિંગને કારણે Fortis Healthcareના શેરમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તાજેતરમાં આવેલી રેલીમાં Fortis Healthcareના શેરમાં 13%નો ઉછાળો જોવા મળ્યો છે. આથી બજાર નિષ્ણાતો કહી રહ્યા છે કે જો આ શેરનો ભાવ ઘટે છે તો તેમાં રોકાણ કરવું જોઈએ. Fortis Healthcareના શેરમાં ટૂંકા ગાળામાં 330 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, આ સાથે 270 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવાની સલાહ આપવામાં આવી છે. બીજી સપ્ટેમ્બરના રોજ બપોરે 1.10 વાગ્યે Fortis Healthcareનો શેર 2.25% નીચે 278 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

    મિન્ટ સાથેની વાતચીતમાં Ashika Stock Brokingના રિસર્ચ હેડ અરિજીત માલાકારે કંપનીના ફન્ડામેન્ટલ અંગે જણાવ્યું છે. માલાકારનું કહેવું છે કે, "ફિસ્કલ યર 2022ના પ્રથમ ક્વાર્ટરમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને કારણે Fortis Healthcareની હૉસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક બિઝનેસને ખૂબ ફાયદો થયો છે. જૂન 2021 ક્વાર્ટર દરમિયાન કોવિડ ટેસ્ટ કરાવનાર લોકોની સંખ્યા 148% વધી છે. SRL તરફથી ફિસ્કલ યર 2022ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન 16 લાખ ટેસ્ટ કર્યા હતા, જ્યારે ફિસ્કલ યર 2021ના ચોથા ક્વાર્ટર દરમિયાન 6.5 લાખ ટેસ્ટ થયા હતા."

    આ પણ વાંચો: પર્સનલ લોન લેતા પહેલા આ પાંચ વાત જાણવી ખૂબ જરૂરી, જાણો ફ્લેટ રેટ સારો કે ફ્લોટિંગ?

    Fortis Healthcareનો હૉસ્પિટલ બિઝનેસ કોઈ પણ મોકોમાંથી સારો ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં છે. કંપનીનું ફોકસ બ્રાઉનફીલ્ડ એક્સપાન્શન પર છે, જેનાથી ગ્રોથને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે. આ ઉપરાંત કોરોના વાયરસ સંક્રમણને પગલે હેલ્થકેર સેગમેન્ટનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. સરકારનું ધ્યાન પણ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા પર કેન્દ્રીત છે.

    Fortis Healthcareમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે જૂન 2021 ક્વાર્ટર સુધી 3,25,50,000 શેર હતા. આ રીતે જોવા જઈએ તો આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી 4.13% થાય છે.

    રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો

    દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) સરકારી કેનરા બેંકમાં (Canara Bank) 1.59% ભાગીદારી ખરીદી છે. BSE તરફથી જાહેર આંકડામાં આ માહિતી મળી છે. 24 ઓગસ્ટના રોજ જાહેર શેર હૉલ્ડિંગ સ્ટેટમેન્ટ (Share holding statement) પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં 1.59% ભાગીદારી એટલે કે બેંકના 2,88,50,000 સ્ટૉક ખરીદ્યા છે.

    આ પહેલા મંગળવારે સવારે Canara Bank તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે 16.73 કરોડ શેરના અલૉટમેન્ટને મંજૂરી આપી છે. બેંકનો 2,500 કરોડ રૂપિયાનો QIP (qualified institutional placement) બે દિવસ પહેલા જ 23 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. QIP 17 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: