Rakesh Jhunjhunwala portfolio: એક મહિનામાં 20% ભાગી શકે છે આ શેર, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
Rakesh Jhunjhunwala portfolio: એક મહિનામાં 20% ભાગી શકે છે આ શેર, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
રાકેશ ઝુનઝુનવાલા
Rakesh Jhunjhunwala news: જુલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન ફોર્ટિંસ હેલ્થકેર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,19,50,000 શેર છે. જે કંપનીની કુલ જાહેર શેરના 4.23 ટકા છે.
મુંબઈ: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો (Rakesh Jhunjhunwala Portfolio) પર હંમેશા રોકાણકારોની નજર રહેતી હોય છે. કારણ કે તેનાથી સારા શેરની પસંદગી કરવામાં મદદ મળતી હોય છે. શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે નિષ્ણાતોએ ફોર્ટિંસ હેલ્થકેર (Fortis Healthcare) ના શેર પર દાવ લગાવવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રાકેશ ઝુનઝુનવાલાનો આ શેર સ્ટૉક પેટર્ન પર પોઝિટિવ નજરે પડી રહ્યો છે. આ શેર 300થી 302ના સ્તર પર નવું બ્રેકઆઉટ આપી શકે છે. માર્કેટ નિષ્ણાતો (Share Market experts)નું કહેવું છે કે રોકાણકારોએ આ શેરની વર્તમાન સ્તર પર ખરીદી કરવી જોઈએ. કારણ કે આ શેર એક મહિનામાં 20 ટકા સુધી વળતર આપી શકે છે.
નિષ્ણાતોનો અભિપ્રાય
Choice Brokingના સુમીત બગડિયાએ કહ્યુ કે, શૉર્ટ ટર્મમાં ફોર્ટિંસ હેલ્થકેરનો શેર 260ના લેવલ પર ટકવાની સાથે સાથે ચાર્ટ પેટર્ન પર દેખાઈ રહ્યો છે. આ સાથે જ બંધ ભાવને આધારે 300થી 302 રૂપિયા ઉપર બ્રેકઆઉટ નજરે પડી શકે છે. આ બ્રેકઆઉટ પછી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ શેર ટૂંકા ગાળામાં 340 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે. આ શેરની વર્તમાન કિંમતે 260 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે એક મહિનામાં 340 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે."
તેમણે કહ્યુ કે, ફોર્ટિંસ હેલ્થકેરના શેરમાં એક અઠવાડિયામાં 11 ટકાની તેજી જોવા મળી છે, આથી ઉપરના સ્તરથી નફા વસૂલી થઈ શકે છે. આ શેરનો મજબૂત સપોર્ટ 260 રૂપિયા છે. આથી આ શેરમાં કોઈ ઘટાડો આવે છે તો રોકાણકારો માટે ખરીદી કરવાની સારી તક ઊભી થઈ શકે છે.
260 રૂપિયાનો મજબૂત સપોર્ટ
આ મામલે ShareIndiaના રવિ સિંહનું કહેવું છે કે Fortis Healthcareના શેરમાં ફ્રેશ રેલી આવી શકે છે. હાલ આ શેર 280 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આગામી કામકાજના દિવસોમાં આ શેરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ શેર માટે 250થી 260 રૂપિાયનો મજબૂત સપોર્ટ લાગી રહ્યો છે. આ લેવલથી શેર નીચે જવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. લાંબા ગાળા આ શેરમાં સારું વળતર મળી શકે છે. આ માટે તમારી પોઝિશનને હોલ્ડ કરવી જોઈએ.
મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે જુલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન ફોર્ટિંસ હેલ્થકેર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,19,50,000 શેર છે. જે કંપનીની કુલ જાહેર શેરના 4.23 ટકા છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણકારોએ પૈસા લગાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચવાની ક્યારેય પણ કોઈ સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર