Rakesh Jhunjhunwalaના મનગમતા 86 રૂપિયાના ભાવના આ શેરમાં છે કમાણીની તક, ફટાફટ જાણો વિગતો

શેરબજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા

Rakesh Jhunjhunwala news: રાકેશ ઝૂનઝૂનવાલાના પોર્ટફૉલિયોમાં આ બેન્કિંગ સ્ટૉકના 75 લાખ શેર છે

  • Share this:
    મુંબઈ: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) એ એપ્રિલથી જુન-2021 વચ્ચેના ક્વાર્ટરમાં આ બેન્કિંગ સ્ટોક્સમાં (
    Rakesh Jhunjhunwala Portfolio Banking Stocks) પોતાની હિસ્સેદારી 0.40 ટકા વધારી દીધી છે, જેના કારણે તેમના પોર્ટફૉલિયોમાં ફેડરલ બેન્ક (Federal Bank Stocks in Rakesh Jhunjhunwala Portfolio)ના 75 લાખ શેર થઈ ગયા છે. પાછલા છ મહિનાથી આ બેન્કિંગ શેર 70-90 રૂપિયાના ભાવે રમી રહ્યા છે. આ શેરે આમ રોકાણકારોને વધુ રિટર્ન આપ્યું (Stock Return) નથી. તેમ છતાં આ સ્ટૉક્સમાં જુલાઈ 2021ની શેરહોલ્ડિંગ મુજબ બિગબૂલ ઝૂનઝૂનવાલાએ પોતાનો વિશ્વાસ કાયમ રાખ્યો છે. તેમણે પોતાની હિસ્સેદારી આ શેરમાં કાયમ રાખી છે.

    જ્યારે રાકેશ ઝૂનઝૂનવાલા પોર્ટફોલિયોના આ સ્ટોક્સમાં Q2FY22ના મજબૂત સંકેતો બાદ ભાવ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. શેર બજારના એક્સપર્ટના મતે મજબૂત બજારના કારણે મોમેન્ટમ જોવા મળ્યું છે. આ શેર આવતા ટ્રેડિંગ સેશન્સમાં ઉછાળો ભરે તેવી વકી છે.

    Angel Oneની જ્યોતિ રૉય આ શેર વિશે મત આપતા કહે છે કે Q2FY22માં ફેડરલ બેન્કના શેરે મજબૂત બિઝનેસ મોમેન્ટમ દર્શાવ્યો છે. ત્રિ માસિક આધાર પર આ સ્ટોક્સનું એડવાન્સિસ 3.4 ટકાના દરે વૃદ્ધી પામ્યુ છે અને તેની કિંમત હવે 1,37,3091 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

    શું છે રિપોર્ટ

    ત્રિમાસિક રિપોર્ટના આધારે ડિપોઝિટમાં 2.5 ટકાની વૃદ્ધી આ શેરમાં જોવા મળી છે. જેની સાથે કિંમત 1,68,743 કરોડ થઈ ગઈ છે. જ્યારે આ શેરનો કાસા રેશિયો 135 બીપીએસ સુધરીને 36.16 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત અમે બેન્ક માટે એસેટ ક્વોલિટીમાં સતત કડાકાની આશા પણ રાખી રહ્યા છે.

    Rakesh Jhunjhunwalaએ આ કંપનીમાં પોતાનો 10% હિસ્સો ઘટાડ્યો, ફક્ત બે દિવસમાં વેચ્યા 8.5 લાખ શેર

    રાકેશ ઝુનઝુનવાલાએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે, તેમણે ટેક્સટાઇલ કંપની મંધાના રિટેલ વેન્ચર્સમાં પોતાની ભાગીદારી 12.74% (જૂન ક્વાર્ટર શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે)માંથી ઘટાડીને 2.40% કરી છે. ઝુનઝુનવાલાએ ગુરુવારે એટલે કે સાત ઓક્ટોબરના રોજ એક્સેન્જને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હવે તેમની પાસે મંધાના રિટેલના 5,30,500 શેર છે, જે પહેલા 28,13,274 હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં તેમણે મંધાના રિટેલના 8.50 લાખ શેર વેચી નાખ્યા છે.
    Published by:Jay Mishra
    First published: