મુંબઈ: ગેમિંગ અને હૉસ્પિટાલિટી સેક્ટર સાથે જોડાયેલી કંપની Delta Corpના સ્ટૉકે ક્લૉજિંગ બેઝિસ પર 260 રૂપિયાના સ્તર પર 7 દિવસનું કન્સોલિડેશન બ્રેકઆઉટ આપ્યું છે. બજાર નિષ્ણાતો (Share market experts)નું કહેવું છે કે આ શેર લૉંગ ટર્મ (Long term)માં 380 રૂપિયાની અપસાઈડ (Upside) માટે તૈયાર નજરે આવી રહ્યો છે. બજાર નિષ્ણાતોએ સલાહ આપી છે કે જેમની પાસે આ શેર છે તેમણે સારા રિટર્ન (Good return) માટે આ શેરમાં રોકાણ જાળવી રાખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ શેરમાં બિગ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને તેમના પત્નીની ભાગીદારી છે.
Delta Corp પર નિષ્ણાતોનો અભિપ્રાય
Choice Brokingના સુમીત બગડિયાનું કહેવું છે કે સાત દિવસના કન્સોલિડેશન પછી ડેલ્ટા કૉર્પના શેરમાં 260 રૂપિયા પર બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આગામી સત્રોમાં આ શેરમાં વધુ તેજી આવવાના સંકેત છે. તેમણે એવું પણ કહ્યુ કે, પોઝિશન ઇન્વેસ્ટર્સ આ શેરમાં 265-270 રૂપિયાના સ્તર પર ખરીદી કરી શકે છે. નજીકના ભવિષ્યમાં આ શેર 285-300 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ માટે 245 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો.
અગ્રેસિવ રોકાણકારો માટે સલાહ
Proficient Equitiesના મનોજ ડાલમિયાનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક દરમિયાન વાર્ષિક આધારે ડેલ્ટા કૉર્પના નફામાં 58.50 ટકાનો નફો જોવા મળ્યો છે. જોકે, FPIs અને FIIs તરફથી જુલાઈથી સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક દરમિયાન આ શેરમાં વેચવાલી કરવામાં આવી છે.
મનોજ ડાલમિયાનું કહેવું છે કે અગ્રેસિવ રોકાણકારો આ શેરમાં વર્તમાન સ્તર પર 306 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરી શકે છે. ડિફેન્સિવ બાયર્સ આ શેરમાં 240-250 રૂપિયા આસપાસ 380 રૂપિયાના લાંબા ગાળાના ટાર્ગેટ માટે ખરીદી કરે. આ માટે 234 રૂપિયાનો સ્ટૉપલૉસ રાખવો.
ShareIndiaના રવિ સિંહનું કહેવું છે કે 250 રૂપિયા આસપાસ લાંબા સમય સુધી ટકી રહેવાના ઉદેશ્ય સાથે આ શેરમાં ખરીદી કરી શકાય છે.
રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી
ડેલ્ટા કૉર્પની શેરહૉલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો જુલાઈ-સપ્ટેમ્બર 2021 ત્રિમાસિકમાં ડેલ્ટા કૉર્પમાં રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની ભાગીદારી 1.15 કરોડ શેર અથવા 4.31 ટકા હતી. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)ની ભાગીદારી 85 લાખ શેર અથવા 3.19 ટકા હતી. જેનો મતલબ એવો થાય કે ડેલ્ટા કૉર્પમાં બંનેની સંયુક્ત ભાગીદારી 7.50 ટકા છે.